Rajendra trivedi statement

Rajendra trivedi statement: જાહેર રસ્તાઓમાં લટકાવી મટન વેચનારા સામે કાર્યવાહી બાબતે મહેસૂલ મંત્રી રાજેન્દ્ર ત્રિવેદીએ આપ્યુ મહત્વનું નિવેદન

Rajendra trivedi statement: રાજેન્દ્ર ત્રિવેદીએ જણાવ્યું કે,નોનવેજ અને વેજ તમામ લારીઓના દબાણ હટાવવા જ જોઈએ. નોનવેજ અને વેજની લારીના ધુમાડાથી લોકોને નુકસાન થાય છે. તેને હટાવવી જ જોઈએ.

રાજકોટ, 12 નવેમ્બરઃ Rajendra trivedi statement: રાજકોટ બાદ હવે વડોદરામાં મુખ્ય રસ્તાઓ અને જાહેરમાં લટકાવી મટન મચ્છી વેચનારા સામે કાર્યવાહી કરવા સ્થાયી સમિતિ અધ્યક્ષની સૂચના બાદ રાજ્યના મહેસૂલ મંત્રી રાજેન્દ્ર ત્રિવેદી(Rajendra trivedi statement)નું મોટું નિવેદન સામે આવ્યું છે. તેમણે જણાવ્યું હતું કે, ફૂટપાથ પર ધંધો કરવાનો કોઇનો પણ અધિકાર નથી.

ફૂટપાથ રાહદારીઓ માટે છે. એના પર હક ન જમાવવો જોઇએ. એ એક પ્રકારનું લેન્ડ ગ્રેબિંગ છે. એ જગ્યા પર વેજ કે, નોન વેજની લારી ન ઉભી રહી શકે. તેને ઉપાડી જ લેવી પડે. વેજ-નોનવેજ જાહેરમાં બનતુ હોય છે, જેના કારણે તેનો ધૂમાડો ઉડતો હોય છે. તે રાહદારીઓને આંખોમાં લાગતો હોય છે, તેને અટકાવવુ જ પડશે. હું આ નિર્ણય બદલ રાજકોટ અને વડોદરાના મેયરને અભિનંદન આપું છું. આ પહેલા કચ્છમાં એક કાર્યક્રમ દરમિયાન મહેસૂલ મંત્રી રાજેન્દ્ર ત્રિવેદીએ જણાવ્યું હતું કે, રાજ્યમાં રસ્તા પર લારી ઊભી ઈંડા અને નોન-વેજની લારીઓ ટેમ્પરરી લેન્ડ ગ્રેબિંગ સમાન છે.

આ પણ વાંચોઃ Baroda Museums Fee: બરોડા મ્યુઝિયમની ટિકિટનો ભાવ વધારતા કરવામાં આવતા લોકોમાં રોષ- જાણો નવો ભાવ

વડોદરા અને રાજકોટમાં જાહેરમાં ઈંડા અને નોનવેજની લારીઓને જાહેરમાં વેચાણ નહીં કરવા માટે મહાનગરપાલિકાના પગલાંની પ્રસંશા કરી હતી અને એના માટે સખત પગલાની હિમાયત પણ કરી હતી. મહેસૂલ મંત્રી રાજેન્દ્ર ત્રિવેદી(Rajendra trivedi statement) રસ્તામાં ઊભી રહેલી લારીઓ મામલે પોતાના નિવેદન પર અડગ છે. આજે વડોદરામાં એક કાર્યક્રમ દરમિયાન પણ તેમણે જણાવ્યું હતું કે, ફૂટપાથ પર ધંધો કરવાનો કોઈને પણ અધિકાર નથી. રોડ પર લારીનું દબાણએ લેન્ડ ગ્રેબિંગ સમાન છે. નોનવેજ અને વેજ તમામ લારીઓના દબાણ હટાવવા જ જોઈએ. નોનવેજ અને વેજની લારીના ધુમાડાથી લોકોને નુકસાન થાય છે. તેને હટાવવી જ જોઈએ.

રાજકોટ બાદ હવે વડોદરામાં મુખ્ય રસ્તાઓ અને જાહેરમાં લટકાવી મટન મચ્છી વેચનારા સામે કાર્યવાહી કરવા સ્થાયી સમિતિ અધ્યક્ષની સૂચના બાદ આજથી શહેરમાં 3 હજાર જેટલી નોનવેજ અને ઇંડાની લારીઓ સામે ડ્રાઇવ શરૂ કરવામાં આવી છે. જાહેરમાં નોન-વેજ લટકાવી શકાશે નહીં, તેને ઢાંકીને રાખવું પડશે. જો સૂચનાનો અમલ નહીં થાય તો લારી બંધ કરવા સુધીના પગલાં લેવાશે. પાલિકાના શુક્રવારથી ડ્રાઇવ શરૂ કરવાના દાવા વચ્ચે વાસ્તવિકતા એ છે કે, નોનવેજની કેટલી લારીઓ છે તેની પાલિકાને ખબર જ નથી. બીજી તરફ પાલિકા દ્વારા હવે શહેરના રાજમાર્ગો પર રોજ પાર્ક કરાતા વાહનો પાસેથી પાર્કિગનો ચાર્જ વસૂલવાની પણ કવાયત શરૂ કરવામાં આવી છે.

Whatsapp Join Banner Guj