world reqord

આ મહિલાએ એક- બે નહીં, પણ 10 બાળકોને જન્મ આપીને બનાવ્યો વર્લ્ડ રેકોર્ડ(world record), વાંચો સંપૂર્ણ અહેવાલ

સાઉથ ઓફ્રિકામાં મહિલાએ એકસાથે 10 બાળકોને જન્મ આપી બનાવ્યો નવો વર્લ્ડ રેકોર્ડ(world record)

જાણવા જેવુ, 09 જૂનઃworld record: મહિલા માટે ડિલિવરીના સમયે એકસાથે 3થી 3 બાળકોનો જન્મ આપવો સામાન્ય બાબત બની ગઈ છે, પરંતુ શું તમે ક્યારેય સાંભળ્યું છે કે કોઈ મહિલાએ એકસાથે 10 બાળકોને જન્મ આપ્યો હોય? હકીકતમાં સાઉથ ઓફ્રિકામાં આવો જ એક કિસ્સો પ્રકાશમાં આવ્યો છે. અહીં એક મહિલાએ એકસાથે 10 બાળકોને જન્મ આપી નવો વર્લ્ડ રેકોર્ડ બનાવ્યો છે.

world record

ગત મહિને એક જ પ્રેગ્નેન્સીથી સૌથી વધુ બાળકોને જન્મ આપવાનો રેકોર્ડ(world record) મોરોક્કોની માલિની હલીમા સીસી નામની મહિલા દ્વારા બનાવવામાં આવ્યો હતો. તેણે 9 બાળકોને જન્મ આપીને ગિનીસ બુક ઓફ વર્લ્ડ રેકોર્ડ્ઝ(world record)માં પોતાનું નામ નોંધાવ્યું,. પરંતુ હવે આ રેકોર્ડ એક જ મહિનામાં તૂટી ગયો.

મીડિયા રિપોર્ટ અનુસાર, 7 જૂનના રોજ ગોસિયામી થમારા સિટહોલ નામની 37 વર્ષીય મહિલાને 10 બાળકોને જન્મ આપવા ઓપરેશન કરાવવું પડ્યું હતું. મહિલાએ સાત છોકરા અને ત્રણ છોકરીઓને જન્મ આપ્યો. પ્રેગ્નેન્સીની તપાસ દરમિયાન ડૉક્ટરે તેને 6 બાળકો હોવાની વાત કરી હતી.

આફ્રિકી મીડિયાના અનુસાર, સિટહોલના પતિને આઠ બાળકોના જન્મની અપેક્ષા હતી. તપાસ દરમિયાન બે બાળકો હોવાની ખબર ના પડી. તેણે જણાવ્યું હતું કે તે કદાચ બીજી ટ્યૂબમાં ફસાઈ ગયાં હતાં. દંપતી તેમનાં 10 બાળકોના જન્મ આપીને ઘણું ખુશ છે. પરિવારમાં ખુશીનો માહોલ છે.

એકસાથે 10 બાળકોને જન્મ આપવાનું ગોસિયામી થમારા સિટહોલ માટે સરળ નહોતું. ઓપરેશન દરમિયાન ડૉક્ટરે ઘણી સાવધાની સાથે કામ કર્યું અને તમામ બાળકોને બચાવવામાં સફળ રહ્યા. સિટહોલે સ્થાનિક મીડિયાને જણાવ્યું હતું કે ‘તે પોતાની પ્રેગ્નેન્સીને લઈને ટેન્શનમાં હતી.’

સિટહોલે જણાવ્યું હતું કે તે ઘણી બીમાર થઈ ગઈ હતી. તેના માટે આ સમય ઘણો મુશ્કેલ હતો. અત્યારે પણ મુશ્કેલી થઈ રહી છે, પરંતુ હવે તેણે તેની આદત પડી ગઈ છે. સિટહોલે જણાવ્યું હતું કે હવે તેને દુખાવો નથી થતો, પરંતુ તે અત્યારે પણ થોડી મુશ્કેલીમાં છે. હું માત્ર ભગવાનને એટલી પ્રાર્થના કરી રહી હતી કે મારાં તમામ બાળકોની ડિલિવરી સારી રીતે થઈ જાય અને બધાં સ્વસ્થ રહે.

આ પણ વાંચો….

Big news:રાજ્ય સરકારે વેપારીઓને આપી રાહત- રેસ્ટોરન્ટ અને હોટલ આ તારીખથી બેસવાની ક્ષમતા ના ૫૦ % સાથે ચાલુ રાખી શકાશે, વાંચો સંપૂર્ણ અહેવાલ

world record