Renovated jallianwala bagh smarak

Renovated jallianwala bagh smarak: કાલે જલિયાંવાલા બાગનું નવું પરિસરરાષ્ટ્રને સમર્પિત થશે, વડાપ્રધાન મોદી કરશે ઉદ્ઘાટન

Renovated jallianwala bagh smarak: કેન્દ્રીય સંસ્કૃતિ મંત્રી, કેન્દ્રીય આવાસન અને શહેરી કાર્ય મંત્રી, સંસ્કૃતિ રાજ્ય મંત્રી, પંજાબના રાજ્યપાલ અને મુખ્યમંત્રી, હરિયાણા, ઉત્તરાખંડ અને હિમાચલ પ્રદેશના મુખ્યમંત્રી, પંજાબના તમામ લોકસભા અને રાજ્યસભા સાંસદ, જલિયાંવાલા બાગ રાષ્ટ્રીય સ્મારક ન્યાસના સદસ્યગણ વગેરે આ અવસરે ઉપસ્થિત રહેશે

નવી દિલ્હી, 27 ઓગષ્ટઃ Renovated jallianwala bagh smarak: વડાપ્રધાન નરેન્દ્ર મોદી 28 ઓગષ્ટના રોજ જલિયાંવાલા બાગ સ્મારકના પુનર્નિર્મિત એટલે કે, રિનોવેટેડ પરિસરને રાષ્ટ્રને સમર્પિત કરશે. આ પ્રસંગે વડાપ્રધાન સ્મારકમાં સંગ્રહાલય દીર્ઘાઓનું (ગેલેરી) પણ ઉદ્ઘાટન કરશે. વડાપ્રધાન મોદી 28 ઓગષ્ટના રોજ સાંજે 6:25 કલાકે વીડિયો કોન્ફરન્સિંગના માધ્યમથી જલિયાંવાલા બાગને રાષ્ટ્રને સમર્પિત કરશે. આ આયોજન દરમિયાન પરિસરને વધુ સારૂ બનાવવા માટે સરકાર દ્વારા કરવામાં આવેલા પ્રયત્નો પણ દર્શાવવામાં આવશે. 

આ પણ વાંચોઃ love jihad law: લવ જેહાદના કાયદાના અમલીકરણ ઉપર રોક લગાવતા હાઇકોર્ટના હુકમને ગુજરાત સરકાર સુપ્રિમ કોર્ટમાં પડકારશે

આ ઈમારત ઘણાં લાંબા સમયથી ખાલી પડી હતી અને તેનો ખૂબ ઓછો ઉપયોગ થઈ રહ્યો હતો. આ કારણે ઈમારતોને ફરી ઉપયોગમાં લેવા 4 સંગ્રહાલય(Renovated jallianwala bagh smarak) ગેલેરીઝ નિર્મિત કરવામાં આવી છે. આ ગેલેરીઝ તે સમય દરમિયાન પંજાબમાં ઘટિત વિવિધ ઘટનાઓના વિશેષ ઐતિહાસિક મહત્વને દર્શાવે છે. તે ઘટનાઓ દેખાડવા માટે શ્રવ્ય-દૃશ્ય તકનીક દ્વારા પ્રસ્તુતિ કરવામાં આવશે જેમાં મેપિંગ અને 3ડી ચિત્રણની સાથે સાથે કલા અને મૂર્તિકલાનો પણ સમાવેશ થાય છે. 

13 એપ્રિલ, 1919ના રોજ ઘટિત વિવિધ ઘટનાઓને દર્શાવવા માટે એક સાઉન્ડ એન્ડ લાઈટ શોની વ્યવસ્થા પણ કરવામાં આવી છે. આ પરિસરમાં વિકાસ સાથે સંકળાયેલી અનેક પહેલ કરવામાં આવી છે. પંજાબની સ્થાનિક શૈલી પ્રમાણે જ ધરોહર સંબંધી વિસ્તૃત પુનર્નિર્માણ કાર્ય કરવામાં આવ્યા છે. શહીદી કુવાનું સમારકામ કરવામાં આવ્યું છે અને નવવિકસિત ઉત્તમ સંરચના સાથે તેનું પુનર્નિર્માણ કરવામાં આવ્યું છે. 

આ પણ વાંચોઃ Sonu sood meets delhi CM: કેજરીવાલ દિલ્હી ખાતે શરૂ કરશે ‘દેશ કે મેન્ટોર’ કાર્યક્રમ, સોનૂ સૂદ હશે બ્રાન્ડ એમ્બેસેડર

આ બાગના કેન્દ્રીય સ્થળ (Renovated jallianwala bagh smarak)ગણાતા ‘જ્વાળા સ્મારક’ના સમારકામની સાથે સાથે તેનું પુનર્નિર્માણ કરવામાં આવ્યું છે. ત્યાંના તળાવને ‘લિલી તળાવ’ તરીકે ફરી વિકસિત કરવામાં આવ્યું છે અને લોકોની સુવિધા માટે રસ્તા પહોળા કરવામાં આવ્યા છે. સાથે જ તમામ મહત્વપૂર્ણ સ્થળોને રોશની દ્વારા હાઈલાઈટ કરવામાં આવ્યા છે. તે સિવાય દેશી વૃક્ષારોપણની સાથે વધુ સારા ભૂદૃશ્ય અને ચટ્ટાનોયુક્ત નિર્માણ કાર્ય, આખા બગીચામાં ઓડિયો નોડ્સ લગાવવાનું પણ ચાલુ છે. ઉપરાંત મોક્ષ સ્થળ, અમર જ્યોત અને ધ્વજ મસ્તૂલને વ્યવસ્થિત કરવા અનેક નવા ક્ષેત્રોનો વિકાસ કરવામાં આવ્યો છે. 

કેન્દ્રીય સંસ્કૃતિ મંત્રી, કેન્દ્રીય આવાસન અને શહેરી કાર્ય મંત્રી, સંસ્કૃતિ રાજ્ય મંત્રી, પંજાબના રાજ્યપાલ અને મુખ્યમંત્રી, હરિયાણા, ઉત્તરાખંડ અને હિમાચલ પ્રદેશના મુખ્યમંત્રી, પંજાબના તમામ લોકસભા અને રાજ્યસભા સાંસદ, જલિયાંવાલા બાગ રાષ્ટ્રીય સ્મારક ન્યાસના સદસ્યગણ વગેરે આ અવસરે ઉપસ્થિત રહેશે.

Whatsapp Join Banner Guj