Instagram WhatsApp and Facebook back up after global outage

Do not disturb missed call: WhatsApp પર કોલ ચૂકી ગયા- નોટ ટુ વરી- હવે દરેક કોલ વિશે આ રીતે મળશે માહિતી

Do not disturb missed call: વ્હોટ્સએપે ગ્રુપ લેફ્ટ, વન વ્યુ ઈમેજ જેવા ફીચર્સ રજૂ કર્યા

ટેક ડેસ્ક, 27 સપ્ટેમ્બરઃ Do not disturb missed call: જો તમે બહુ વ્યસ્ત હોવાને કારણે  WhatsApp પર આવેલો કોલ રીસીવ કરી શક્યા નથી. તો ડોન્ટ વરી. તમારી મિસ્ડ થઈ ગયેલો ફોન કોનો હતો તે હવે તમે જાણી શકશો. WhatsAppમાં નવું ફીચર એડ થઈ રહ્યું છે, જે તમને મિસ્ડ ફોન કોલની માહિતી આપશે.  

WhatsApp દરરોજ નવા ફીચર્સ લોન્ચ કરી રહ્યું છે જેથી યુઝર્સને નવી સુવિધાઓ મળી શકે. તાજેતરમાં જ વ્હોટ્સએપે ગ્રુપ લેફ્ટ, વન વ્યુ ઈમેજ જેવા ફીચર્સ રજૂ કર્યા છે. હવે WhatsApp  પર  બિઝનેસ યુઝર્સ માટે પણ નવા અપડેટ આવી રહ્યા છે.

આ પણ વાંચોઃ Pakistani spy caught: ભારતના સીમકાર્ડ પાકિસ્તાન પહોંચાડનાર આરોપીની અમદાવાદથી ઝડપાયો

WhatsApp એક નવું એપ્લિકેશન પ્રોગ્રામિંગ ઈન્ટરફેસ રજૂ કરવા જઈ રહ્યું છે. ડુ નોટ ડિસ્ટર્બ મિસ્ડ કોલ એલર્ટ એપ્લિકેશન ઇન્ટરફેસ ટૂંક સમયમાં WhatsApp પર આવી રહ્યું છે. આ ફીચરના કારણે યુઝરને વોટ્સએપ પર મળતા કોલની જાણકારી મળશે.

WABetsInfo  અનુસાર, આ અપડેટ રોલ આઉટ થવામાં સમય લાગી શકે છે. આ નવા અપડેટ પછી યુઝર્સને ડુ નોટ ડિસ્ટર્બ મોડ ઓન કર્યા પછી પણ વોટ્સએપ પર આવનારા કોલ્સ વિશે માહિતી મળશે. આ ફીચર હાલમાં iOS પર ઉપલબ્ધ છે, ટૂંક સમયમાં આ ફીચર એન્ડ્રોઇડ યુઝર્સ માટે લોન્ચ કરવામાં આવશે.

WhatsApp ઘણા સમયથી ઘણા નવા ફીચર્સ પર કામ કરી રહ્યું છે. આમાં એડિટ ટેબ, પોલ, વૉઇસ સ્ટેટસ જેવા અપડેટનો સમાવેશ થાય છે. આ સિવાય વોટ્સએપ યુઝર્સ જલ્દી જ પોતાનો અવતાર પણ બનાવી શકશે.

આ પણ વાંચોઃ Former Japanese PM Shinzo Abe’s political funeral: જાપાનના પૂર્વ પ્રધાનમંત્રી શિંઝો આબેના રાજકીય અંતિમ સંસ્કાર, PM મોદી રહ્યા હાજર

Gujarati banner 01