Mix match of covishield

Mix match of covishield covaxin: કોવિશિલ્ડ અને કોવેક્સિનનો મિક્સ ડોઝ ચાર ગણો વધુ અસરકારક, હૈદરાબાદની એશિયન ઈન્સ્ટિટયૂટનું સંશોધન

Mix match of covishield covaxin: બે અલગ અલગ પ્રકારની વેક્સિન શરીરમાં કેવી અસર કરે છે તેના પર થયેલા સંશોધનોમાં જણાયું હતું કે મિક્સ વેક્સિન શરીરમાં ધારણાં કરતાં વધારે સારું પરિણામ આપે છે

નવી દિલ્હી, 04 જાન્યુઆરીઃ Mix match of covishield covaxin: બે અલગ અલગ વેક્સિન શરીરમાં આડઅસર કરતી નથી, પરંતુ તેનાથી વિપરીત તે વધારે સારું પરિણામ આપે છે. એનાથી એન્ટીબોડી બનવાનું પ્રમાણ ઝડપી થાય છે અને તે ચાર ગણી અસરકારક સાબિત થઈ શકે છે.


હૈદરાબાદની એશિયન ઈન્સ્ટિટયૂટના સંશોધકોએ એક મહત્વનું સંશોધન હાથ ધર્યું હતું. બે અલગ અલગ પ્રકારની વેક્સિન શરીરમાં કેવી અસર કરે છે તેના પર થયેલા સંશોધનોમાં જણાયું હતું કે મિક્સ વેક્સિન શરીરમાં ધારણાં કરતાં વધારે સારું પરિણામ આપે છે. કોવિશિલ્ડ અને કોવેક્સિનના અલગ અલગ ડોઝ લેવાથી શરીરમાં કોરોના સામે લડવાની ચાર ગણી શક્તિ આવે છે.

આ પણ વાંચોઃ Schools and colleges closed: કોરોનાના નવા વેરિયન્ટે ચિંતા વધારી, દિલ્હી, હરિયાણા સહિતના 7 રાજ્યોમાં સ્કૂલ-કોલેજ બંધ
સંશોધકોના તારણ પ્રમાણે શરીરમાં એન્ટીબોડી બનવાનું પ્રમાણ ઝડપી થાય છે અને તેનાથી ચાર ગણા અસરકારક એન્ટીબોડી બને છે. પ્રયોગ દરમિયાન નોંધાયું હતું કે એક જ વેક્સિનના બે ડોઝ લેનારાની સરખામણીએ બે અલગ અલગ વેક્સિનના એક એક ડોઝ લેનારાના શરીરમાં એન્ટીબોડીનું પ્રમાણ ઘણું નોંધપાત્ર રીતે વધારે જોવા મળ્યું હતું.

જેમને કોરોના થયો ન હતો એવા ૩૩૦ વેક્સિન લેનારા લોકોના સેમ્પલનો અભ્યાસ કરવામાં આવ્યો હતો. આ લોકોને કુલ ચાર ગુ્રપમાં વહેચી દેવાયા હતા. એક ગુ્રપને કોવિશિલ્ડના બંને ડોઝ અપાયા હતા. બીજા ગુ્રપને કોવેક્સિનના બંને ડોઝ અપાયા હતા. ત્રીજા ગુ્રપને પહેલો ડોઝ કોવિશિલ્ડનો અને બીજો ડોઝ કોવેક્સિનનો અપાયો હતો. ચોથા ગુ્રપને પહેલો ડોઝ કોવેક્સિનનો અને બીજો ડોઝ કોવિશિલ્ડનો અપાયો હતો અને ત્યારબાદ તેમના સેમ્પલનું પરીક્ષણ કરાયું હતું.

Whatsapp Join Banner Guj