Rain pic 1

મેઘરાજા(Monsoon)ની ધમાકેદાર એન્ટ્રી: રાજ્યમાં અત્યાર સુધી 4 જિલ્લાના 6 તાલુકામાં વરસ્યો વરસાદ, હજી વધુ બે દિવસ વરસાદની આગાહી

અમદાવાદ, 17 જૂનઃMonsoon: હવામાન વિભાગના આગાહીના પગલે અમદાવાદમાં ભારે પવન અને વાદળોના ગડગડાટ સાથે વરસાદી માહોલ છવાયો. છેલ્લા ત્રણ દિવસથી વાદળછાયા વાતાવરણ વચ્ચે ગઈકાલે મોડી સાંજે વરસાદી માહોલ જામ્યો. અમદાવાદ શહેરના મોટાભાગના વિસ્તારમાં વરસાદ થયો છે. તો ધોધમાર વરસાદ(Monsoon)ને કારણે શહેરના અનેક વિસ્તારોમાં પાણી ભરાઈ ગયા હતા. જો કે ચોમાસુ દક્ષિણ ગુજરાત તરફ આગળ વધી રહ્યું છે. રાજ્યમાં અત્યાર સુધી 4 જિલ્લાના 6 તાલુકામાં વરસાદ નોંધાયો છે.

હવામાન વિભાગે આગાહી કરી છે કે 17 અને 18 જૂન સુધીમાં રાજ્યમાં હળવાથી સામાન્ય વરસાદ(Monsoon) વરસવાની સંભાવના છે. 20 જૂન સુધીમાં અમદાવાદ સહિત ઉત્તર ગુજરાતના વિવિધ જિલ્લાઓમાં હળવાથી મધ્યમ વરસાદ થઈ શકે છે.  અમદાવાદમાં આજે વાદળછાયુ વાતાવરણ રહેશે.

17મી જૂનથી કચ્છ, મહીસાગર, અરવલ્લી, દાહોદ અને સાબરકાંઠામાં, 18મી જૂને અમદાવાદ, આણંદ અને કચ્છમાં, 19મી જૂને અમદાવાદ, ગાંધીનગર, આણંદ અને ખેડામાં જ્યારે 20મી જૂને દાહોદ અને પંચમહાલમાં 30થી 40 કિલોમીટર પ્રતિ કલાકની ઝડપે પવન સાથે હળવાથી માધ્યમ વરસાદ(Monsoon) વરસી શકે છે.

Whatsapp Join Banner Guj

વડોદરા શહેરમાં પણ ભારે ઉકળાટ બાદ ગત રાતે મેઘરાજા(Monsoon)ની પધરામણી થઈ હતી..ગઈકાલે બપોરથી ભારે ઉકળાટ અને બફારો અનુભવાતો હતો..લોકો પરેશાન જોવા મળ્યા…તેવામાં રાત્રિના સમયે અચાનક મેઘરાજાની એન્ટ્રી થતા વાતાવરણમાં ઠંડક પ્રસરી હતી..શહેરના વાડી, પાણીગેટ સહિતના વિસ્તારોમાં વરસાદ વરસ્યો હતો..હવામાન વિભાગે બે દિવસની વરસાદીની આગાહી કરી છે.

વડોદરા માં.ભારે ઉકળાટ બાદ રાત્રી ના મેઘરાજા ની પધરામણી થઈ હતી શહેર માં બપોર ના સમયે બફારો લાગતા લોકો ત્રાહિમામ પોકારી ઉઠ્યા હતા ત્યારે રાત્રી ના મેઘરાજા ની અચાનક એન્ટ્રી થઈ હતી જેથી વાતાવરણ માં.ઠંડક પ્રસરી હતી શહેર ના સીટી ,વાડી, પાણીગેટ, સહિત ના વિસ્તારો માં.વરસાદ(Monsoon) વરસ્યો છે હવામાન વિભાગ દ્વારા આગામી બે દિવસ માં.વરસાદ ની આગાહી પણ કરવા માં.આવી છે.

પંચમહાલમાં ચોમાસા(Monsoon)ના પ્રથમ વરસાદની એન્ટ્રી થઈ છે..મોડીરાતે ભારે પવન બાદ શહેર સહિતના આસપાસના વિસ્તારોમાં વરસાદ વરસવાની શરૂઆત થઈ હતી..જેથી લોકોને ગરમીથી રાહત મળી છે..તો બીજી તરફ ખેડૂતોમાં ખુશીની લહેર જોવા મળી…છેલ્લા કેટલાક દિવસોથી ખેડૂતો વરસાદના આગમનની રાહ જોઈ રહ્યા હતા.અને વરસાદ થતા ખેડૂતો ખુશખુશાલ જોવા મળ્યા.

આ પણ વાંચો….

બંદરો, જહાજ અને જળમાર્ગ મંત્રાલય અને સંસ્કૃતિ મંત્રાલયે(MOU) લોથલમાં રાષ્ટ્રીય સમુદ્રી ધરોહર સંકુલના નિર્માણમાં સહયોગ માટે સમજૂતી કર્યો કરાર