amla

Health Benefits of Amla: શિયાળામાં આ રીતે કરો આમળાનું સેવન, રોગપ્રતિકારક શક્તિ રહેશે મજબૂત

Health Benefits of Amla: આમળામાં વિટામિન-સી ઉપરાંત ફાઈબર, એન્ટી-ઓક્સીડેન્ટ અને બળતરા વિરોધી ગુણો પણ જોવા મળે છે.

હેલ્થ ડેસ્ક, ૧૦ નવેમ્બર: Health Benefits of Amla: શિયાળામાં આમળાનું સેવન ખૂબ જ સારું માનવામાં આવે છે. ઔષધીય ગુણોથી ભરપૂર આ ફળ રોગપ્રતિકારક શક્તિને મજબૂત કરવામાં મદદરૂપ છે. આ સાથે તેનું સેવન કરવાથી શરદી અને ઉધરસ સહિત અનેક ગંભીર બીમારીઓથી બચવામાં મદદ મળે છે. આમળા નો સ્વાદ ખાટો અને હળવો કઠોર હોય છે. આ જ કારણ છે કે ઘણા લોકો તેને કાચું ખાવાનું પસંદ કરતા નથી. જો તમને પણ તેનો સ્વાદ ન ગમતો હોય તો તમે તેનો મુરબ્બો, અથાણું, ચટણી કે જામ બનાવીને ખાઈ શકો છો.

Health Benefits of Amla: આમળામાં વિટામિન-સી ઉપરાંત ફાઈબર, એન્ટી-ઓક્સીડેન્ટ અને બળતરા વિરોધી ગુણો પણ જોવા મળે છે. શિયાળામાં ઘણા લોકો કબજિયાતની સમસ્યાથી પરેશાન રહે છે. આમળામાં ભરપૂર માત્રામાં ફાઈબર હોવાથી તે પાચન સંબંધી રોગોને દૂર કરવામાં મદદ કરે છે. આ સિવાય તે થાઈરોઈડ, આંખોની રોશની સુધારવા અને વજન ઘટાડવામાં પણ મદદરૂપ છે. ચાલો જાણીએ તેના સ્વાસ્થ્ય લાભો અને કઈ રીતે તમે આમળાનું સેવન કરી શકો છો.

કાચા આમળા

શિયાળામાં દરરોજ 1 થી 2 કાચા આમળા ખાવાથી સ્વાસ્થ્ય માટે ઘણી રીતે ફાયદાકારક સાબિત થઈ શકે છે.

રસ

સવારે ખાલી પેટ ગરમ પાણી સાથે આમળાનો રસ પીવાથી પાચન સંબંધી સમસ્યાઓ દૂર રહે છે.

આમળાની ચટણી

શિયાળામાં મસાલેદાર આમળાની ચટણી ખાવાનો એક અલગ જ આનંદ છે. તેનાથી શરીરની ઉર્જા વધી શકે છે. ધ્યાનમાં રાખો કે જો તમને કોઈ ખાસ પ્રકારની સમસ્યા હોય તો તેનું સેવન કરતા પહેલા ડાયટિશિયનની સલાહ ચોક્કસ લો.

પાવડર

તમે 1 ચમચી આમળા પાવડર 1 ચમચી મધ અથવા ગરમ પાણી સાથે સવારે ખાલી પેટ લઈ શકો છો. આનાથી રોગપ્રતિકારક શક્તિ મજબૂત થશે. તેમજ વાળ કાળા રહેશે અને આંખોની રોશની પણ સારી રહેશે.

આમળા મુરબ્બા અને અથાણું

આ શિયાળામાં તમે બજારમાંથી તાજા આમળા લઈને આમળાના મુરબ્બા અથવા અથાણું બનાવી શકો છો. તેને સંગ્રહિત કરી ખાઈ શકાય છે. તે ત્વચા માટે ફાયદાકારક છે.

આ પણ વાંચો…Jamnagar womens cooperative bank: જામનગરની મહિલા સહકારી બેકની વધુ એક શાખા નું ઉદ્ઘાટન કરતા સાંસદ પૂનમબેન માડમ

Whatsapp Join Banner Guj