Gujarat entire cabinet resigns

Gujarat entire cabinet resigns: ગુજરાતની આખી સરકાર નવી બનશે, DY.CM સહિત સમગ્ર મંત્રીમંડળે રાજીનામું આપી દીધું જે રાજ્યપાલે સ્વિકાર્યુ

Gujarat entire cabinet resigns: મોડી સાંજ સુધી માત્ર મુખ્યમંત્રી વિજય રૂપાણીના નામની જ ચર્ચા હતી. પરંતુ હવે સરકારનાં તમામ નેતાઓએ રાજીનામું આપી દેતા તમામ પદ અને તમામ મંત્રાલય માટે નવા ચહેરાઓ સહિત સમગ્ર સરકાર જ નવી બનશે

ગાંધીનગર, 12 સપ્ટેમ્બરઃ Gujarat entire cabinet resigns: મુખ્યમંત્રી વિજય રૂપાણીએ શનિવારે તેમના પદ પરથી રાજીનામું ધરી દેતા ગુજરાતના રાજકારણમાં અચાનક ગરમાવો આવ્યો હતો. રાજ્યપાલ આચાર્ય દેવવ્રત મુખ્યમંત્રી સહિત તેમના મંત્રીમંડળના પ્રધાનોએ પણ રાજીનામાં આપ્યા હતા તે ગવર્નર દ્વારા સ્વિકારી લેવાયા હતા. જો કે જ્યાં સુધી નવી વ્યવસ્થા ન થાય ત્યાં સુધી મુખ્યમંત્રી અને તેમના મંત્રીમંડળને યથાવત્ત રાખવા માટે રાજ્યપાલે વિનંતી કરી છે. 

અત્રે નોંધનીય છે કે, મોડી સાંજ સુધી માત્ર મુખ્યમંત્રી વિજય રૂપાણીના નામની જ ચર્ચા હતી. પરંતુ હવે સરકારનાં તમામ નેતાઓએ રાજીનામું આપી દેતા તમામ પદ અને તમામ મંત્રાલય માટે નવા ચહેરાઓ સહિત સમગ્ર સરકાર જ નવી બનશે. તમામ મંત્રાલયોને નવા પ્રધાનો મળશે. જેના પગલે દિલ્હીથી માંડીને ગાંધીનગર સુધી તબક્કાવાર રીતે બેઠકોનો દોર ચાલી રહ્યો છે.

આ પણ વાંચોઃ Indian cricketers: ભારતીય ખેલાડીઓએ ઇગ્લેન્ડમાં નાક કપાવ્યું- ક્વોરેન્ટાઈન રહેવાનુ હોવા છતાં ટીમ ઈન્ડિયાના ક્રિકેટરો માન્ચેસ્ટરમાં ફર્યા..!

અત્રે ઉલ્લેખનીય છે કે, ચૂંટણીને હવે એક વર્ષ જેટલો સમય બાકી રહ્યો છે તેવામાં મુખ્યમંત્રી તરીકે વિજય રૂપાણીએ રાજીનામું આપીને સૌને ચોંકાવી દીધા હતા. જો કે મોડી સાંજે સમગ્ર મંત્રીમંડળે રાજીનામું આપ્યાનું સામે આવતા સૌ કોઇ ચોંકી ઉઠ્યા હતા. હાલ તો કેન્દ્રીય મંત્રી નરેન્દ્રસિંહ તોમર અને પ્રહલાદ જોશીને ગુજરાતના નવા મુખ્યમંત્રીની પસંદગી માટે પર્યવેક્ષક તરીકે નિયુક્ત કરવામાં આવ્યા છે.આજે બપોરે 3 વાગ્યા આસપાસ યોજાનારી ધારાસભ્ય દળની બેઠકમાં ગુજરાતના નવા નાથની જાહેરાત થશે. 

Whatsapp Join Banner Guj