CBSC board

CBSE 12th Result: CBSE 12th પરિણામ જાહેર, 92.71 ટકા વિદ્યાર્થીઓ થયા પાસ- આ રીતે કરો ચેક

CBSE 12th Result: સીબીએસઈ બોર્ડ દ્વારા મેરિટ લિસ્ટ જાહેર નહીં કરવામાં આવે

નવી દિલ્હી, 22 જુલાઇઃ CBSE 12th Result: કેન્દ્રીય માધ્યમિક શિક્ષણ બોર્ડ, સીબીએસઆઈ દ્વારા ધોરણ 12નું પરિણામ જાહેર કરી દેવામાં આવ્યું છે. ધોરણ-12નું પરિણામresults.cbse.nic.in,cbse.gov.inપર ઓનલાઈન ચેક કરી શકાશે. આ સાથે જ વિદ્યાર્થીઓ પોતાનું પરિણામ ડિજિલોકર પર પણ ચેક કરી શકશે. 

સીબીએસઈ ધોરણ-12નું પરિણામ હાલ પરીક્ષા સંગમ પર અપલોડ કરવામાં આવ્યું છે. આ વર્ષે 92.71 વિદ્યાર્થીઓ પાસ થયા છે જ્યારે ગત વર્ષે 99.37 ટકા વિદ્યાર્થીઓ પાસ થયા હતા. 

મેરિટ લિસ્ટ જાહેર નહીં થાય

ખાસ વાત એ છે કે, સીબીએસઈ બોર્ડ દ્વારા મેરિટ લિસ્ટ જાહેર નહીં કરવામાં આવે. માત્ર સૌથી વધારે ગુણ મેળવનારા 0.1 ટકા વિદ્યાર્થીઓને યોગ્યતા પ્રમાણપત્ર આપવામાં આવશે. 

આ પણ વાંચોઃ Today Doctors on strike: આજે ગુજરાતમાં ૩૦ હજારથી વધુ ખાનગી ડોક્ટરોની હડતાળ પર, ઓપીડી, ઈમજરજન્સી સહિતની સેવા બંધ- આ વાતે થઇ રહ્યો છે વિરોધ

આ રીતે ચેક કરો પરિણામ

  • CBSEની સત્તાવાર વેબસાઈટcbseresults.nic.inપર જાઓ. 
  • હોમપેજ પર Result લિંક પર ક્લિક કરો. 
  • એક નવું પેજ ખુલશે. ત્યાં જરૂરી નોંધ ભરો. 
  • તમારૂં CBSE Class 12th Result 2022 સ્ક્રીન પર જોવા મળશે.
  • CBSE Class 12th Result 2022 ચેક કરીને તેને સેવ કરો. 
  • અતંમાં તેની એક પ્રિન્ટ કઢાવી લો. 

92.71 ટકા વિદ્યાર્થીઓ થયા પાસ

સીબીએસઈ ધોરણ-12માં આ વર્ષે પાસિંગ રેશિયો 92.71 ટકા આવ્યો છે. જ્યારે ગત વર્ષે 99.37 ટકા વિદ્યાર્થીઓ પાસ થયા હતા. 

આ રીતે તૈયાર થયું છે પરિણામ

ટર્મ-1ની પરીક્ષાના 30 ટકા અને ટર્મ-2ની પરીક્ષાના 70 ટકા ગુણ ભેગા કરીને ફાઈનલ રિઝલ્ટ જાહેર કરવામાં આવ્યું છે. જ્યારે પ્રેક્ટિકલના ગુણનું મૂલ્ય બંને ટર્મમાં સમાન લેવાયું છે. 

Gujarati banner 01