Demand to break the check dam

Demand to break the check dam: તાલુકાના પાસે આ ગામે ખેડૂતોના ઘર આગળ ચેકડેમ બનાવી દેતા ખેડૂતો ભારે મુશ્કેલીમાં મુકાયા- કરી રહ્યાં છે આ માંગ

Demand to break the check dam: આદિવાસી ખેડૂતો અને આદિવાસી લોકો પુલ બનાવી આપવા કે પછી ચેકડેમ તોડી સીધો રસ્તો કરી આપવાની માંગ કરી રહ્યા છે

  • લોકોના ઘર તરફ જવાના રસ્તા પણ ચેકડેમમાં પાણી ભરાઈ જવાના કારણે બંધ થઈ ગયા
  • વરસાદ ક્યાંક આશીર્વાદ રૂપ તો ક્યાંક નડતર રૂપ બની રહ્યો છે
  • આદિવાસી ખેડૂતો અને આદિવાસી રહેવાસી લોકોએ વાત કરવા છતાં કોઈ પણ જાતનો પરિણામ મળવા પામેલ નથી

અહેવાલ- ક્રિષ્ના ગુપ્તા

અંબાજી, 06 ઓગષ્ટઃ Demand to break the check dam: બીજા રાઉન્ડનો વરસાદ શરૂ થયા બાદ અંબાજી સહિત દાતા તાલુકાના અનેક વિસ્તારોમાં વરસાદ વરસી રહ્યો છે ત્યારે આ વરસાદ ક્યાંક આશીર્વાદ રૂપ તો ક્યાંક નડતર રૂપ બની રહ્યો છે દાંતા તાલુકા ના પાન્સા ગામે ખેડૂતો ના ઘર આગળ જ ચેકડેમ બનાવી દેતા ખેડૂતો મુશ્કેલી માં મુકાયા છે એટલુંજ નહીં આદિવાસી લોકો ના ઘર તરફ જવાના રસ્તા ઉપર ચેકડેમ માં પાણી ભરાઈ જતા હાલ તબક્કે રસ્તો જોકે આ વરસાદ ક્યાંક આશીર્વાદ તો ત્યાં જ નડતર રૂપ સાબિત થયો છે દાતા તાલુકાના પાંસા આ ગામે ખેડૂતોના ઘર આગળ ચેકડેમ બનાવી દેતા ખેડૂતો ભારે મુશ્કેલીમાં મુકાયા છે

આ પણ વાંચોઃ CWG 2022 Updates: કોમનવેસ્થ ગેમ્સમાં ભારતનો ડંકો, પ્રિયંકાએ રેસ વોકમાં અને અવિનાશે સ્ટીપલ ચેઝમાં જીત્યો સિલ્વર મેડલ

એટલું જ નહીં લોકોના ઘર તરફ જવાના રસ્તા પણ ચેકડેમમાં પાણી ભરાઈ જવાના કારણે બંધ થઈ ગયા છે જોકે અગાઉના ચેકડેમ અને પેલી બાજુ બાંધેલો હતો પણ તે ચેક ડેમ તૂટી જતાં આ વખતે વહીવટી તંત્ર દ્વારા આ ચેકડેમ અને રસ્તાને આ બાજુ બાંધી દેતા ઘર અને ખેતર તરફ જવાનો રસ્તો સંપૂર્ણપણે પાણીના કારણે બંધ થઈ ગયા છે જોકે આ સમગ્ર મામલે આદિવાસી ખેડૂતો અને આદિવાસી રહેવાસી લોકોએ વાત કરવા છતાં કોઈ પણ જાતનો પરિણામ મળવા પામેલ નથી ચાલતો બકા ખેડૂતો આ ભરેલા પાણીના પગલે ચાલુ વર્ષે ખેતી પણ કરી શક્યા નથી

ab52cebd 4624 4e82 8c43 3fca06a491d5

ત્યાંથી ટ્રેક્ટર પસાર થઇ શકે તે હાલના તબક્કે ઊંડા પાણી ભરાઇ જવાથી ખેતરો ખેતરમાં લઇ જઇ શકતા ખેતીવાડી કરી શકાય નથી જેને લઇને પણ ખેડૂતોમાંરોષ જોવા મલી રહ્યો એટલું જ નહીં બાળકોને શાળાએ મુકવા જવા માટેનો રસ્તો બંધ થઈ ગયો છે હાલના તબક્કે આદિવાસી લોકો ચેકડેમની પાળી ઉપરથી ચાલીને ભારે જોખમ સાથે રસ્તો પાર કરવો પડે છે હાલ તબક્કે આદિવાસી ખેડૂતો અને આદિવાસી લોકો પુલ બનાવી આપવા કે પછી ચેકડેમ તોડી સીધો રસ્તો કરી આપવાની માંગ કરી રહ્યા છે આ સમગ્ર મામલે દાતા તાલુકાના અધિકારીઓની પુછતા કોઇપણ જાતનો પ્રત્યુત્તર કર્યો ન હતો.

આ પણ વાંચોઃ Sculpture Festival: અંબાજીના સાંસ્કૃતિક અને ઐતિહાસિક મહત્વને ઉજાગર કરવામાં શિલ્પોત્સવ મહત્વની ભૂમિકા ભજવશે

Gujarati banner 01