stock market

Stock exchange: સ્ટોક એક્સચેન્જ આ તારીખથી શરૂ કરશે તબક્કાવાર T+1 સેટલમેન્ટ; જાણો નવી વ્યવસ્થાથી રોકાણકારોને શું ફાયદો થશે

Stock exchange: દેશનાં સ્ટૉક એક્સચેન્જોએ T+1 સેટલમેન્ટ સાઇકલનો અમલ આગામી 25 ફેબ્રુઆરીથી તબક્કા વાર કરવાનો નિર્ણય લીધો છે.

બિઝનેસ ડેસ્ક: ૧૦ નવેમ્બર: Stock exchange: સ્ટૉક એક્સચેન્જો તથા માર્કેટની માળખાકીય સુવિધાઓ પૂરી પાડનારી સંસ્થાઓએ સંયુક્ત નિવેદનમાં કહ્યું છે કે નવી સેટલમેન્ટ સાઇકલનો અમલ 25 ફેબ્રુઆરીથી તળિયાની 100 કંપનીઓ માટે શરૂ થશે.

T+1નો અર્થ છે કે એક્સચેન્જમાં સોદો થયાના 1 દિવસની અંદર એની પતાવટ કરવાની રહેશે. હાલ એક્સચેન્જોમાં T+2 ધોરણે પતાવટ થાય છે.  

Stock exchange: T+1 સેટલમેન્ટ વ્યવસ્થામાં ડીમેટ ખાતામાં બીજા જ દિવસે શેર જમા થઈ જશે. જ્યારે શેર વેચનારના ખાતામાં પણ બીજા દિવસે સાંજ સુધીમાં પૈસા જમા થઈ જશે. T+1 વ્યવસ્થાને પગલે બજારમાં તરલતા વધશે.

આ ફેરફારને કારણે ભારત 2022 સુધીમાં સંપૂર્ણપણે T+1 સાયકલમાં સ્થાનાંતરિત કરનાર દેશોમાંથી એક દેશ બની જશે.

ઉલ્લેખનીય છે કે સેબીએ સપ્ટેમ્બરમાં જ શેર બજારોને 1,જાન્યુઆરી 2022થી ઈક્વિટી સેગ્મેન્ટમાં ઉપલબ્ધ કોઈપણ સિક્યુરિટીઝમાં ટી પ્લસ વન સેટલમેન્ટ સાઈકલ દાખલ કરવાની પરવાનગી આપી હતી.

આ પણ વાંચો…Province officer arrested: પ્રાંત અધિકારી કે પ્રેમ અધિકારી…? આખરે થઇ અટકાયત

Whatsapp Join Banner Guj