Armed Forces Flag Day CM doante

Armed Forces Flag Day: સશસ્ત્ર સેના ધ્વજ દિને ફાળો અર્પણ કરતા મુખ્યમંત્રી

Armed Forces Flag Day; દેશની રક્ષા માટે પ્રાણ ન્યોચ્છાવર કરનારા વીર જવાનોના પરિવારોના કલ્યાણ માટે ફાળો આપી કૃતજ્ઞતા પ્રગટ કરી

અહેવાલ: ઉદય વૈષ્ણવ, સી. એમ- પીઆરઓ
ગાંધીનગર, ૦૭ ડિસેમ્બરઃ
Armed Forces Flag Day: મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલે ૭ ડિસેમ્બર સશસ્ત્ર સેના ધ્વજ દિવસ અવસરે ફાળો અર્પણ કરી દેશની સરહદો સાચવતા અને માતૃભૂમિની રક્ષા કરતા વીર સેનાનીઓ પ્રત્યે કૃતજ્ઞતા વ્યક્ત કરી હતી આપણા દેશના સીમાડે સતત ખડેપગે રહીને સરહદ પારની ઘૂસણખોરી અને નાપાક હરકતોનો જડબાતોડ જવાબ આપી માભોમની રક્ષા કરવા ઉપરાંત આંતરિક સલામતિ સુરક્ષા આપણા સશસ્ત્ર દળોના જવાનો નિભાવે છે.

દેશમાં કુદરતી કે માનવસર્જિત આપત્તિ પુર, વાવાઝોડું, ભૂકંપ કે કાયદો વ્યવસ્થાની જાળવણીમાં પણ સ્થાનિક પ્રશાસનને મદદરૂપ થતા આ સેનાનીઓ અને સશસ્ત્ર દળોના કર્તવ્યનિષ્ઠ ફરજ પરસ્ત જવાનોના અને દેશ માટે સમર્પિત થઈ પોતાના પ્રાણ ન્યોછાવર કરનારા વીર જવાનોના પરિવારોના કલ્યાણ હેતુથી આ સશસ્ત્ર સેના ધ્વજ દિવસે સૌ કોઈ સ્વૈચ્છિક ફાળો દાન અર્પણ કરી તેમની સેવાઓનો ઋણ સ્વીકાર કરે છે.

મુખ્યમંત્રીએ આ સશસ્ત્ર સેના ધ્વજ દિવસ ઉપલક્ષ્યમાં ગાંધીનગરમાં પોતાનો ફાળો અર્પણ કર્યો હતો આ વેળા ગૃહ વિભાગના અધિક મુખ્ય સચિવ રાજકુમાર, સૈનિક કલ્યાણ બોર્ડના નિયામક, લેફટનન્ટ કર્નલ ક્રિષ્ણદિપસિંહ જેઠવા અને અધિકારીઓ તેમજ એન.સી.સી કેડેટ્સ છાત્રો પણ જોડાયા હતા.

આ પણ વાંચો…Inauguration of Jyotibafule Computer Class: મિશન ખાખી 2021ના સફળ આયોજન બાદ બોધીસત્વ ફાઉન્ડેશન દ્વારા જ્યોતિબાફુલે કોમ્પ્યુટર ક્લાસનું ઉદ્ઘાટન

Whatsapp Join Banner Guj