kuber pedi village

kuber pedi village: એક એવુ ગામ જેમાં લોકો જમીનની અંદર બનાવે છે ઘર…! જાણો શું છે રહસ્ય

kuber pedi village: કુબર પેડીના આ ભૂગર્ભ મકાનોને ઉનાળામાં એસીની જરૂર હોતી નથી અથવા શિયાળામાં હીટરની જરૂર હોતી નથી

જાણવા જેવું, 12 નવેમ્બર: kuber pedi village: તમે જમીનની અંદર એટલે કે અંડરગ્રાઉન્ડ રુમ કે પાર્કિંગ વિશે સાંભળ્યું અને જોયું હશે. પરંતુ જાણીને આશ્ચર્ય થશે કે ધરતી પર એક એવુ ગામ છે જ્યાં લોકો જમીનની અંદર રહે છે. જી, હાં કૂબર પેડી નામના ગામમાં તમામ લોકો જમીનની અંદર રહે છે. આ ગામ દક્ષિણી ઓસ્ટ્રેલિયામાં આવેલું છે. આ ઘરોને બહારથી જોતા સાધારણ દેખાય છે. હકીકતમાં કૂબર પેડી વિસ્તારમાં ઓપલ(દુધિયા રંગનો પત્થર) ખૂબ જ જોવા મળે છે. તેથી કૂબર પેડીને દુનિયા ઓપલ રાજધાની તરીકે ઓળખે છે.

કુબર પેડી ગામ(kuber pedi village) રણપ્રદેશમાં આવેલું છે, જેના કારણે અહીં ઉનાળામાં તાપમાન ખૂબ જ વધારે હોય છે અને શિયાળામાં ખૂબ ઓછું હોય છે. આવી સ્થિતિમાં અહીં રહેતા લોકોને ઘણી મુશ્કેલીઓનો સામનો કરવો પડ્યો હતો.આ સમસ્યાથી છૂટકારો મેળવવા માટે, લોકો માઇનિંગ પછી બાકી રહેલી ખાલી ખાણોમાં રહેવા ગયા હતા.

આ પણ વાંચોઃ Rajendra trivedi statement: જાહેર રસ્તાઓમાં લટકાવી મટન વેચનારા સામે કાર્યવાહી બાબતે મહેસૂલ મંત્રી રાજેન્દ્ર ત્રિવેદીએ આપ્યુ મહત્વનું નિવેદન

કુબર પેડીના આ ભૂગર્ભ મકાનોને ઉનાળામાં એસીની જરૂર હોતી નથી અથવા શિયાળામાં હીટરની જરૂર હોતી નથી. આજની તારીખે અહીં આવા 1500 થી વધુ જમીનની અંદર મકાનો છે, જેમાં લોકો પોતાના પરિવાર સાથે રહે છે.

જમીનની અંદર બાંધેલા આ મકાનો બધી સુવિધાઓથી સજ્જ છે. આ ઘર એટલા આકર્ષક છે કે અહીં ઘણી હોલીવુડ ફિલ્મોનું શૂટિંગ પણ કરવામાં આવ્યું છે. જાણીતી ફિલ્મની વાત કરીએ તો વર્ષ 2000માં આવેલી ફિલ્મ ‘પિચ બ્લેક’ના શૂટિંગ પછી, પ્રોડક્શન દ્વારા ફિલ્મમાં વપરાતી સ્પેસશીપ છોડી દીધી, જે હવે પ્રવાસીઓના આકર્ષણનું કેન્દ્ર બની ગઈ છે. જેના કારણે અહીં ટુરિઝમનો પણ વિકાસ થયો છે.

Whatsapp Join Banner Guj