town hal innograte nitin patel

Gandhinagar town hall renovation: ગાંધીનગરના ટાઉનહોલના રીનોવેશન કામગીરીનો નીતિન પટેલે કરાવ્યો શુભારંભ-વાંચો વિગત

Gandhinagar town hall renovation: ટાઉનહોલમાં અદ્યતન ટેકનોલોજીથી સુસજ્જ સાઉન્ડ સીસ્ટમ, બેઠક વ્યવસ્થા સહિતની વિવિધ સુવિધાઓ ઉપલબ્ધ કરાવાશે

અહેવાલ – દિલીપ ગજ્જર

ગાંધીનગર, 06 સપ્ટેમ્બરઃ Gandhinagar town hall renovation: નાયબ મુખ્યમંત્રી નીતિનભાઈ પટેલે જણાવ્યુ છે કે, રાજ્યના પાટનગર ગાંધીનગરમાં માળખાકીય સવલતોનો વધારો કરીને દેશનું શ્રેષ્ઠ પાટનગર બનાવવાના નિર્ધાર સાથે રાજ્ય સરકાર સતત પ્રયત્નશીલ છે ત્યારે પાટનગરના માર્ગ અને મકાન વિભાગ હસ્તકના સેક્ટર-૧૭ ખાતે કાર્યરત ટાઉનહોલનું રૂ. ૧૭.૨૧ કરોડના ખર્ચે રીનોવેશન કરીને આધુનિક સુવિધાઓથી સુસજ્જ કરાશે. આગામી છ માસમાં આ કામગીરી પૂર્ણ કરીને તેનું લોકાર્પણ પણ કરવામાં આવશે.

6875ddf8 e795 406e 9758 75f9cec651e1


આજે ટાઉનહોલ ગાંધીનગર ખાતે રીનોવેશન કામગીરીનો શુભારંભ કરાવતાં નાયબ મુખ્યમંત્રીએ ઉમેર્યુ કે ગાંધીનગર શહેરની સામાજીક, શૈક્ષણિક અને સંસ્કૃતિક પ્રવૃત્તિઓ હાથ ધરતી સંસ્થાઓ દ્વારા યોજાતા કાર્યક્રમોમાં સગવડો વધે એ માટે આ ટાઉનહોલનું રીનોવેશન કરવાનો રાજ્ય સરકારે નિર્ણય કર્યો છે. આ ટાઉનહોલનું નિર્માણ વર્ષ ૧૯૮૩ માં થયું હતું. ટાઉનહોલ ૩૮ વર્ષ જુનુ હોવાના કારણે ટેકનોલોજી ખુબ જ જુની અને પુરાણી થઇ છે, તેમાં મુખ્યત્વે સાઉન્ડ સીસ્ટમ, એ.સી., ઇલેકટ્રીક કામ, સાઉન્ડપુફ અને સ્ટ્રકચર ડિફેકટ, બેઠક વ્યવસ્થાના વપરાશમાં ખુબ જ તકલીફ પડતી હોવાના કારણે ટાઉનહોલના નવીની કરણની જરૂરીયાત ઉભી થતાં હવે નવીનીકરણની કામગીરી હાથ ધરાશે.  

cf598eba b1d2 4a31 9cea 509ef6c86559


તેમણે ઉમેર્યુ કે, ટાઉનહોલના આધુનીકરણમાં હાલ ૧૧૦૦ બેઠકોની વ્યવસ્થા હતી પરંતુ દર્શકોને અવરજવરમાં મુશ્કેલી પડતી હોવાથી તેને ધ્યાને રાખીને બે લાઇન વચ્ચે અંતર રાખવા હવે બેઠક વ્યવસ્થા ૧૦૩૦ જેટલી નિયત કરાઇ છે. આ ઉપરાંત જુના ગ્રીન રૂમનું નવીનીકરણ, નવીન ટોઇલેટની સુવિધા, નવો વી.આઇ.પી. સ્યુટરૂમ અને લીફટની સુવિધા, જનરલ તથા વી.આઇ.પી. અલગ- અલગ પ્રવેશ દ્વાર અને પાર્કીંગની અલાયદી વ્યવસ્થા ઉભી કરવામાં આવશે.

4c91482e 2171 4aa1 9c68 67ec4ee99e93

ઉપરાંત આધુનીક ફાયર અલાર્મ અને સીસ્ટમ ઉભી કરવામાં આવશે. નવી સાઉન્ડ પ્રુફ સીસ્ટમ તથા છતના ભાગે નવી ડેકોરેટીવ ફોલ્સ સીલીંગ ઉભી કરાશે. સાથે સાથે સ્ટેજનું પણ આધુનીકરણ કરવામાં આવશે. પ્રવેશદ્વારના ફોયરમાં બે મોટા શીલ્પ તથા ૨ ટીકીટ કાઉન્ટર, વેઇટીંગ લોન્જનું નવિનીકરણ, પ્રવેશદ્વારમાં પ્રદર્શન માટે નવિન વ્યવસ્થા ઉભી કરવામાં આવશે.

આ પણ વાંચોઃ Std 1 to 5 school reopen: રાજ્યમાં ધો. 1થી 5ના વર્ગો શરૂ કરવા અંગે શિક્ષણમંત્રીએ આપ્યુ મોટુ નિવેદન, વાંચો શું કહ્યું ભુપેન્દ્રસિંહ ચુડાસમાએ?


આ ઉપરાંત નવું એ.સી.પ્લાન્ટતથા નવું ચીલ્લર રૂમ, ઇલેકટ્રીક ટ્રાન્સફોરમર અને નવું સબ સ્ટેશન, લેટેસ્ટ સાઉન્ડ સીસ્ટમ, બે લીફ્ટ, એલ.ઇ.ડી. વોલ સહિત અદ્યતન લાઇટીંગની વ્યવસ્થાઓ પણ ઉભી કરાશે. આ પ્રસંગે ગાંધીનગર મહાનગરપાલિકાના મેયર શ્રીમતી રીટાબેન પટેલ સહિત અન્ય પદાધિકારીઓ અને માર્ગ અને મકાન વિભાગના અધિકારીઓ ઉપસ્થિત રહ્યાં. 

Whatsapp Join Banner Guj