money 7th pay commission

IMPS: ઓનલાઈન લેવડ-દેવડ કરવાના નિયમો બદલાયા, RBIએ આપી જાણકારી- વાંચો વિગત

IMPS: MPS એટલે કે, ઈમીડિયેટ મોબાઈલ પેમેન્ટ સર્વિસ કહે છે. જો સરળ શબ્દોમાં કહીએ તો, આઈએમપીએસ દ્વારા કોઈ પણ ખાતા ધારકને ક્યાં પણ ક્યારેય પણ પૈસા મોકલી શકાય છે

નવી દિલ્હી, 08 ઓક્ટોબરઃ IMPS: રિઝર્વ બેંક ઓફ ઈન્ડિયાના ગવર્નર શક્તિકાંત દાસે આઈએમપીએસ સર્વિસને લઈને મોટી જાહેરાત કરી છે. હવે ગ્રાહક એક દિવસમાં 5 લાખથી વધારેના ટ્રાંજેક્સન કરી શકશે. આ અગાઉ આ લિમિટ 2 લાખ રૂપિયાની હતી. આપને જણાવી દઈએ કે, ભારતમાં ઓનલાઈન બેંકીંગના માધ્યમથી કે પછી ક્યાંયથી કોઈ પણ જગ્યાએ પૈસા મોકલી શકાય છે. પણ પૈસા મોકલવાની રીત અલગ અલગ છે. હકીકતમાં જોઈએ તો, ઓનલાઈન બેંકીંગથી પૈસા ટ્રાંસફર કરવામાં પણ ત્રણ રીત છે. જે દ્વારા આરીટીજીએસનું નામ શામેલ છે

IMPS એટલે કે, ઈમીડિયેટ મોબાઈલ પેમેન્ટ સર્વિસ (IMPS) કહે છે. જો સરળ શબ્દોમાં કહીએ તો, આઈએમપીએસ દ્વારા કોઈ પણ ખાતા ધારકને ક્યાં પણ ક્યારેય પણ પૈસા મોકલી શકાય છે. તેમાં પૈસા મોકલવાના સમયને લઈને પ્રતિબંધો નથી. આપ અઠવાડીયાના સાતેય દિવસ અને 24 કલાક ગમે ત્યારે આઈએમપીએસ દ્વારા થોડીક સેકન્ડોમાં જ પૈસા ટ્રાંસફર કરી શકો છો.

આ પણ વાંચોઃ Air India Bid Winner:હવે Tata Sons Air Indiaના નવા માલિક હશે, કંપનીએ 18,000 કરોડ રુપિયામાં બોલી લગાવીને આ સરકારી એરલાઈનને ખરીદી લીધી

RBIના નવા નિર્ણય બાદ ગ્રાહક આઈએમપીએસ દ્વારા 5 લાખ રૂપિયા સુધીની લેવડ દેવડ કરી શકે છે. આ અગાઉ આ લિમિટ 2 લાખ રૂપિયાની હતી. આપને જણાવી દઈએ કે, આઈએમપીએસથી પૈસા ટ્રાંસફર કરવા પર કેટલીય કોઈ બેંક કોઈ ફીસ લેતી નથી. આરટીજીએસ, એનઈએફટી અથવા આઈએમપીએસ જેવી સુવિધાઓ માટે ઈંટરનેટ જરૂરી છે. આપની પાસે કોમ્પ્યુટર અથવા લેપટોપ ન હોય તો, સ્માર્ટફોનથી પણ કામ થઈ જાય છે, જેમાં ઈન્ટરનેટની સુવિધા હોવી જોઈએ

જો આપ સ્માર્ટફોન યુઝ કરી રહ્યા છો, તો જે બેંકમાં અકાઉંટ છે, તેનું બેંકીંગ એપ્લીકેશન ડાઉનલોડ કરી લો. આ ફંક્શનલ બનાવવા માટે આપને એમ પિન અથવા મોબાઈલ પિન જનરેટ કરવાનું રહેશે. આ પિનના સહારે જ આપ એપને લોગિન કરી શકો છો. એપમાં ફંડ ટ્રાંસફર એક ઓપ્શન હોય છે.

આ પણ વાંચોઃ Aryan Khan drugs case update: આર્યન ખાન, અરબાઝ અને મુનમુનની જામીન અરજી ફગાવાઈ, વાંચો આર્યનના વકીલે કોર્ટમાં આપેલી દલીલો વિશે

અહીં આપ કોઈ અન્ય વ્યક્તિના પૈસા ટ્રાંસફર કરી શકો છો. પણ ફંડ ટ્રાંસફર માટે આપને સામેવાળાના આખી ડિટેલ નાખવાની રહેશે. જેમ કે, તેનો અકાઉન્ટ નંબર છે અને તે બેંકના બ્રાંચની આઈએફએસસી કોડ. આ બધુ નાખ્યા બાદ આપ આરીટીજીએસ સરળતાથી કરી શકો છો. તેમાં શિડ્યૂલ કરવાની પમ સુવિધા મળે છે. આપ તે નિર્ધારિત કરી શકો છો કે, આપના અકાઉન્ટમાં ક્યાંરથી પૈસા ટ્રાંસફર થશે.

Whatsapp Join Banner Guj