હવે તો હદ થઇ: આ રાજ્યમાં કોરોનાના કહેર સામે રક્ષણ મેળવવા `કોરોના દેવી'(Corona devi)ની મંદિરમાં કરવામાં આવી સ્થાપ્ના,રોજ થાય છે પૂજા- જુઓ વીડિયો

જાણવા જેવુ, 20 મેઃ કોરોનાનો કહેર આખા દેશમાં વરસી રહ્યો છે. કોરોનાના કારણે રોજ લોકોની મોત થઇ રહી છે. તેવામાં દેશના એક રાજ્યના લોકો કોરોનાને દેવી બનાવીને તેની પૂજા કરે છે. જી, હાં કોઈમ્બતુરમાં કમતચિપુરી મંદિરમાં ‘કોરોના દેવી’(Corona devi)ની સ્થાપના કરી છે. મંદિરમાં પૂજારીઓ 48 દિવસ સુધી આ કોરોના દેવીની પૂજા કરીને દેશમાંથી કોરોના વાઈરસનો નાશ કરવાની પ્રાર્થના કરશે.

કોરોના દેવી(Corona devi)ની મૂર્તિ કાળા પથ્થરમાંથી બનેલી છે. તેની ઉંચાઇ 1.5 ફૂટ છે. મંદિરના મેનેજમેન્ટનું માનવું છે કે આ દેવી બધાનું રક્ષણ કરશે. સ્પેશિયલ પૂજાનું ફળ ચોક્કસ મળશે. કોરોના વાઈરસની બીજી લહેર અત્યંત ઘાતક બની રહી છે. દેશમાં ઓક્સિજન, ICU બેડ, દવા અને વેક્સિન આ બધાની અછત વર્તાય રહી છે. ઘણા લોકોએ અંધશ્રદ્ધાનો આશરો લીધો છે તો ઘણા લોકો હવન કરાવી રહ્યા છે તો ઘણા લોકો ઉપવાસ કરી રહ્યા છે.

Corona devi

મંદિરના મેનેજર આનંદ ભારતીએ ન્યૂઝ એજન્સી ઇન્ડિયન એક્સપ્રેસ સાથે વાતચીત દરમિયાન જણાવ્યું કે, કોરોના વાઈરસથી લોકોને બચાવવા માટે અમે આ મૂર્તિ(Corona devi)ની સ્થાપના કરી છે. રોજ અનેક લોકો સંક્રમિત થઇ રહ્યા છે. અમારા ગુરુજીએ સપનામાં આવીને અમને આ કામ કરવા કહ્યું. મંગળવારે મૂર્તિની સ્થાપના થઇ અને બુધવારથી અમે પૂજા કરવાનું શરુ કર્યું. નોંધનીય છે કે, તમિલનાડુમાં બુધવારે 34,875 કોરોના કેસ નોંધાયા છે. રાજ્યમાં કુલ આંકડો 16,99,225ને પહોંચી ગયો છે. કોરોનાને લીધે તમિલનાડુમાં 18,734 લોકોએ જીવ ગુમાવ્યો છે.

ADVT Dental Titanium

આ પણ વાંચો….

વડાપ્રધાને(PM Modi) આ રાજ્યોના જિલ્લા અધિકારીઓ સાથે કરી વાત, કહ્યું- વાયરસ સામે લડત માટે ઈનોવેશન ખુબ જરૂરી છે, જાણો વધુમાં શું કહ્યું પીએમ મોદીએ…