108 ambulance junagadh

Junagadh-108: જૂનાગઢ -108 ની ટીમ દ્વારા આરોગ્ય સેવા વધુ સુદ્રઢ બનાવવાનાા સંકલ્પ સાથે નવા વર્ષની ઉજવણી

Junagadh-108: 108ની ટીમ તથા 1962 કરૂણા એમ્બ્યુલન્સ સ્ટાફ દ્વારા કરાઈ અનોખી ઉજવણી

અહેવાલ: સાગર ઠાકર
જૂનાગઢ, ૦૪ જાન્યુઆરીઃ
Junagadh-108: જૂનાગઢ 108 ની ટીમ તથા પ્રાણીઓની સારવાર કરતી 1962 કરૂણા હેલ્પલાઈનની ટીમ દ્વારા નવા વર્ષની અનોખી રીતે ઉજવણી કરવામાં આવી હતી. આ અંગે જૂનાગઢ 108ના જીલ્લા અધિકારી વિશ્રૃત જોષીએ જણાવ્યું કે નૂતનવર્ષ 2022 ના નવા સંકલ્પો સાથે T 43 જૂનાગઢ 108 MHU અને 1962 કરુણા એમ્બ્યુલન્સ સ્ટાફ દ્વારા આરોગ્ય સેવાને વધુ સુદ્રઢ બનાવવા સૌએ સંકલ્પ લીધા હતા.

આ તકે જીલ્લા ટીબી ઓફીસર ડો. ચંદ્રેશ વ્યાસે હાલની કોરોના મહામારીમાં કઈ રીતે વધુ ઝડપથી સારી સેવા આપી શકાય તેનું માર્ગદર્શન આપ્યું હતું. કાર્યક્રમમાં જૂનાગઢ 108 ના (Junagadh-108) પ્રોગ્રામ મેનેજર જયેશ કારેણા, જીલ્લા અધિકારી વિશ્રૃત જોષી, ધનવંતરી ઓફીસર સમીર રાવલ, કરૂણા એનિમલ એમ્બ્યુલન્સના પ્રોજેક્ટ કોર્ડીનેટર મિલન જાની સહીતના તમામ ઈએમટી અને પાયલોટ સહીતનો સ્ટાફ ઉપસ્થિત રહ્યો હતો.

આ પણ વાંચો…Schools and colleges closed: કોરોનાના નવા વેરિયન્ટે ચિંતા વધારી, દિલ્હી, હરિયાણા સહિતના 7 રાજ્યોમાં સ્કૂલ-કોલેજ બંધ

Whatsapp Join Banner Guj