CWG 2022 Updates

CWG 2022 Updates: કોમનવેસ્થ ગેમ્સમાં ભારતનો ડંકો, પ્રિયંકાએ રેસ વોકમાં અને અવિનાશે સ્ટીપલ ચેઝમાં જીત્યો સિલ્વર મેડલ

CWG 2022 Updates: ભારતની પ્રિયંકા ગોસ્વામીએ 10,000 મીટર રેસ વોકમાં સિલ્વર મેડલ જીત્યો.

સ્પોર્ટ્સ ડેસ્ક, 06 ઓગષ્ટઃ CWG 2022 Updates: બર્મિંઘમમાં યોજાયેલી કોમનવેલ્થ ગેમ્સ-2022માં વધુ એક ભારતીય ખેલાડીએ બાઝી મારી છે. અવિનાશ સાબલેએ કોમનવેલ્થ ગેમ્સ-2022માં નવા રાષ્ટ્રીય રેકોર્ડ સાથે 3000 મીટર સ્ટીપલ ચેઝ સ્પર્ધામાં ભારતને સિલ્વર મેડલ અપાવ્યો હતો. અવિનાશે 8:11.20નો સમય લઈને આ મેડલ જીત્યો. મહારાષ્ટ્રના બીડ જિલ્લાના વતની અવિનાશે વ્યક્તિગત સર્વશ્રેષ્ઠ તેમજ રાષ્ટ્રીય રેકોર્ડ બનાવ્યો હતો.

બર્મિંધમમાં રમાઇ રહેલી આ ગેમ્સમાં ટ્રેક એન્ડ ફિલ્ડમાં ભારતનો આ ચોથો મેડલ છે. આ પહેલા પ્રિયંકા ગોસ્વામી (10000 મીટર રેસ વોક, સિલ્વર), મુરલી શ્રીશંકર (લોંગ જમ્પમાં સિલ્વર) અને તેજસ્વિન શંકર (હાઇ જંપમાં બ્રોન્ઝ) કોમનવેલ્થ ગેમ્સની ટ્રેક અને ફિલ્ડ ઈવેન્ટ્સમાં મેડલ જીતી ચૂક્યા છે.

અવિનાશ ભારતીય સેનામાં 5 મેહર રેજિમેન્ટનો હિસ્સો રહી ચૂક્યો છે. તે સિયાચીન, રાજસ્થાન અને સિક્કિમમાં પોસ્ટિંગ કરી ચૂક્યાં છે. 

આ પણ વાંચોઃ Sculpture Festival: અંબાજીના સાંસ્કૃતિક અને ઐતિહાસિક મહત્વને ઉજાગર કરવામાં શિલ્પોત્સવ મહત્વની ભૂમિકા ભજવશે

ભારતની પ્રિયંકા ગોસ્વામીએ 10,000 મીટર રેસ વોકમાં સિલ્વર મેડલ જીત્યો છે. તેમણે પોતાના પર્સનલ બેસ્ટ પ્રદર્શન કરતાં 43:38.00 નો સમય કાઢતાં સિલ્વર મેડલ પોતાના નામે કરી લીધો છે. તો બીજીતરફ 42.34 મિનિટનો સમય નિકાળીને ઓસ્ટ્રેલિયાની જેમિમાએ ગોલ્ડ મેડલ પોતાના નામે કર્યો છે. કેન્યાની એમિલી 43.50.86 મિનિટમાં રેસ પુરી કરી ત્રીજા સ્થાન પર રહી.

ફાઇનલમાં પહોંચ્યા અમિત પંઘાલ
અમિત પંઘાલે બોક્સિંગના મેન્સ 51Kg વેટ કેટેગરીમાં જામ્બિયાના પૈટ્રિક ચેનેયમ્બાને 5-0 થી હરાવીને ફાઇનલમાં જગ્યા બનાવી લીધી છે. હવે તે ગોલ્ડ મેડલથી એક ડગલું દૂર છે. ભારતની નીતૂ પણ બોક્સિંગના 48Kg વેટ કેટેગરીમાં કનાડાઇ પ્રિયંકા ઢિલ્લનને હરાવીને ફાઇનલમાં પહોંચી ગઇ છે. નીતૂએ કનાડાઇ બોક્સ પ્રિયંકા ઢિલ્લનને 5-0 થી હરાવી ફાઇનલમાં જગ્યા બનાવી છે. આ બંને ખેલાડીઓએ પોતાના મેડલ પક્કા કરી લીધા છે.  

વિનેશ ફોગાટની પણ ધમાલ
રેસલિંગના વિમેન્સ ફ્રીસ્ટાઇલ 53Kg કેટેગરી નોર્ડિક સિસ્ટમમાં વિનેશ ફોગાટે નાઇઝીરિયાની ચામોડ્યા કેશાનીને માત આપી છે. વિનેશ ફોગાટે પોતાની ત્રીજી મેચ પણ જીતી લીધી છે. તેમણે નાઇઝીરિયાની પહેલવાન ચામોડ્યા કેશાનીને 6-0 થી હરાવી છે. વિનેશ ફોગાટે આ મુકાબલો થોડી જ સેકન્ડોમાં પોતાના નામે કરી લીધો. કોમનવેલ્થ ગેમ્સ 2022 (Commonwealth Games 2022) ના નવમા દિવસે ભારતને ઘણા મેડલ મળવાની આશા છે. 

આ પણ વાંચોઃ Cylinder blast in boat: પટના ખાતે ગંગા નદીમાં નાવમાં સિલિન્ડર બ્લાસ્ટ થતા 4ના મોત- વાંચો વિગત

Gujarati banner 01