Bhakti Nagar

Bhaktinagar Stoppage: સોમનાથ-જબલપુર સ્પેશિયલ હવે ભક્તિનગર સ્ટેશન પર રોકાશે

Bhaktinagar Stoppage: રેલ્વે મેનેજર અમદાવાદ દિપકકુમાર ઝાના જણાવ્યા મુજબ ભક્તિનગર સ્ટેશન પર પૂરા પાડવામાં આવેલ વધારાના સ્ટોપેજની વિગતો નીચે મુજબ છે

અમદાવાદ, ૦૫ જુલાઈ: Bhaktinagar Stoppage: મુસાફરોની સુવિધા અને માંગ માટે રેલતંત્ર દ્વારા તત્કાલ પ્રભાવથી રાજકોટ મંડળના ભક્તિનગર સ્ટેશન પર 01463/01465 અને 01464/01466 સોમનાથ-જબલપુર-સોમનાથ સ્પેશિયલ ટ્રેનોને સ્ટોપેજ આપવાનો નિર્ણય લેવામાં આવ્યો છે. ડીવીઝનલ રેલ્વે મેનેજર અમદાવાદ દિપકકુમાર ઝાના જણાવ્યા મુજબ ભક્તિનગર સ્ટેશન પર પૂરા પાડવામાં આવેલ વધારાના સ્ટોપેજની વિગતો નીચે મુજબ છે.

ટ્રેન નંબર 01463/01465 સોમનાથ-જબલપુર સ્પેશિયલ ભક્તિનગર સ્ટેશન પર બપોરે 13.35 કલાકે પહોંચશે અને જબલપુર માટે 13.36 કલાકે પ્રસ્થાન કરશે. આવી જ રીતે ટ્રેન નંબર 01464/01466 જબલપુર – સોમનાથ સ્પેશિયલ 13.30 કલાકે ભક્તિનગર સ્ટેશન પહોંચશે અને સોમનાથ માટે 13.32 કલાકે પ્રસ્થાન કરશે.

દેશ-દુનિયા ની ખબર પોતાના મોબાઇલ માં વાંચવા માટે અહી ક્લિક કરો

મુસાફરો ઓપરેટિંગ સમય, સ્ટોપેજ અને સ્પેશિયલ ટ્રેનોની સંરચના સંબંધિત વિસ્તૃત માહિતી માટે www.enquiry.indianrail.gov.in ની મુલાકાત લઈ શકે છે. નોંધનીય છે કે કન્ફર્મ ટિકિટવાળા મુસાફરોને જ આ સ્પેશિયલ ટ્રેનોમાં મુસાફરી કરવાની છૂટ રહેશે. પશ્ચિમ રેલ્વેએ મુસાફરોને બોર્ડિંગ, મુસાફરી અને ગંતવ્ય દરમિયાન COVID-19 થી સંબંધિત તમામ ધોરણો અને એસ.ઓ.પી.નું પાલન કરવા વિનંતી કરી છે.

આ પણ વાંચો: Dholera airport: આટલા કરોડના ખર્ચે બનશે એરપોર્ટ, ગુગલ અધિકારીઓની મુલાકાત બાદ વિકાસ કાર્યને મળી ગતિ