Nitin Gadkari 1

MSME: સરકારે છૂટક અને જથ્થાબંધ વેપારને સૂક્ષ્મ, લઘુ અને મધ્યમ ઉદ્યમ તરીકે સામેલ કરવાની ઘોષણા કરી- વાંચો વિગતે

નવી દિલ્હી, 02 જુલાઇઃ MSME: સૂક્ષ્મ, લઘુ અને મધ્યમ ઉદ્યોગ (MSME), માર્ગ પરિવહન અને રાજમાર્ગ મંત્રી નીતિન ગડકરીએ આજે છૂટક અને જથ્થાબંધ વેપારને એમએસએમઈ તરીકે સામેલ કરીને એમએસએમઈ માટે સંશોધિત દિશાનિર્દેશોની ઘોષણા કરી.

એક ટ્વીટમાં તેમણે કહ્યું હતું કે પ્રધાનમંત્રીના નેતૃત્વમાં અમે એમએસએમઈને મજબૂત બનાવવા અને તેમને આર્થિક પ્રગતિનું એન્જિન બનાવવા માટે સંપૂર્ણપણે પ્રતિબદ્ધ છે.

ગડકરીએ કહ્યું કે સંશોધિત દિશાનિર્દેશોથી અઢી કરોડ છૂટક અને જથ્થાબંધ વેપારીઓને લાભ મળશે. તેમણે કહ્યું કે છૂટક અને જથ્થાબંધ વ્યાપાર(MSME)ને અત્યાર સુધી એમએસએમઈના વ્યાપમાંથી બહાર રખાયા હતા.

પરંતુ હવે સંશોધિત દિશાનિર્દેશો અંતર્ગત છૂટક અને જથ્થાબંધ વ્યાપારને પણ ભારતીય રિઝર્વ બેંક (આરબીઆઈ)ના દિશાનિર્દેશો અનુસાર પ્રાથમિકતાવાળા ક્ષેત્ર અંતર્ગત લોન પ્રાપ્ત કરવાનો લાભ મળશે.સંશોધિત દિશાનિર્દેશો સાથે હવે છૂટક અને જથ્થાબંધ વેપારીઓને ઉદ્યોગ રજિસ્ટ્રેશન પોર્ટલ પર નોંધણી કરાવવાની અનુમતિ મળી રહેશે.

MSME

આ પણ વાંચોઃ G.G.Hospital: સગર્ભાઓના સ્વાસ્થ્યની કાળજી લઇ શકાય તે માટે જી. જી. હોસ્પિટલની જૂની કેન્ટીન ખાતે સોનોગ્રાફીની અલાયદી વ્યવસ્થાનું નિર્માણ કરાયું