Baroda Dairy has increased the price: અમૂલ બાદ હવે બરોડા ડેરીએ દહીં-છાશના ભાવમાં કર્યો વધાર્યો- વાંચો નવો ભાવ

Baroda Dairy has increased the price: બરોડા ડેરીએ દહીં,છાશના ભાવ વધાર્યા1થી લઇને 15 સુધીનો ભાવ વધારો5 ટકા GSTની ભાવ પર ઇફેક્ટ ગુજરાત અને દેશમાં સતત વધી મોંઘવારી

વડોદરા, 22 જુલાઇઃ Baroda Dairy has increased the price: દહીં-છાશના પેકિંગ પર 5 ટકા GST ઝીંકી દેવાતા બરોડા ડેરી દહી અને છાશની પ્રોડક્ટમાં 1થી લઇને 15 સુધીનો ભાવ વધારી દીધો. બરોડા ડેરીએ દહીં,છાશના ભાવ વધાર્યા1થી લઇને 15 સુધીનો ભાવ વધારો5 ટકા GSTની ભાવ પર ઇફેક્ટ ગુજરાત અને દેશમાં સતત વધતી મોંઘવારીને કારણે સામાન્ય જનતા મુશ્કેલીમાં મુકાઇ છે.

ખાણી પીણીની વસ્તુઓના ભાવમાં પણ વધારો થઈ રહ્યો છે. ત્યારે અમૂલ બાદ વડોદરાની બરોડા ડેરીએ દહીં,છાશના ભાવમાં વધારો ઝીંકી દીધો છે. બરોડા ડેરી તેની દહી અને છાસની પ્રોડક્ટમાં રૂ.1થી લઇને રૂ.15 સુધીનો ભાવ વધારો કર્યો છે. 5 ટકા GSTની દહીં, છાસના ભાવ પર ઇફેક્ટ થઈ છે. બરોડા ડેરીએ ગઈકાલ ગુરુવારથી જ નવા દર લાગુ કરી દીધા છે.

આવતા મંગળવારે બરોડા ડેરીની વાર્ષિક સામાન્ય સભા યોજાશે. આ સભામાં ડેરીના કામકાજનો વાર્ષિક અહેવાલ સભાસદો સમક્ષ રજૂ કરાશે.

પ્રોડક્ટ, જૂનો ભાવ, નવો ભાવની માહિતી
સુગમ મસ્તી દહીં કપ  200 ગ્રામના 20 રૂ થી વધારી નવો ભાવ 21 કર્યો સુગમ મસ્તી દહીં કપ 400 ગ્રામના 38 રૂ થી વધારી નવો ભાવ 40 કર્યો.સુગમ મસ્તી દહીં પાઉચ 1 કિલોના 60 રૂ થી વધારી નવો ભાવ 65 કર્યોસુગમ મસ્તી દહીં પાઉચ 5 કિલોના 300 રૂ થી વધારી નવો ભાવ 315 કર્યો. ગોરસ જીરા છાશ પાઉચ 190 ml 6 રૂ થી વધારી નવો ભાવ 7 રૂ. કર્યો ગોરસ જીરા છાશ પાઉચ 400 ml 11 રૂ થી વધારી નવો ભાવ 12 રૂ કર્યો ગોરસ છાશ પાઉચ 5 લીટરના 130 રૂ થી વધારી નવો ભાવ રૂ 140 કર્યો.

આ પણ વાંચોઃ CBSE 12th Result: CBSE 12th પરિણામ જાહેર, 92.71 ટકા વિદ્યાર્થીઓ થયા પાસ- આ રીતે કરો ચેક

અમૂલની અલગ અલગ પ્રોડક્ટના ભાવમાં વધારો જાહેર કરાયો હતો.મસ્તી દહીં 400 ગ્રામ કપમાં રૂપિયા 2નો વધારો, 170 મીલી છાશના પેકેટમાં રૂપિયા 1નો વધારો, અમૂલ લસ્સી 170 ગ્રામના પેકેટમાં રૂપિયા 1નો વધારો થયો છે.મસ્તી દહીં એક કિલો પાઉચમાં 4 રુપિયાનો વધારો કરી નાખવામાં આવ્યો છે.  મંગળવારથી જ આ ભાવ વધારો લાગુ થઈ ગયો છે.

GST કાઉન્સિલે શું ફેરફારો કર્યા ? 

ગયા મહિને યોજાયેલી બેઠકમાં GST કાઉન્સિલે વિવિધ ઉત્પાદનો પરના GST દરોમાં ફેરફાર કર્યો છે. આ અંતર્ગત હવે દહીં, લસ્સી, પનીર, મધ, અનાજ, માંસ અને માછલીની ખરીદી પર સોમવારથી 5 ટકા GST ચૂકવવો પડશે. આ સિવાય અન્ય વસ્તુઓના GST સ્લેબમાં પણ ફેરફાર કરવામાં આવ્યા છે.

આ પણ વાંચોઃ Today Doctors on strike: આજે ગુજરાતમાં ૩૦ હજારથી વધુ ખાનગી ડોક્ટરોની હડતાળ પર, ઓપીડી, ઈમજરજન્સી સહિતની સેવા બંધ- આ વાતે થઇ રહ્યો છે વિરોધ

Gujarati banner 01