college student

ધો.10 પછીના ડિપ્લોમા(diploma)માં પ્રવેશ માટે આવી ગયા નવા નિયમો, આજથી કરી શકાશે ઓનલાઈન રજિસ્ટ્રેશન- વાંચો સંપૂર્ણ માહિતી

અમદાવાદ, 17 જૂનઃ ધો.10 પછીના ડિપ્લોમા(diploma) પ્રવેશ માટે 17મી જુન (આજ)થી ઓનલાઈન રજિસ્ટ્રેશન શરૂ થનાર છે.જો કે હજુ ધો.10નું પરિણામ -માર્કશીટ જાહેર થયા નથી ત્યારે આ વર્ષે પ્રથમવાર રેગ્યુલર વિદ્યાર્થીઓ માર્કશીટ અને ધો.10ના સીટ નંબર વગર રજિસ્ટ્રેશન કરી શકશે.

ડિપ્લોમા(diploma) ઈજનેરીમાં પ્રવેશ માટે વિદ્યાર્થીએ ધો.10નો સીટ નંબર અને માર્કસ સહિતની વિગતો ભરી રજિસ્ટ્રેશન કરવાનું હોય છે ત્યારે આ વર્ષે કોરોનાને લીધે  પરીક્ષાઓ જ થઈ ન હોવાથી વિદ્યાર્થી પાસે સીટ નંબર જ નથી અને પરિણઆમ પણ જાહેર થયુ નથી.

Whatsapp Join Banner Guj

જ્યારે માર્કશીટ જાહેર થાય ફરીથી રજિસ્ટ્રેશન(diploma) શરૂ કરાશે અને ત્યારે વિદ્યાર્થીએ સીટ નંબર સહિતની વિગતો ભરી ડોક્યુમેન્ટ અપલોડ કરવાના રહેશે.જ્યારે અગાઉના વર્ષોનો વિદ્યાર્થીએ તમામ વિગતો ભરવાની રહેશે અને ડોક્યુમેન્ટ અપલોડ કરવાના રહેશે.

સરકારે ટેકનિકલ શિક્ષણના(diploma) પ્રવેશના નિયમોમાં ફેરફાર કરતા જાહેર કરેલ નોટિફિકેશન મુજબ ડીટુડી (ડિપ્લોમા ટુ ડિગ્રી ઈજનેરી)ની જેમ હવે સીટુડી (સર્ટિફિકેટ ટુ ડિપ્લોમા) ઈજનેરીમાં પણ અગાઉના વર્ષની ખાલી બેઠકો ચાલુ વર્ષના પ્રવેશ માટે ઉમેરાશે એટલે કે કેરી ફોરવર્ડ થશે. હવે પ્રથમ વર્ષની કુલ બેઠકોના 10 ટકા બેઠકો ઉપરાંત ખાલી બેઠકો પણ બીજા વર્ષમાં સીધા પ્રવેશ માટે વિદ્યાર્થીઓને ઉપલબ્ધ બનશે.

આ પણ વાંચો….

મેઘરાજા(Monsoon)ની ધમાકેદાર એન્ટ્રી: રાજ્યમાં અત્યાર સુધી 4 જિલ્લાના 6 તાલુકામાં વરસ્યો વરસાદ, હજી વધુ બે દિવસ વરસાદની આગાહી