Adani skill devlopment

Adani Skill Development Center: મણિનગરની મનિષાની મનોકામના પૂર્ણ થઇ; એનો જશ અદાણી સ્કીલ ડેવલપમેન્ટ સેન્ટરને છે

Adani Skill Development Center: અદાણી ગૃપના માર્કેટિગ અક્ઝીક્યુટીવ ઉમેદવારોને શોધવાનું પાયાનું કાર્ય કરે છે અને પસંદ થયેલા ઉમેદવારો માટે કાઉન્સેલિંગ સેશન યોજવામાં આવે છે

અમદાવાદ ,૨૫ ઓગસ્ટ: Adani Skill Development Center: પ્રત્યેક દીકરી લગ્ન પહેલા અને લગ્ન બાદ પોતાના પરિવારને ટેકો કરી શકાય તેવું ઇચ્છતી હોય છે અને એટલે જ દીકરી બે ઘરને ઉજાળે છે તે આપની સાથે વાત કરતી મનિષા જાદવ દાખલો છે. અમદાવાદના મણિનગરમાં રહેતા મનિષા જાદવને જાણવા મળેલું કે અદાણી ગૃપ ઉદ્યોગ સામાજિક જવાબદારીના ભાગરુપે તેના અદાણી  કૌશલ વિકાસ કેન્દ્ર ચલાવે છે અને તેમાં વિવિધ વ્યવસાયની તાલીમ આપે છે અને તાલીમને અનુરુપ નોકરી મળે તેવી રીતે કેન્દ્રમાં આવતા તાલીમાર્થીઓને તેમના શોખ અને કૂશળતા મુજબ સક્ષમ બનાવે છે.

મેં બ્યુટી પાર્લર જોયા છે, પરંતુ તે માટે જુદા જુદા કોર્ષ કરવા પડે છે તેની કોઇ ગતાગમ નહોતી. થોડા સમય પહેલા અદાણી સ્કીલ ડેવલપમેન્ટ સેન્ટર દ્વારા યોજવામાં આવેલા પેડીક્યોરીસ્ટ અને મેનીક્યોરીસ્ટના કોર્સમાં આ સેન્ટરના અધિકારીની મદદથી દાખલ થઇ હતી. બ્યુટી ઇન્ડસ્ટ્રીની એ.બી.સી.ની આ પહેલા મને કશી ખબર નહોતી.  

Manisha Jadhav, Adani Skill Development Center Maninagar

હાલ અદાણી સ્કીલ ડેવલપમેન્ટ સેન્ટર (Adani Skill Development Center) મારફત ગુજરાત, મહારાષ્ટ્ર, મધ્યપ્રદેશ, રાજસ્થાન, ઓરીસ્સા, કેરાલા, ઝારખંડ, છત્તીસગઢ, આંધ્ર પ્રદેશ અને તામિલનાડુમાં મળી ૧૦ રાજ્યોમાં રોજગારીની સમસ્યા હળવી બનાવવા માટે વિવિધલક્ષી યોજનાઓ અમલી બનાવી પ્રયાસ કરી રહયું છે.

દેશભરમાં પથરાયેલા અદાણી ગૃપના માર્કેટિગ અક્ઝીક્યુટીવ ઉમેદવારોને શોધવાનું પાયાનું કાર્ય કરે છે અને પસંદ થયેલા ઉમેદવારો માટે કાઉન્સેલિંગ સેશન યોજવામાં આવે છે. સેન્ટરના અધિકારીએ  આ માહિતી આપતા કહ્યું કે પ્રતિષ્ઠીત સંસ્થા દ્વારા જે તે વ્યવસાય માટેના માન્ય પ્રશિક્ષકો આ ઉમેદવારોને તાલીમ બધ્ધ કરતા અગાઉ કાઉન્સેલિંગ સેશન દરમિયાન ઉમેદવારોના પરિવારની નાણાકીય સ્થિતિ સહિતની જાણકારી મેળવે છે અને એ પણ જાણે છે કે ક્યા સેકટરમાં તેને વધુ માર્ગદર્શન આપી શકાય.      

આ પણ વાંચો…Umar gautam: ધર્મ પરિવર્તન માટે નેટવર્ક ચલાવનાર ઉમર ગૌતમ ત્રણ વર્ષમાં પાંચ વખત ગુજરાતના આ શહેરમાં આવી ગયો- વાંચો વિગત

વિવિધ કોર્સમાં નોકરી માટે તેઓને ઓનલાઇન તાલીમ આપવામાં આવે છે. ત્યારબાદ રુબરુ અથવા વર્ચ્યુઅલ ઇન્ટરવ્યુ માટે ત્રણ તક આપવામાં આવે છે અને આમ તેઓની પસંદગી કરવામાં આવે છે

મનિષા જાદવે કહ્યું કે મેં આ વિષયનો કોર્સ કર્યો કે મને લવલી નોવેલ્ટીમાં કોસ્મેટિક સેલર તરીકે નોકરી મળી ગઇ છે. આજે મારો પગાર ૧૦ હજાર રુપિયા છે. તેમણે પોતાની ખૂશી જાહેર કરતા કહયું કે મને એક વ્યવસાયી રીતભાત, સૌંદર્ય પ્રસાધનોના ઉત્પાદનનું જ્ઞાન, સલૂન કઇ રીતે શરુ કરી શકાય અને કોમ્પ્યુટરનું કામકાજ પણ જાણવા મળ્યું. આ નોકરીએ મારા પરિવાર અને સમાજમાં મને પ્રતિષ્ઠા અપાવી છે તેનો જશ અદાણી સ્કીલ ડેવલપમેન્ટ સેન્ટરના વ્યવસ્થાપકોને છે.’ હું તો એટલું જ કહીશ મનિષાની મનોકામના પૂરી થઇ.’ કહીને તે નોકરીએ જવા રવાના થયા.

Whatsapp Join Banner Guj