gujarat vikas yatra meeting rajpipala

Vande Gujarat Vikas Yatra: આવતી કાલથી વંદે ગુજરાત વિકાસ યાત્રાનો પ્રારંભ કરવામાં આવશે

Vande Gujarat Vikas Yatra: તા.૫ મી થી ૧૭ મી જુલાઈ દરમિયાન સતત ૧૩ દિવસ સુધીવંદે ગુજરાત વિકાસ યાત્રા રાજપીપલા નગરપાલિકાના તમામ વોર્ડના વિસ્તારો ઉપરાંત જિલ્લાના ગામો ખૂંદશે.

રાજપીપલા, 03 જુલાઈ: Vande Gujarat Vikas Yatra: છેલ્લા બે દાયકા દરમિયાન ગુજરાતે સાધેલી વિકાસયાત્રાની જાણકારી, અંતરિયાળ વિસ્તારોના પ્રજાજનોને ઘરબેઠા મળી રહે તેવા હેતુસર નર્મદા જિલ્લામાં આગામી તા.૫ મી થી ૧૭ મી જુલાઈ દરમિયાન સતત ૧૩ દિવસ સુધીવંદે ગુજરાત વિકાસ યાત્રા રાજપીપલા નગર પાલિકાના તમામ વોર્ડના વિસ્તારો ઉપરાંત જિલ્લાના ગામો ખૂંદશે.

આ વિકાસયાત્રા દરમિયાન LED સ્ક્રીન સાથે તૈયાર કરાયેલા (Vande Gujarat Vikas Yatra) રથના માધ્યમથી ગ્રામીણજનોને ગુજરાતની વિકાસયાત્રાથી અવગત કરાવાશે. આ સાથે રાજયકક્ષાના મહાનુભાવો તથા સ્થાનિક પદાધિકારીઓ દ્વારા વિકાસકામોના ખાતમુહૂર્ત અને લોકાર્પણના કાર્યક્રમો પણ યોજાશે. નર્મદા જિલ્લામા વંદે ગુજરાત વિકાસ યાત્રાને લઈને જિલ્લા કલેકટર ડી.એે.શાહ, તથા જિલ્લા વિકાસ અધિકારી અંકિત પન્નુના માર્ગદર્શન હેઠળ, ૧૧ દિવસની યાત્રાના શ્રેણીબધ કાર્યક્રમોનુ આયોજન ઘડી કઢાયુ છે. 

આ ઉજવણીના (Vande Gujarat Vikas Yatra) સમગ્ર કાર્યક્રમોનું સુચારૂ સંકલન નાયબ જિલ્લા વિકાસ અધિકારી સુધાબેન વસાવા કરી રહ્યાં છે. આ માટે સમગ્ર યાત્રાના જિલ્લા કક્ષાના નોડલ અધિકારી તરીકે જિલ્લા ગ્રામ વિકાસ એજન્સીના નિયામક એલ.એમ.ડિંડોરની નિમણૂંક સાથે, સંબંધિત તાલુકામાં મદદનીશ નોડલ અધિકારી તરીકે જે તે તાલુકા વિકાસ અધિકારીઓને જવાબદારી સોંપી, જિલ્લાના બે રથના લાયઝન અધિકારીઓ તરીકે નાયબ પશુપાલન નિયામક ડૉ.જે.આર.દવે અને જિલ્લા ખેતીવાડી અધિકારી વિનોદ પટેલની નિયુકિત પણ કરી દેવામા આવી છે.

આ પણ વાંચો..Intjaar part-19: સમય વીતતો જાય છે અને અહીં રીના એકદમ હોશિયાર બનતી જાય છે એન્જલિના ને પણ લાગે છે કે…..

Gujarati banner 01