Holi speshal train

Holi Special Train: પશ્ચિમ રેલવે અમદાવાદ અને દાનાપુર વચ્ચે હોળી સ્પેશિયલ ટ્રેન દોડાવશે

whatsapp banner

અમદાવાદ, 19 માર્ચ: Holi Special Train: આગામી હોળીના તહેવારને ધ્યાનમાં રાખીને પશ્ચિમ રેલવેએ મુસાફરોની માંગ અને સુવિધાને ધ્યાનમાં રાખીને અમદાવાદ અને દાનાપુર વચ્ચે હોળી સ્પેશિયલ ટ્રેનની બે ટ્રીપ ખાસ ભાડામાં ચલાવવાનો નિર્ણય કર્યો છે. જેની વિગતો નીચે મુજબ છે.

ટ્રેન નંબર 09403/09404 અમદાવાદ-દાનાપુર-અમદાવાદ સ્પેશિયલ (બે ટ્રીપ)

ટ્રેન નંબર 09403 અમદાવાદ-દાનાપુર સ્પેશિયલ અમદાવાદથી રવિવાર, 24 માર્ચ, 2024 ના રોજ સવારે 07:20 વાગ્યે ઉપડશે અને બીજા દિવસે 19:30 વાગ્યે દાનાપુર પહોંચશે. તેવી જ રીતે ટ્રેન નંબર 09404 દાનાપુર-અમદાવાદ સ્પેશિયલ ટ્રેન સોમવારે, 25 માર્ચ, 2024 ના રોજ દાનાપુરથી 22:30 કલાકે ઉપડશે અને ત્રીજા દિવસે સવારે 10:15 કલાકે અમદાવાદ પહોંચશે.

આ આપણ વાંચો:- Congress And AAP MLA join BJP: ગુજરાતમાં ભાજપમાં ભરતી મેળો, કોંગ્રેસ અને આપના કાર્યકર્તાઓએ કેસરીયા કર્યા ધારણ- વાંચો વિગત

બંને દિશામાં આ ટ્રેન આણંદ, વડોદરા, ભરૂચ, સુરત, ઉધના, ચલથાણ, બારડોલી, નંદુરબાર, ભુસાવલ, ખંડવા, ઈટારસી, જબલપુર, કટની, માણિકપુર, પ્રયાગરાજ છિવકી, પંડિત દીનદયાળ ઉપાધ્યાય જંકશન, બક્સર અને આરા સ્ટેશનો પર રોકાશે. આ ટ્રેનમાં સેકન્ડ એસી, થર્ડ એસી, સ્લીપર ક્લાસ અને જનરલ ક્લાસ કોચ હશે.

ટ્રેન નંબર 09403નું બુકિંગ તમામ પેસેન્જર આરક્ષણ કેન્દ્રો અને આઈ આર સી ટી સી વેબસાઇટ પર ખુલ્લું છે.ટ્રેનના સંચાલન સમય, સ્ટોપેજ અને સંરચના વિશે વિગતવાર માહિતી માટે, મુસાફરો www.enquiry.indianrail.gov.in ની મુલાકાત લઈ શકે છે.

દેશ કી આવજના સમાચાર ફેસબુક પર મેળવવા માટે ફેસબુક પેજ લાઈક કરો