Notice after acceptance of resignation

Notice after acceptance of resignation: ગુજરાત માહિતી ખાતાનો નવો ભગો, રાજીનામુ મંજૂર કર્યું છતાં અધિકારીને હાઇકોર્ટની નોટિસ મોકલી

Notice after acceptance of resignation: રાજીનામું મંજૂર થઇ ગયા બાદ પણ આ ઉમેદવારને પાછલા બારણે ફરી ખાતામાં ઘુસાડવાની પેરવી થઇ રહી છે

ગાંધીનગર, 06 ઓગષ્ટઃ Notice after acceptance of resignation: તાજેતરમાં થયેલી ભરતીમાં ભાંગરા વાટી રાજ્ય સરકારનું નાક કપાવનારા માહિતી ખાતાએ ફરી વખત ભગો વાળ્યો છે. આ ભરતીમાં પસંદ થયેલા એક ઉમેદવારે નોકરી ઉપર હાજર થયા બાદ આપેલું રાજીનામુ સ્વીકારાઇ ગયા પછી પણ હાઇકોર્ટની નોટિસ મોકલી છે.

રાજકોટના એક ઉમેદવારને ગિરસોમનાથ ખાતે પોસ્ટિંગ અપાયું હતું. પારિવારિક કારણોસર આ ઉમેદવારને રાજકોટ નોકરી કરવી હતી. માહિતી અને પ્રસારણ વિભાગે આ વિનંતી માન્ય ના રાખતા ઉમેદવારે નિયત રકમના બોંડ ભરી રાજીનામુ આપ્યું હતું. તેમનું રાજીનામું સ્વીકારી લેવામાં આવ્યું હતું અને જરૂરી આદેશ કરી દેવામાં આવ્યા હતા.

આ પણ વાંચોઃ Demand to break the check dam: તાલુકાના પાસે આ ગામે ખેડૂતોના ઘર આગળ ચેકડેમ બનાવી દેતા ખેડૂતો ભારે મુશ્કેલીમાં મુકાયા- કરી રહ્યાં છે આ માંગ

હવે આ દરમિયાન ભરતીમાં પ્રમોશનનો રેશિયો ના જાળવવાની બાબતમાં હાઇકોર્ટેમાં અરજી થઇ છે. આ કેસમાં બહુ પહેલા હાઇકોર્ટે ભરતી પ્રક્રીયા આ કેસના ચુકાદાના આધીન રહેશે, એવો આદેશ કર્યો હતો. પરંતુ માહિતી અને પ્રસારણ ખાતાએ કોઇ બદઇરાદાથી હાઇકોર્ટના આદેશનો નિમણૂંકમાં ઉલ્લેખ કર્યો હતો. તેની સામે હાઇકોર્ટે ઝાટકણી કાઢતા પસંદ થયેલા તમામ ઉમેદવારોને આ બાબતની જાણ કરવા ખાતાને કહ્યું હતું.

માહિતી અને પ્રસારણ ખાતાએ ભરતી પ્રકરણની આ નોટિસની જાણ ઉમેદવારોને શરૂ કરવાનું કર્યું તેમાં નોકરી છોડી દેનારા ઉક્ત ઉમેદવારને પણ નોટિસ આપી દીધી. હવે આ તકનો લાભ લઇ ઉમેદવારે માહિતી નિયામકને એક મેઇલ કરી એવી માંગણી કરી છે આ નોટિસ મને મળી છે અને એનો મતલબ કે હું હજું નોકરીમાં છું. એટલે મારૂ રાજીનામુ ના મંજૂર કરવામાં આવે.  

માહિતી અને પ્રસારણ ખાતુ આ મેઇલ મળતા ક્ષોભમાં મૂકાયું છે. રાજીનામું મંજૂર થઇ ગયા બાદ પણ આ ઉમેદવારને પાછલા બારણે ફરી ખાતામાં ઘુસાડવાની પેરવી થઇ રહી છે.(સોર્સઃ ન્યુઝ રીચ)

આ પણ વાંચોઃ CWG 2022 Updates: કોમનવેસ્થ ગેમ્સમાં ભારતનો ડંકો, પ્રિયંકાએ રેસ વોકમાં અને અવિનાશે સ્ટીપલ ચેઝમાં જીત્યો સિલ્વર મેડલ

Gujarati banner 01