Automated driving test track in Gujarat: દેશમાં સૌ પ્રથમ ઓટોમેટેડ ડ્રાઇવિંગ ટેસ્ટ ટ્રેક સુવિધા ગુજરાતમાં; જાણો વિગતે..

Automated driving test track in Gujarat: દેશમાં સૌ પ્રથમ ઓટોમેટેડ ડ્રાઇવિંગ ટેસ્ટ ટ્રેક સુવિધા ગુજરાત રાજ્યમાં શરૂ કરવામાં આવી, ૮ લાખ નાગરિકોને લાભ મળે છે.

  • Automated driving test track in Gujarat: કોમ્પ્યુટરાઇઝ ડ્રાઇવિંગ ટેસ્ટ ટ્રેકથી ડ્રાઇવિંગની ગુણવત્તામાં સુધારો તેમજ માર્ગ અકસ્માતમાં પણ ઘટાડો નોંધાયો

અમદાવાદ, 03 જુલાઈ: Automated driving test track in Gujarat: ભારતમાં વાહન વ્યવહાર ક્ષેત્રે નાગરિકોને ફેસલેસ સેવાઓ ઉપલબ્ધ કરવામાં ગુજરાત પ્રથમ સમગ્ર દેશમાં પ્રથમ છે. ઓટોમેટેડ ડ્રાઈવિંગ ટેસ્ટ ટ્રેક શરૂ કરનાર રાજ્ય ગુજરાત વર્ષ ૨૦૧૯થી ૨૨૧ આઈટીઆઈ અને ૧૦ પોલીટેકનિકમાં શિખાઉ લાયસન્સની સુવિધાઃ દર વર્ષે અંદાજે ૮ લાખ નાગરિકોને લાભ મળે છે.

Automated driving test track in Gujarat

સમગ્ર દેશમાં સૌ પ્રથમ ઓટોમેટેડ ડ્રાઇવિંગ ટેસ્ટ ટ્રેક સુવિધા ગુજરાત રાજ્યમાં (Automated driving test track in Gujarat) શરૂ કરવામાં આવી છે. કોમ્પ્યુટરાઇઝ ડ્રાઇવિંગ ટેસ્ટ ટ્રેકથી ડ્રાઇવિંગની ગુણવત્તામાં સુધારો તેમજ માર્ગ અકસ્માતમાં પણ ઘટાડો નોંધાયો છે. રાજ્યમાં અગાઉ શિખાઉ લાયસન્સ આર.ટી.ઓ. કચેરી ખાતેથી ઇસ્યુ કરવામાં આવતા હતા. પરંતુ નાગરિકોને ઘરઆંગણે સુવિધા ઉપલબ્ધ થાય તે હેતુથી શિખાઉ લાયસન્સની કામગીરી વર્ષ ૨૦૧૯થી રાજ્યભરની ૨૨૧ આઇ.ટી.આઇ. તથા ૧૦ પોલીટેકનીક કક્ષાએથી શરૂ કરવામાં આવી છે. જેના પરિણામે વર્ષે અંદાજે ૮ લાખ લોકોને તાલુકા કક્ષાએ જ સરળતાથી શિખાઉ લાયસન્સની સેવાનો લાભ મળી રહ્યો છે.

વધુમાં, વાહનના નંબરની હરાજીની આવક પણ મહત્વની હોવાથી આ કામગીરી ઇ-ઓકશન પદ્ધતિથી કરવામાં આવે છે, જેનાથી વાહન ચાલકોને પોતાના મનપસંદ નંબર મળવા સહિતની કામગીરીમાં વધુ ઝડપ અને પારદર્શકતા આવી છે તેમ વાહન વ્યવહાર કમિશનરની યાદીમાં જણાવાયું છે.

આ પણ વાંચો..Good news for train passengers: ચાંદલોડિયા, આમલી રોડ અને સાબરમતી સ્ટેશનો પર 18 ટ્રેનોનું સ્ટોપેજ

Gujarati banner 01