Sugarcane Juice

Sugarcane Juice: ગરમીમાં શેરડીનો રસ છે સ્વાસ્થ્ય માટે લાભદાયી, પરંતુ જાણો તેને રસ પીવાની યોગ્ય રીત

Sugarcane Juice: શેરડીના રસમાં કોલેસ્ટ્રોલ અને સોડિયમ હોતું નથી. જેના કારણે તે કિડની માટે પણ હેલ્ધી છે

whatsapp banner

હેલ્થ ડેસ્ક, 21 માર્ચઃ Sugarcane Juice: ઉનાળાની શરુઆત થઇ ગઇ છે. ગરમી શરુ થવાની સાથે જ ઠેર ઠેર શેરડીનો રસ વેચાવાનો શરુ થઇ જાય છે. શેરડીનો રસ સંપૂર્ણપણે સ્વદેશી પીણું છે. તેને પીવાના ઘણા ફાયદા છે. પરંતુ જ્યારે પણ શેરડીનો રસ પીવો ત્યારે કેટલીક બાબતોનું ધ્યાન રાખો.

  • શેરડીના રસમાં ફાઈબરનું પ્રમાણ 13 ગ્રામ જેટલું હોય છે. તેમાં 183 કેલરી અને 50 ગ્રામ ખાંડ હોય છે. જો તમે ઉનાળામાં પોતાને ઠંડુ રાખવા માટે કોઈ ડ્રિંક પીવા માંગતા હોવ તો શેરડીનો રસ શ્રેષ્ઠ વિકલ્પ છે. તેના ઘણા ગુણો તેને શ્રેષ્ઠ પીણું બનાવે છે.

આ પણ વાંચોઃ IPL 2024 New Rule: આવતી કાલથી આઈપીએલની 17મી સિઝન શરૂ, BCCIએ લાગુ કર્યો નવો નિયમ

  • શેરડીના રસમાં રહેલા ઈલેક્ટ્રોલાઈટ્સ પોટેશિયમ છે. તેથી શેરડીનો રસ પીવાથી શરીર હાઇડ્રેટ થાય છે. શેરડીના રસનો ઉપયોગ સ્પોર્ટ્સ ડ્રિંક તરીકે કરી શકાય છે. કસરત કર્યા પછી થાક દૂર કરવા શેરડીનો રસ પી શકાય છે. તે શરીરમાં બ્લડ શુગર લેવલને વધારે છે. જેના કારણે સ્નાયુઓમાં ઉર્જા પુનઃસ્થાપિત થાય છે.
  • શેરડીના રસમાં પોટેશિયમ હોય છે અને તે શરીરમાં ઈલેક્ટ્રોલાઈટ્સ જાળવી રાખે છે. જે લીવરને યોગ્ય રીતે કામ કરવામાં મદદ કરે છે. કમળાના કિસ્સામાં શેરડીનો રસ પીવાની સલાહ આપવામાં આવે છે.
  • શેરડીના રસમાં કોલેસ્ટ્રોલ અને સોડિયમ હોતું નથી. જેના કારણે તે કિડની માટે પણ હેલ્ધી છે. આને પીવાથી કીડની મજબૂત બને છે. તે પેશાબ પસાર કરવામાં મદદ કરે છે.
  • શેરડીના રસમાં થોડી માત્રામાં ફાઈબર હોય છે. શરીરને હાઇડ્રેટ પણ રાખે છે. જેના કારણે શરીરમાં પાણી અને ઈલેક્ટ્રોલાઈટ્સની કમી નથી રહેતી અને કબજિયાતની સમસ્યા પરેશાન થતી નથી.
  • શેરડીનો રસ પ્રક્રિયા વગરનો હોય છે અને તેમાં ફેનોલિક અને ફ્લેવોનોઈડ એન્ટીઓક્સીડેન્ટ હોય છે. જેના કારણે તે હેલ્ધી ડ્રિંક છે અને તેને પીવાથી કેન્સરથી પણ રક્ષણ મળે છે.

શેરડીનો રસ પીવાની યોગ્ય રીત

  • સેલિબ્રિટી ન્યુટ્રિશનિસ્ટ રૂજુતા દિવાકર કહે છે કે શેરડીનો રસ પીવાનો યોગ્ય સમય બપોરનો છે. બપોરે તેને પીવું સારું નથી.
  • શેરડીનો તાજો રસ હંમેશા પીવો.
  • શેરડીના રસમાં થોડો આદુનો રસ અને નારિયેળ પાણી મિક્સ કરીને પીવાથી તે ડિટોક્સ ડ્રિંકનું કામ કરે છે.

આ પણ વાંચોઃ Neuralink Chip: અદ્ભુત ! દિમાગમાં લગાવેલી ચિપે લકવાગ્રસ્ત વ્યક્તિને આપ્યુ નવુ જીવન- જુઓ વીડિયો

દેશ કી આવજના સમાચાર ફેસબુક પર મેળવવા માટે ફેસબુક પેજ લાઈક કરો