200 Workers Joined AAP

200 Workers Joined AAP: 14 હોદ્દેદારો તથા 200થી વધુ કાર્યકર્તાઓ આમ આદમી પાર્ટીમાં જોડાયાઃ ઈસુદાન ગઢવી

  • ગુજરાતમાં 28 વર્ષથી ભાજપની સરકાર છે અને વારંવાર પેપર લીક થઈ રહ્યા છેઃ ઇસુદાન ગઢવી

200 Workers Joined AAP: આમ આદમી પાર્ટીમાં લોકો જન આંદોલનના પગલે જોડાઈ રહ્યા છેઃ ઇસુદાન ગઢવી

અમદાવાદ, 03 ઓક્ટોબરઃ 200 Workers Joined AAP: આમ આદમી પાર્ટીના ગુજરાત પ્રદેશ પ્રમુખ ઈસુદાન ગઢવીએ મહત્વપૂર્ણ મુદ્દે પત્રકાર પરિષદને સંબોધિત કરતા કહ્યું કે, હાલ એક સમાચાર મળ્યા છે, એ અનુસાર વલસાડમાં કોલેજનું પેપર લીક થયું છે. પેપર પૂરું થાય એ પહેલા જ વાયરલ થઈ ગયું હતું અને વિદ્યાર્થીઓએ ખૂબ જ હોબાળો મચાવ્યો હતો. ગુજરાતના યુવાનો સાથે વારંવાર મજાક થઈ રહી છે.

ગુજરાતમાં 28 વર્ષથી ભાજપની સરકાર છે અને વારંવાર પેપર લીક થઈ રહ્યા છે, જ્યારે બીજી બાજુ ભાજપના નેતાઓ રાજસ્થાનમાં જઈને કહી રહ્યા છે કે, જો રાજસ્થાનમાં ભાજપની સરકાર બનશે તો પેપર લીકની ઘટનાઓને રોકવામાં આવશે અને પેપર લીક કરવાવાળા લોકોને પાતાળમાંથી પણ પકડવામાં આવશે. મારો એ સવાલ છે કે ગુજરાતના યુવાનો એ શું ગુનો કર્યો છે? ગુજરાતમાં પેપર લીક કરવાવાળા લોકોને શા માટે પકડવામાં નથી આવતા?

હું ગુજરાતની જનતાને કહેવા માંગીશ કે આપણે વિચારે વગર ભાજપને મત આપી દઈએ છીએ એટલા માટે વારંવાર ભાજપ આપણા બાળકોની મજાક ઉડાવે છે. બીજા રાજ્યમાં મોટા-મોટા વાયદા કરવાવાળા ભાજપના લોકોની ગુજરાતમાં કોઈ સારી દાનત નથી.

આમ આદમી પાર્ટીએ જ્યારે ગેરંટી કાર્ડ આપીને કહ્યું કે ગુજરાતની બહેન દીકરીઓ તથા મહિલાઓને મહિને ₹1,000ની સહાય ચૂકવવામાં આવશે, ત્યારે ભાજપના લોકોએ આ બાબતની મજાક ઉડાવી. પરંતુ મધ્યપ્રદેશમાં ભાજપની સરકાર મહિલાઓને મહિને ₹1,000 આપી રહી છે, તો ગુજરાતનું મહિલાઓએ શું ગુનો કર્યો છે? ભાજપે વારંવાર ગુજરાતની માતા-બહેનો, યુવાનો, કોન્ટ્રાક્ટર કામ કરવાવાળા કર્મચારીઓ સાથે અન્યાય કર્યો છે.

અમે ફરી વખત માંગ કરી રહ્યા છીએ કે ભાજપના રાજમાં જેટલા પણ પેપર લીક થયા છે એની નિવૃત્ત ન્યાયાધીશની અધ્યક્ષતામાં સીટની રચના કરવામાં આવે અને તપાસ કરવામાં આવે. મને પૂરી ખાતરી છે કે આવી કોઈ તપાસ કરવામાં આવશે નહીં અને સીબીઆઇ કે ઇડી પણ ગુજરાતમાં આવશે નહીં.

૧૪ જેટલા હોદ્દેદારો તથા 200થી વધુ કાર્યકર્તાઓ આમ આદમી પાર્ટીમાં જોડાયા

ત્યારબાદ આમ આદમી પાર્ટીના પ્રદેશ પ્રમુખે ઇસુદાન ગઢવીએ બીજી મહત્વપૂર્ણ વાત જણાવતા કહ્યું કે, આમ આદમી પાર્ટીના રાષ્ટ્રીય સંયોજક અને દિલ્હીના મુખ્યમંત્રી અરવિંદ કેજરીવાલની અને આમ આદમી પાર્ટીની વિચારધારા સાથે ઘણા કોંગ્રેસ, ભાજપ અને બીજી પાર્ટીના આગેવાનો, સામાજિક કાર્યકરો આમ આદમી પાર્ટીમાં જોડાઈ રહ્યા છે. જનતા માટે કંઈ કરવાના ઉદ્દેશ સાથે સૌથી ઝડપથી ઉભરતી પાર્ટીમાં આજે ઘણા મહાનુભાવો આમ આદમી પાર્ટીમાં જોડાઈ રહ્યા છે.

જેમાં મુખ્યત્વે રાજેન્દ્રસિંહ (ભરતસિંહ) ચૌહાણ, જેઓ બાર ગામ રાજપૂત સમાજ પ્રમુખ તથા કોંગ્રેસ પાર્ટીમાં મંત્રી રહી ચૂક્યા છે. હરીશભાઈ વિનુભાઈ પટેલ, જેઓ કોંગ્રેસ પાર્ટીમાં પૂર્વ આણંદ જિલ્લા ઉપપ્રમુખ રહી ચૂક્યા છે તથા તંત્રી તરીકે ઇન્ડિયા ટીવી ગુજરાતી ન્યુઝ ચેનલમાં જવાબદારી નિભાવી રહ્યા છે. સફાવત ખાન બસીર ખાન પઠાણ, જેઓ ભાજપમાં પૂર્વ આણંદ જિલ્લા ઉપપ્રમુખ ( લઘુમતી મો) માં ફરજ નિભાવી ચૂક્યા છે. રાજુભાઈ મગનભાઈ તળપદા (આખોલકર), જેઓ મધ્ય ગુજરાત તળપદા સમાજ પ્રમુખ છે.

જહીર મિયા નૂર મહંમદ મલેક, L. J. Pમાં પૂર્વ જિલ્લા પ્રમુખ રહી ચૂક્યા છે. રણવીર સિંહ ચાવડા, જેઓ કરણી સેનામાં ખંભાત તાલુકામાં પ્રવક્તા તરીકે ફરજ નિભાવી રહ્યા છે. કૃતિક કુમાર મકવાણા, જેઓ કોંગ્રેસ કાર્યકર છે. આરીફ મલેક, જેઓ કોંગ્રેસ પાર્ટીમાં પૂર્વ પેટલાદ તાલુકા પ્રમુખ (લઘુમતી મો) રહી ચૂક્યા છે. મહેન્દ્રસિંહ સોલંકી, જેઓ સામાજીક કાર્યકર છે. કુલ ૧૪ જેટલા હોદ્દેદારો તથા 200થી વધુ કાર્યકર્તાઓ સાથે આમ આદમી પાર્ટીમાં જોડાયા છે. આ તમામનું હું સમગ્ર આમ આદમી પાર્ટી તરફથી સ્વાગત કરું છું.

આમ આદમી પાર્ટીના પ્રદેશ પ્રમુખ ઈસુદાન ગઢવીએ ટોપી અને ખેસ પહેરાવીને મહાનુભાવોને વિધિવત રીતે આમ આદમી પાર્ટીમાં જોડ્યા. ત્યારબાદ આમ આદમી પાર્ટીના પ્રદેશ પ્રમુખે ઇસુદાન ગઢવીએ કહ્યું કે, આમ આદમી પાર્ટીમાં લોકો જન આંદોલનના પગલે જોડાઈ રહ્યા છે.

અમે એક અઠવાડિયામાં એક શિસ્ત સમિતિની ઘોષણા કરવા જઈ રહ્યા છીએ. એ સમિતિમાં જે તે કાર્યકર નારાજ હશે તો તે ફરિયાદ કરી શકશે. પરંતુ હું તમામ કાર્યકર્તાઓને કહેવા માંગીશ કે આપણી ખૂબ જ મોટા લક્ષ્યને લઈને ચાલી રહ્યા છીએ, માટે કોઈની વાતોમાં આવવું નહીં.

ભાજપના રાજમાં કોન્ટ્રાક્ટ અને આઉટસોર્સિંગની ભરતીઓ લાવીને શોષણ કરવામાં આવી રહ્યું છે. જૂની પેન્શન યોજના લાગુ કરવામાં આવતી નથી, પોલીસને પણ ગ્રેડપે આપવામાં આવતો નથી. આમ આદમી પાર્ટીએ આ તમામ મુદ્દા વિધાનસભામાં પણ અને રોડ ઉપર પણ ઉઠાવ્યા છે. 2027માં આમ આદમી પાર્ટીની સરકાર બન્યા બાદ આ તમામ કામ અમે પૂરા કરીશું.

બિહારમાં જાતિગત જનગણના કરવામાં આવી, એ અનુસાર એસસી, એસટી અને ઓબીસી 84% છે. તો અમારું માનવું છે અને માંગણી છે કે ગુજરાતમાં પણ જાતિગત જનગણના શરૂ કરવામાં આવે. જો જાતીગત આંકડા આવશે તો એ આંકડાઓ પ્રમાણે દરેક સમાજના લોકોને હકની અધિકાર આપી શકાશે.

ગુજરાતમાં 31 લાખ બીપીએલ કાર્ડ ધારકો છે, જેમાં હજુ પણ વધારો થઈ રહ્યો છે. જાતિગત જનગણના કરવામાં આવશે તો આ લોકો માટે બજેટ ફાળવી શકાય અને તેમને હક આપી શકાય.

આ પણ વાંચો…. Pav Bhaji Recipe: આ રીતથી ઘરે બનાવો પાવભાજી, એકદમ રેસ્ટોરન્ટ જેવી સ્વાદિષ્ટ બનશે…

Gujarati banner 01
દેશ કી આવજના સમાચાર ફેસબુક પર મેળવવા માટે ફેસબુક પેજ લાઈક કરો