Vachnamrut celebration

Celebrating the 202nd anniversary of the Vachnamrit: કુમકુમ મંદિર દ્વારા વચનામૃત ગ્રંથની ર૦ર મી જયંતી ઉજવાઈ.

Celebrating the 202nd anniversary of the Vachnamrit: સ્વામિનારાયણ ભગવાનના મુખમાંથી નીકળેલી વાણીનો અદ્ભૂત ગ્રંથ…….

૪ x ૩ ફૂટની વિશિષ્ટ વચનામૃતની કૃતિ તૈયાર કરવામાં આવેલ છે.
ર૭૩ વચનામૃતનો આ સમગ્ર ગ્રંથ અને તેનો ઓડીયો કુમકુમ મંદિરની એપ ઉપર મૂકવામાં આવ્યો. જેથી દેશ વિદેશના ભક્તો લાભ લઈ શકશે…

અમદાવાદ, ૦૭ ડિસેમ્બરઃ Celebrating the 202nd anniversary of the Vachnamrit: માગશર સુદ ચોથ – મંગળવાર ના રોજ પૂર્ણ પુરુષોત્તમ શ્રી સ્વામિનારાયણ ભગવાનના મુખમાંથી નીકળેલી વાણીનો ગ્રંથ જે વચનામૃત તેની ર૦ર મી જયંતી શ્રી સ્વામિનારાયણ – કુમકુમ – મંદિર – મણિનગર ખાતે મહંત શાસ્ત્રી શ્રી આનંદપ્રિયદાસજી સ્વામીના અધ્યક્ષપદે ઉજવાઈ.

આ પ્રસંગે સવારે ૮ થી ૧૧ – ૩૦ સુધી સ્વામિનારાયણ મહામંત્રની ધૂન, મહાપૂજા, વચનામૃત ગ્રંથનું પૂજન,અર્ચન કરવામાં આવ્યું. સંતો દ્વારા વચનામૃત રહસ્યાર્થ પ્રદીપિકાટીકા ઉપર વિવેચન કરવામાં આવ્યું. કુમકુમ મંદિરના પ્રેમવત્સલદાસજી સ્વામીએ જણાવ્યું હતું કે,આ પ્રસંગે સવિશિષ્ટ ૪ x ૩ ફૂટની વિશિષ્ટ વચનામૃતની કૃતિ તૈયાર કરવામાં આવી. તેનું પૂજન મહંત સદગુરુ સ્વામીએ કર્યું.

માગશર સુદ- ચોથના રોજ સ્વામિનારાયણ ભગવાનના મુખમાંથી જે વાણી વહી તેનો અદ્ભૂત ગ્રંથ વચનામૃતને ર૦૧ વર્ષ પૂર્ણ થયાં. તેથી સારાય સત્સંગીઓ આ વચનામૃત વાંચે, વિચારે અને પોતાનું જીવન વધુ ઉન્નત બનાવે તે હેતુથી કુમકુમ મંદિર દ્વારા આજના યુગની ટેકનોલોજીનો ઉપયોગ કરવામાં આવ્યો. દરેક સત્સંગીને મહંત શાસ્ત્રી આનંદપ્રિયદાસજી સ્વામીના મુખે બોલાયેલ ર૭૩ વચનામૃતનો આ સમગ્ર ગ્રંથ અને તેનો ઓડીયો કુમકુમ મંદિરની એપ ઉપર મૂકવામાં આવ્યો.જેથી દેશ વિદેશના ભક્તો લાભ લઈ શકશે…

ભારતીય આધ્યાત્મિકતામાં સમગ્ર જગત પર શાસન કરવાની પ્રચંડ વિચારધારા સમાયેલી છે. આપણા ઋષિમુનીઓ સાધના કરતા ત્યારે ભગવાનની વાણીનો ગુંજારવ મુનીઓની હૃદય ગુફામાં થતો અને તે અમૃતવાણી પછી ઋષિમુનિઓનાં મુખકમળ દ્વારા જગતના જ્ઞાનપિપાસુ માનવોને સાંભળવા મળતી. ઘણીવાર સ્વયં ભગવાનના મુખ દ્વારા પણ અમૃતવાણી સાંભળવા મળતી. વેદનો પ્રાદુર્ભાવ ભગવાનના મુખમાંથી થયો છે. આશરે પાંચ હજાર વર્ષ પૂર્વે મહાભારતના યુદ્ધના રણમેદાનમાં શ્રીમદ્‌ ભગવદ્‌ગીતા રૂપી વાણી શ્રીકૃષ્ણ ભગવાનના મુખેથી સાંભળવા મળી…

Celebrating the 202nd anniversary of the Vachnamrit

આજથી ર૦ર વર્ષ પૂર્વે સ્વામિનારાયણ ભગવાનના સ્વમુખમાંથી “વચનામૃત” રૂપી વાણી અવતરી. ભાષાકીય સરળ શૈલી, દ્રષ્ટાંતસભર સચોટ શૈલી અને ઉપનિષદિક પ્રશ્નોત્તર શૈલીનું પ્રયાગ એટલે વચનામૃત.

વચનામૃત એટલે સ્વામિનારાયણ ભગવાન અને તેમના પરમહંસો તથા હરિભક્તોની આધ્યાત્મિક ગોષ્ઠી.

સ્વામિનારાયણ ભગવાન દિવસે કે રાત્રે જ્યારે પણ સભામાં વાતો કરતા તે પાંચ સંતો નોંધી લેતા. તેમાં સ્થળ, તિથિ,સમય, શ્રી હરિનો પહેરવેશ, પ્રશ્નોત્તરમાં સંમેલિત વ્યક્તિઓ વગેરે બાબતોનો ઐતિહાસિક પ્રમાણ સાથેના આ વચનામૃત અદ્ભૂત ગ્રંથ છે.

વચનામૃત ગ્રંથમાં ધર્મ – જ્ઞાન – વૈરાગ્ય – ભક્તિ એવા એકાંતિક ધર્મનું નિરૂપણ કરવામાં આવેલું છે. શ્રી સ્વામિનારાયણ ભગવાનના મુખમાંથી આ જે વાણી વહી તેનાં કુલ ર૭૩ વચનમૃતો છે.જેનો સંગ્રહ સદ્‌. ગોપાળાનંદ સ્વામી, સદ્‌. મુક્તાનંદસ્વામી,સદ્‌. નિત્યાનંદસ્વામી, સદ્‌. બ્રહ્માનંદ સ્વામી, સદ્‌. શુકાનંદસ્વામી એ કર્યો છે. આ વચનામૃત હાલ સંસ્કૃત, હિન્દી, અંગ્રેજી અને ગુજરાતી એમ ચારેય ભાષામાં ઉપલબ્ધ છે.તેથી આજેય અસંખ્ય માણસો તેનો લાભ લઈને કૃતાર્થ બને છે.

આ વચનામૃતમ્‌ ગ્રંથ સૌને શીરાની જેમ ગળે ઉતરી જાય અને સ્વામિનારાયણ ભગવાનના સિદ્ધાંતો સમજાય તે માટે શ્રીજી સંકલ્પમૂર્તિ જીવનપ્રાણ અબજીબાપાએ આ વચનામૃત ઉપર “રહસ્યાર્થ પ્રદીપિકાટીકા” કરી છે. આ ટીકામાં હરિની સર્વોપરીતા, સદાય પ્રગટપણું, પ્રત્યક્ષપણું, અનાદિમુક્તની સ્થિતિ એ બધું જ્ઞાન સારી રીતે પ્રતિપાદન કરવામાં આવ્યું છે.

આ સર્વે સિદ્ધાંતોનો સંગ્રહ કરવાની મહેનત સદ્‌. ઈશ્વરચરણદાસજી સ્વામીએ કરી છે. સ્વામિનારાયણ સંપ્રદાયનો શાસ્ત્રસાગર ઘણો વિશાળ છે. પરંતુ સમગ્ર વિશ્વને વચનામૃતમ્‌ ગ્રંથ ઝળાંહળાં કરી રહ્યો છે.

આ પણ વાંચો…Armed Forces Flag Day: સશસ્ત્ર સેના ધ્વજ દિને ફાળો અર્પણ કરતા મુખ્યમંત્રી

Whatsapp Join Banner Guj