Celebrating Rakhi with PM replica

Celebrating Rakhi with PM replica: હિન્દુહૃદય સમ્રાટ વડાપ્રધાન નરેન્દ્રભાઈ મોદીની પ્રતિકૃતિના રાખડી બાંધીને રક્ષાબંધન ઉજવાશે

Celebrating Rakhi with PM replica: ભારત – સુરક્ષિત ભારતના પ્રણેતા અને કરોડો ભારતવાસીઓના હૃદય પર શાસન કરતા લોકલાડીલા વડાપ્રધાન

અહેવાલઃ ક્રિષ્ના ગુપ્તા

અંબાજી, 10 ઓગષ્ટઃ Celebrating Rakhi with PM replica: નેશન ફર્સ્ટ ફાઉન્ડેશન અંબાજી ચેપ્ટર દ્વારા આ વર્ષે ખાસ રક્ષાબંધન ઉજવવાનું આયોજન કરવામાં આવ્યું છે . તત્કાલિન મુખ્યમંત્રી નરેન્દ્રભાઈ મોદી સાહેબ જ્યારે ગુજરાતમાં હતા ત્યારે દર વર્ષે તેઓના નિવાસસ્થાને ગુજરાતભરની બહેનો તેમને રાખડી બાધંવા આવતી હતી અને તેમની રક્ષા કાજે રાખડી મોકલાવતી પણ હતી . આ ઉત્સવને નરેન્દ્રભાઈ મોદી સાહેબે અકબંધ રાખ્યો છે અને આજે પણ વડાપ્રધાનના દિલ્હી સ્થિત નિવાસસ્થાને બહેનો રાખડી બાંધવા જાય છે , રાખડી મોકલે છે .

આજે ગુજરાતની બહેનો માન . વડાપ્રધાનની રક્ષા કરવા માટે તેમને રૂબરૂ રાખડી નથી બાંધી શકતી તે બધી જ બહેનો આ વર્ષે મા અંબાના દરબારમાં વર્ચ્યુઅલ રક્ષાબંધન ઉજવશે . પવિત્ર યાત્રાધામ જગત જનની મા અંબાના ધામમાં માન . વડાપ્રધાન નરેન્દ્રભાઈ મોદી સાહેબને રાખડી બાંધવાનો ઉત્સવ ઉજવાઈ રહ્યો છે , ત્યારે મા અંબાના ચરણોમાં ચઢાવેલ કંકુથી તિલક કરીને અંબાજી મંદિરની રક્ષા પોટલી દ્વારા તેમના દીર્ઘાયુ , રક્ષા અને સુરક્ષા માટે મા અંબાના સાનિધ્યમાં નરેન્દ્રભાઈ મોદી સાહેબની પ્રતિકૃતિને રાખડી બાંધશે .

અંબાજીની આસપાસના વિસ્તારો જેવાં કે દાંતા- અમીરગઢ અને આજુબાજુના તાલુકાના તમામ વિસ્તારમાંથી તમામ સમાજની અંદાજિત 500 જેટલી બહેનો આ રક્ષાબંધન પર્વમાં ઉલ્લાસભેર જોડાવાની છે . આ રક્ષાબંધન પર્વની ઉજવણી કરતાં નેશન ફર્સ્ટ ફાઉન્ડેશન દ્વારા હર્ષની લાગણી સાથે અંબાજી ચેપ્ટરના પ્રમુખ હિતેષભાઈ જોશી જણાવે છે કે , રાષ્ટ્ર સેવા અને રાષ્ટ્ર ભાવના ઉજાગર કરવાના હેતુથી ભારતમાતાનું પૂજન કરવાનું આયોજન પણ કરાયું છે .

આ પણ વાંચોઃ Information on planting: કૃષિ યુનિવર્સિટી દ્વારા ખેડૂતોને વાવેતરને લગતા મુદ્દાઓ અંગે મદદરૂપ થઈ શકે તેવી માર્ગદર્શિકા જાહેર

સંસ્થાના રાષ્ટ્રીય સંગઠન મંત્રી , ડૉ . હેમરાજભાઈ રાણા વધુમાં એમ પણ જણાવે છે કે , આ રક્ષાબંધન કાર્યક્રમમાં આવનાર દરેક બહેનોને માન . વડાપ્રધાન નરેન્દ્રભાઈ મોદી સાહેબને રાખડી બાંધતો ફોટો ઓન ધી સ્પોટ ફોટો ફ્રેમ કરીને આપવામાં આવશે અને એ સાથે જ ભારતમાતાની છબી પણ આપવામાં આવશે .

આજે જ્યારે આખા દેશમાં માન . વડાપ્રધાન નરેન્દ્રભાઈ મોદી સાહેબ દ્વારા આઝાદીના અમૃત મહોત્સવની ઉજવણી અંતર્ગત રાષ્ટ્ર ભાવના ઉજાગર કરવાના સંકલ્પ સાથે હર ઘર તિરંગા અને તિરંગા યાત્રાનું દેશભરમાં આયોજન થઈ રહ્યું છે ત્યારે નેશન ફર્સ્ટ ફાઉન્ડેશન – રાષ્ટ્ર કે લિએ , રાષ્ટ્ર કો સમર્પિતના સૂત્ર સાથે કાર્યક્રમમાં આવનારી દરેક બહેનોને રાષ્ટ્ર ધ્વજ આપશે અને મા અંબાના આશીર્વાદરૂપે પ્રસાદ પણ આપવામાં આવશે .

રક્ષાબંધન ઉત્સવની શોભા વધારવા માટે કાર્યક્રમના અધ્યક્ષ પદે રમણભાઈ મા . પટેલ પ્રાંત સંરક્ષક , સક્ષમ ગુજરાત હાજર રહેશે . કાર્યક્રમના મુખ્ય મહેમાન પદે હિતેષભાઈ પંડ્યા ચીફ પેટ્રન , નેશન ફર્સ્ટ ફાઉન્ડેશન અને માન . મુખ્યમંત્રી જનસંપર્ક અધિકારી , ગુજરાત રાજ્ય હાજર રહીને કાર્યક્રમની શોભા વધારશે .

આ કાર્યક્રમમાં શ્રોતાઓને તેમના વક્તવ્ય દ્વારા રાષ્ટ્રભક્તિમાં તરબોળ કરવા માટે ડૉ . યજ્ઞાબેન જોષી , ક્ષેત્રીય સંયોજિકા – દુર્ગાવાહિની , વિશ્વ હિન્દુ પરિષદ વિશેષ ઉપસ્થિત રહેશે . આ કાર્યક્રમના નિમંત્રક નેશન ફર્સ્ટ ફાઉન્ડેશનમાં રાષ્ટ્રીય સંગઠન મંત્રી , ડૉ . હેમરાજભાઈ રાણા અને અંબાજી ચેપ્ટરના પ્રમુખ હિતેષભાઈ જોષી દ્વારા અંબાજી ખાતે રક્ષાબંધન ઉત્સવમાં હર્ષભેર જોડાવા માટે તમામ બહેનોને આમંત્રણ આપવામાં આવે છે . તમામ રાખડીઓ બહેનોની યાદી સાથે પ્રધાનમંત્રીના કાર્યાલયમાં મોકલવામાં આવશે.

આ પણ વાંચોઃ MI Cape Town: આજે મુંબઈ ઈન્ડિયન્સમાં જોડાઈ રહેલી બે નવી ફ્રેન્ચાઈઝીના નામ અને બ્રાન્ડની ઓળખનું અનાવરણ થયુ

Gujarati banner 01