Banner Puja Patel

National Anthem: શું આપણે રાષ્ટ્રગીતનું સમ્માન કરીએ છીએ?

National Anthem: હેલ્લો મિત્રો! આશા રાખું છું કે તમે સૌ કુશળ હશો! આજે હું દેશભક્તિનો લેખ લઈને આવી છું. શું આપણે ખરેખર દેશભક્ત છીએ? શું આઝાદી મળી ગઈ એટલે આપણામાં દેશભક્તિ આવી ગઈ? દેશભક્તિ આપણામાં રહેલી છે તે માત્ર આપણે બોલીએ જ છીએ કે તેને રોજિંદા જીવનમાં અમલ પણ કરીએ છીએ? આપણે કેટલાં દેશભક્ત છીએ?
હકીકતમાં આજનો મારો ટોપિક એ છે કે આપણે રાષ્ટ્રગીતનું સમ્માન કરીએ છીએ? રાષ્ટ્ર ગીત અને રાષ્ટ્ર ગાનનું સમ્માન કરવું એ આપણાં સૌની ફરજ છે જે આપણા સૌ દ્વારા નિભાવવામાં નથી આવી રહી! રાષ્ટ્રગીત “જન ગણ મન” કે જે રવીન્દ્રનાથ ટાગોર દ્વારા લખવામાં આવેલું છે તે અને રાષ્ટ્રગાન “વંદે માતરમ્” કે જે બંકીમચંદ્ર ચટ્ટોપાધ્યાય દ્વારા લખવામાં આવેલું છે તે આપણને કેટલું આવડે છે? આજે અમુક લોકો એવા પણ છે આપણાં દેશમાં કે જેને રાષ્ટ્ર ગીત કે રાષ્ટ્રગાન પણ પુરું નહીં આવડતું હોય!
આપણો ભારત દેશ એક લોકશાહી દેશ છે કે જ્યાં લોકતંત્ર જળવાયેલું છે. ત્યાં દરેક દેશવાસીઓની ફરજ બને છે કે તેઓએ રાષ્ટ્રચિન્હોનું સમ્માન કરવું જ જોઈએ! એવો નિયમ છે કે જ્યારે પણ આપણે રાષ્ટ્રગીત સાંભળીએ ત્યારે આપણે સાવધાન અવસ્થવામાં ઊભા રહેવાનું હોય છે. આ નિયમ આજે માત્ર શાળાઓમાં જ કડકાઈથી અમલ કરવામાં આવે છે એવું જ નથી આ નિયમ શાળા સિવાય માત્ર અમુક જ જગ્યાએ અમલમાં મુકવામાં આવે છે.
સિનેમાઘરોમાં ફિલ્મ શરૂ થાય તે પહેલાં રાષ્ટ્રગીત “જન ગણ મન” વગાડવામાં આવે કે તરત જ બધાં લોકો પોતાની જગ્યા પરથી ઊભા રહી જતાં હોય છે એ સમયે તેઓ પોતાની ફરજ માને છે! જ્યારે કોઈ મંત્રી કે નેતા કોઈ ભાષણ આપી રહ્યાં હોય અને રાષ્ટ્ર માટે કોઈ ચર્ચા થતી હોય કે જેને લાઈવ ટીવી પર બતાવવામાં આવતી હોય છે તેમાં પણ અંતે જો રાષ્ટ્રગીત ગાવામાં આવે તો લોકો તેનું સમ્માન કરવા માટે સાવધાન થઈ ઊભા રહેતા હોય છે.
આપણે જ્યાં ફરજિયાત કોઈ જોઈ જશે કે આપણે સાવધાન અવસ્થામાં નથી ઊભા તો શું કહેશે? એ દર માત્રથી આપણે ઊભા રહીએ છીએ. પરંતુ જ્યારે આપણે ચાલતાં કોઈ શાળા પાસેથી પસાર થતાં હોઈએ અથવા કોર્પોરેટ કંપનીઓ જો એક શાળાની નજીક બનાવવામાં આવી હોય; જ્યારે ત્યાં સવારે અને બપોરે એક એક વાર રાષ્ટ્રગીત વગાડવામાં આવતું હોય છે ત્યારે શું આપણે તે ૫૨ સેકન્ડ માટે સાવધાન ઊભા રહીએ છીએ? ત્યારે કોઈને કશી પડી જ નથી હોતી. આપણે પસાર થતાં હોઈશું તો પણ નીકળી જ જઈશું! કોર્પોરેટ કંપનીઓમાં જ્યારે આપણે કોઈ નોકરિયાત કે કંપનીનાં માલિક બનીને બેસેલા હશું તો એ સમયે આપણી પાસે ઊભા રહેવાનો સમય નહીં હોય! (જ્યાં અમલ નથી થતો ત્યાં જ આ વાત લાગુ પડે છે!)
આપણે ખરેખર દેશભક્ત નથી! આપણે રાષ્ટ્રગીતનું સમ્માન દીલથી નથી કરતાં! આપણે આપણાં દેશમાં તો રહીએ છીએ પરંતુ આપણે ખરેખર દેશભક્ત નથી! “મેરા ભારત મહાન” બોલીને કે પછી ઓગસ્ટ મહિનામાં અને જાન્યુઆરી મહિનામાં પોતાનું સોશિયલ મીડિયા એકાઉન્ટ ત્રિરંગી કલરથી મઢી દઈશું એનાથી દેશભક્તિ સાબિત નહીં થાય! દેશભક્તિ આપણે આપણાં દેશ પ્રત્યે કેટલી ફરજો અદા કરિએ છીએ તેનાથી સાબિત થશે! અને તે જરૂરી છે માત્ર ને માત્ર આપણી માટે! બીજાને બતાવી દેવા માટે નહી!
આ સાથે, હું મારી કલમને વિરામ આપું છું, મળીશ હું નવા ટોપિક અને નવાં લેખ સાથે ખૂબ જ જલ્દી! ✍🏻પૂજા અનિલકુમાર પટેલ (ચીકી)

નોંધ: આ લેખ લેખકના પોતાના અભિપ્રાય પર આધારિત છે।

આ પણ વાંચો:- Biodata: શું ખરેખર એક બાયોડેટા કાફી છે લગ્ન કરવા માટે?

Gujarati banner 01
દેશ કી આવજના સમાચાર ફેસબુક પર મેળવવા માટે ફેસબુક પેજ લાઈક કરો