student

Supplementary Examination: આવતીકાલથી ધોરણ 10 અને 12 બોર્ડના વિદ્યાર્થીઓની શરૂ થશે પૂરક પરીક્ષા, વાંચો પરીક્ષા સાખે જોડાયેલી તમામ માહિતી

Supplementary Examination: ધોરણ 10 બોર્ડના વિદ્યાર્થીઓની કાલે સવારે બેઝિક ગણિતની પરીક્ષા જ્યારે બપોરે પ્રથમ ભાષાની પરીક્ષા યોજાશે

અમદાવાદ, 17 જુલાઇ: Supplementary Examination: આવતીકાલથી ધોરણ 10 અને 12 બોર્ડના વિદ્યાર્થીઓની પૂરક પરીક્ષા શરૂ થશે. ધોરણ 10 અને 12 બોર્ડના વિદ્યાર્થીઓની પૂરક પરીક્ષા 22 જુલાઈ સુધી યોજાશે. એક અથવા બે વિષયમાં અનઉત્તીર્ણ વિદ્યાર્થીઓની બોર્ડ દ્વારા પૂરક પરીક્ષા લેવાશે. ધોરણ 10 બોર્ડના વિદ્યાર્થીઓની કાલે સવારે બેઝિક ગણિતની પરીક્ષા જ્યારે બપોરે પ્રથમ ભાષાની પરીક્ષા યોજાશે.

સવારની પરીક્ષાનો સમય સવારે 10 વાગ્યાથી બપોરે 1.15 સુધીનો રહેશે, જ્યારે બપોરની પરીક્ષાનો સમય 3 વાગ્યાથી 6.15 વાગ્યા સુધીનો રહેશે. ધોરણ 12 વિજ્ઞાન પ્રવાહમાં સવારે ગણિત અને બપોરે જીવવિજ્ઞાનની પરીક્ષા રહેશે. સવારનો સમય 10.30 થી બપોરે 2 વાગ્યા સુધીનો તો બપોરે યોજાનારી પરીક્ષા 3 વાગ્યાથી સાંજે 6.30 દરમિયાન લેવાશે.

આ પણ વાંચોઃ New traffic rules : દારુ પીને વાહન ચલાવતા પકડાયેલા વ્યક્તિએ કરવુ પડશે એક યુનિટ બ્લડ ડોનેટ- આ રાજ્ય સરકારે બનાવ્યો નવો નિયમ

વિજ્ઞાન પ્રવાહના વિદ્યાર્થીઓની પરીક્ષા પાર્ટ A અને B ફોર્મેટમાં લેવાશે. પાર્ટ A માં OMR પદ્ધતિના કુલ 50 માર્કના 50 પ્રશ્નો રહેશે, જેના માટે એક કલાકમાં સમય મળશે. પાર્ટ B માં વર્ણાત્મક પ્રકારના 50 માર્કના પ્રશ્ન રહેશે, જેના માટે 2 કલાક આપવામાં આવશે. સામાન્ય પ્રવાહ/ ઉ.ઉ.બુ. પ્રવાહ તેમજ વ્યવસાયલક્ષી પ્રવાહમાં એક વિષયમાં અનુત્તિર્ણ વિદ્યાર્થીઓ પરીક્ષા આપી શકશે.

જુદા જુદા વિષયની પરીક્ષાનો સમય બપોરે 3 થી સાંજે 6.15 સુધીનો રહેશે. સંસ્કૃત પ્રથમના વિદ્યાર્થીઓની સવારે ગણિત અને બપોરે સામાજિક વિજ્ઞાનમની પરીક્ષા લેવાશે. સવારની પરીક્ષાનો સમય સવારે 10 વાગ્યાથી બપોરે 1.15 સુધીનો રહેશે, જ્યારે બપોરની પરીક્ષાનો સમય 3 વાગ્યાથી 6.15 વાગ્યા સુધીનો રહેશે.

પૂરક પરીક્ષાનો સંપૂર્ણ કાર્યક્રમ બોર્ડની વેબસાઈટ www.gseb.org પર મૂકવામાં આવ્યો છે. ઉલ્લેખનીય છે કે, કમ્પ્યુટર વિષયની પ્રાયોગિક પરીક્ષામાં અનઉત્તીર્ણ વિદ્યાર્થીઓની પરીક્ષા શાળા કક્ષાએથી લેવાઈ ચૂકી છે, જેનું પરિણામ 14 જુલાઈ સુધીમાં શાળાએ બોર્ડને મોકલવાનું હતું.

આ પણ વાંચોઃ Kareena pregnant for the third time:બેબો ત્રીજી વખત બનશે માતા? સો.મીડિયા પર એક ફોટો વાયરલ થતા અભિનેત્રી પ્રેગ્નેટ હોવાની અટકળો- જુઓ ફોટો

Gujarati banner 01