India completed 200 doses of vaccine: ભારતે નાગરીકોને 200 કરોડ ડોઝ આપ્યા, આનો શ્રેય કેન્દ્રીય સ્વાસ્થ્ય મંત્રીએ સ્વાસ્થ્ય સૈનિકોને આપ્યો- જુઓ વીડિયો

India completed 200 doses of vaccine: આ અવસરે અમદાવાદ મેટ કોલેજના ડોક્ટર, નર્સ તથા અન્ય સ્ટાફ સાથે નાગરિકોએ જોડાઈને બહોળી સંખ્યામાં ભાગ લીધો

નવી દિલ્હી, 17 જુલાઇઃ India completed 200 doses of vaccine: કોરોનાની વૈશ્વિક મહામારી સામે લડવા ભારતે ૨૦૦ કરોડ ડોઝ આપીને એક અનોખો અને અભૂતપૂર્વ વિક્રમ સર્જ્યો છે. આ વિક્રમ સર્જવા માટે જેટલો શ્રેય પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદી તથા કેન્દ્રીય સ્વાસ્થ્ય મંત્રી ડૉ. મનસુખ માંડવિયા ને જાય છે, તેનાથી વધું શ્રેય જાય છે આપણા સ્વાસ્થ્ય સૈનિકોને કે જેમણે સતત ખડેપગે રહી રાત-દિવસ દર્દીઓને ‘દર્દી નારાયણ’ માનીને સેવા કરી અને કોરોના સામે લડત આપી.


આ દરેક નર્સ, ડોક્ટર અને સાથે સંકળાયેલા તમામ લોકોને સન્માનિત કરવા માટે અમદાવાદ મેટ કોલેજ અને પ્રધાનમંત્રી જનઔષધી કેન્દ્ર-મણીનગર દ્વારા મહાદેવ યુવક મંડળ-મણીનગર અને ઝંકાર ગ્રુપ સેવા ટ્રસ્ટ-ગાંધીનગરના સહયોગથી અમદાવાદ મેટ કોલેજ ખાતે આજરોજ તા. ૧૭ જુલાઈ ૨૦૨૨ના દિવસે ફક્ત ૧૮ મહિનામાં ૨૦૦ કરોડ વેક્સીન ડોઝ પૂર્ણ થવાના અવસરે ૫૪૩ કમળનાં ફૂલ થી ભારતના નકશાની પ્રતિકૃતિ બનાવી હતી.

આ અવસરે અમદાવાદ મેટ કોલેજના ડોક્ટર, નર્સ તથા અન્ય સ્ટાફ સાથે નાગરિકોએ જોડાઈને બહોળી સંખ્યામાં ભાગ લીધો હતો અને ધન્યવાદ પાઠવ્યા હતા.

આ પણ વાંચોઃ Supplementary Examination: આવતીકાલથી ધોરણ 10 અને 12 બોર્ડના વિદ્યાર્થીઓની શરૂ થશે પૂરક પરીક્ષા, વાંચો પરીક્ષા સાખે જોડાયેલી તમામ માહિતી

આ પણ વાંચોઃ New traffic rules : દારુ પીને વાહન ચલાવતા પકડાયેલા વ્યક્તિએ કરવુ પડશે એક યુનિટ બ્લડ ડોનેટ- આ રાજ્ય સરકારે બનાવ્યો નવો નિયમ

Gujarati banner 01