Shah PM birla meet sonia gandhi

Shah-PM-birla meet sonia gandhi: લોકસભાની કાર્યવાહી બાદ ઓમ બિરલા, પીએમ મોદી, અમિત શાહની સોનિયા ગાંધી સાથે બેઠક યોજાઇ- વાંચો વિગત

Shah-PM-birla meet sonia gandhi: સોનિયા ગાંધી અને કોંગ્રેસના નેતા અધીરરંજન ચૌધરી પણ સ્પીકરને મળવા પહોંચ્યા. આ ઉપરાંત તૃણમૂલ કોંગ્રેસ, અકાલી દળ, વાયએસઆરસીપી, બીજુ જનતાદળ સહિત ઘણા વિપક્ષી નેતા પણ સ્પીકર બિરલાને મળવા પહોંચ્યા.

નવી દિલ્હી, 12 ઓગષ્ટઃ Shah-PM-birla meet sonia gandhi: ચોમાસુ સત્ર માટે લોકસભાની બેઠક બુધવારે અનિશ્ચિત સમયગાળા માટે સ્થગિત કરી દેવાઈ છે. પેગાસસ જાસૂસી મામલા, ત્રણ કેન્દ્રીય કૃષિ કાયદા પરત ખેંચવાની માંગ સાથે અન્ય મુદ્દાઓ પર વિપક્ષના શોરબકોરના લીધે પૂરા સત્ર દરમિયાન ગૃહમાં કામકાજ અવરોધાયેલું રહ્યું. ફક્ત 22 ટકા જ કામકાજ થયું. 

લોકસભાની કાર્યવાહી સ્થગિત થયા પછી વડાપ્રધાન નરેન્દ્ર મોદી અને અમિત શાહ લોકસભા અધ્યક્ષ ઓમ બિરલાને મળ્યા. સોનિયા ગાંધી અને કોંગ્રેસના નેતા અધીરરંજન ચૌધરી પણ સ્પીકરને મળવા પહોંચ્યા. આ ઉપરાંત તૃણમૂલ કોંગ્રેસ, અકાલી દળ, વાયએસઆરસીપી, બીજુ જનતાદળ સહિત ઘણા વિપક્ષી નેતા પણ સ્પીકર બિરલાને મળવા પહોંચ્યા. 

આ પણ વાંચોઃ ATM without cash: નવો નિયમ, જો હવે એટીએમ કેશ વગરના હશે તો RBI બેન્કોને દંડ ફટકારશે- વાંચો વિગત

લોકસભા અધ્યક્ષે બધા દળોના નેતાઓને આગ્રહ કર્યો કે ભવિષ્યમાં ગૃહમાં ચર્ચા અને સંવાદને પ્રોત્સાહિત કરે. તેમણે જણાવ્યું હતું કે ચર્ચા અને સંવાદથી જ જનકલ્યાણ થશે. તેના દ્વારા પ્રજાની તકલીફો દૂર થઈ શકે છે. 

તેમણે જણાવ્યું હતું કે કામકાજના કુલ 96 કલાકમાંથી 74 કલાક કામ ન થયું. ફક્ત 22 ટકા જ કામ થયું. આ સત્રમાં બંધારણના 127મા સંશોધન સાથે કુલ 20 ખરડા પસાર કરાવવામાં આવ્યા. ચાર નવા સભ્યોએ શપથ લીધા. તેમણે જણાવ્યું હતું કે ચોમાસુ સત્ર દરમિયાન 66  સવાલો ઉઠાવવામાં આવ્યા અને સભ્યોએ નિયમ 377 અને 331 હેઠળ મામલા ઉઠાવ્યા. 

આ પણ વાંચોઃ Corona case: અમેરિકામાં એક અઠવાડિયામાં 94 હજાર બાળકોને કોરોના સંક્રમિત, તો કેનેડાએ ભારતથી આવતી સીધી ફલાઇટ પરનો પ્રતિબંધ લંબાવ્યો

આ દરમિયાન જુદી-જુદી સ્થાયી સમિતિઓએ 60 પ્રતિનિવેદન રજૂ કર્યા. 22 પ્રધાનોએ નિવેદન કર્યા અને મોટી સંખ્યામાં પત્રો સભાપટલ પર રાખવામાં આવ્યા.

Whatsapp Join Banner Guj