share market down 1

Stock Market Suddenly Crashes: બજાર ખુલતાની સાથે જ મોટા ભાગના શેરોમાં થયો ઉછાળો, પછી સેન્સેક્સ 700 પોઈન્ટ ગગડ્યો

Stock Market Suddenly Crashes: સવાર બાદ બપોર 12 વાગ્યા સુધીમાં, સેન્સેક્સ 690.47 પોઈન્ટનો કડાકો બાલાયો હતો અને તે 72,977.60ના સ્તરે ટ્રેડ કરી રહ્યો

બિઝનેસ ડેસ્ક, 13 માર્ચઃ Stock Market Suddenly Crashes: આજે શેરબજારની મજબૂત શરૂઆત થઈ હતી. સેન્સેક્સ અને નિફ્ટી બંનેની ગ્રીન સિગ્નલ સાથે શરુઆત થઈ હતી. બીએસઈના 30 શેરવાળો સેન્સેક્સ 247.61 પોઈન્ટ અથવા 0.34 ટકાના વધારા સાથે 73,915.57 પર ખૂલ્યો હતો, જ્યારે એનએસઈનો નિફ્ટી 61.70 પોઈન્ટ અથવા 0.28 ટકાના વધારા સાથે 22,397.40 પર ખુલ્યો હતો. બજાર ખુલતાની સાથે જ લગભગ 1281 શેરમાં ઉછાળો જોવા મળ્યો હતો, જ્યારે 948 શેરમાં ઘટાડો જોવા મળ્યો હતો. આ પછી ફક્ત એક કલાકમાં જ સ્થિતિ બદલાઈ ગઈ હતી અને શેરબજારમાં જોરદાર કડાકો બાલાયો હતો.

આ પણ વાંચોઃ PM Modi lays India a semiconductor Hub: PM મોદીએ દેશને વર્ચ્યુઅલ રીતે ત્રણ સેમિકન્ડક્ટર એકમો ભેટમાં આપ્યા, ત્રણેય યુનિટનો શિલાન્યાસ કર્યો

સવાર બાદ બપોર 12 વાગ્યા સુધીમાં, સેન્સેક્સ 690.47 પોઈન્ટનો કડાકો બાલાયો હતો અને તે 72,977.60ના સ્તરે ટ્રેડ કરી રહ્યો હતો, જ્યારે નિફ્ટી 262.40 પોઈન્ટના કડાકા સાથે 22,073ના સ્તરે ટ્રેડ થઈ રહ્યો હતો. બેન્ક નિફ્ટી 210 પોઈન્ટનો કડાકો થતા તે 47,072 પર ટ્રેડ થઈ કરી રહ્યો હતો. આજે શરુઆતના શાનદાર કરોબાર વચ્ચે અચાનક જ શેરબજારમાં કડાકો થતા બજારનું સેન્ટિમેન્ટ જ ખોરવાઈ ગયું હતું. આ સેન્ટિમેન્ટ બગાડવાનું કામ મિડ કેપ અને સ્મોલ કેપ શેરોએ કર્યું હતું. ઉલ્લેખનીય છે કે બજારમાં થોડા દિવસોથી આ ટ્રેન્ડ જોવા મળી રહ્યો છે. મિડ કેપ અને સ્મોલ કેપમાં ત્રણ ટકા સુધીનો ઘટાડો નોંધાયો છે.

Gujarati banner 01
દેશ કી આવજના સમાચાર ફેસબુક પર મેળવવા માટે ફેસબુક પેજ લાઈક કરો