exam for job

NEET PG 2024 Exam: નેશનલ મેડિકલ કમિશને NEET PG 2024 પરીક્ષાની તારીખ જાહેર- જાણો ક્યારે છે એક્ઝામ

NEET PG 2024 Exam: NEET PGની પરીક્ષા આગામી 23 જૂન 2024 ના રોજ લેવામાં આવશે અને તેનુ પરિણામ આગામી 15 જુલાઈના રોજ જાહેર કરવામાં આવશે

whatsapp banner

નવી દિલ્હી, 26 માર્ચઃ NEET PG 2024 Exam: નેશનલ મેડિકલ કમિશને NEET PG 2024 પરીક્ષાની તારીખ જાહેર કરી છે. NEET PGની પરીક્ષા આગામી 23 જૂન 2024 ના રોજ લેવામાં આવશે અને તેનુ પરિણામ આગામી 15 જુલાઈના રોજ જાહેર કરવામાં આવશે. નેશનલ મેડિકલ કમિશન દ્વારા જાહેર કરવામાં આવેલા નોટિફિકેશન મુજબ, ઈન્ટર્નશિપની કટ-ઓફ તારીખમાં કોઈ જ ફેરફાર કરવામાં આવ્યો નથી.

આ પણ વાંચોઃ Green Energy Gallery Launched: લંડનના સાયન્સ મ્યુઝિયમમાં અદાણી ગ્રુપની ગ્રીન એનર્જી ગેલેરી શરૂ, ગૌતમ અદાણીએ ફોટોઝ કર્યા શેર

પોસ્ટ ગ્રેજ્યુએટ મેડિકલ એજ્યુકેશન બોર્ડ (PGMEB), મેડિકલ કાઉન્સેલિંગ કમિટી અને નેશનલ મેડિકલ કમિશન, ડિરેક્ટોરેટ જનરલ ઑફ હેલ્થ સાયન્સ અને મેડિકલ સાયન્સ માટે નેશનલ બોર્ડ ઑફ એક્ઝામિનેશન દ્વારા આયોજિત બેઠક દરમિયાન આ નિર્ણય લેવામાં આવ્યો હતો.

અત્રે ઉલ્લેખનીય છે કે, અગાઉ NEET PGની પરીક્ષા 3 માર્ચે યોજાવાની હતી, પરંતુ ચૂંટણી પંચે NEET PGની પરીક્ષાને 7 જુલાઈ, 2024 સુધી સ્થગિત કરી દીધી હતી. નેશનલ મેડિકલ કમિશન દ્વારા બહાર પાડવામાં આવેલા સુધારેલા સમયપત્રક અનુસાર,નેશનલ મેડિકલ કમિશન 15 જુલાઈ સુધીમાં NEET PG 2024નું પરિણામ જાહેર કરશે. વધુ માહિતી માટે, ઉમેદવારો નેશનલ મેડિકલ કમિશનની સત્તાવાર વેબસાઇટની મુલાકાત લઈ શકે છે.

આ પણ વાંચોઃ Rules Change From 1st April: 1લી એપ્રિલે નવા નાણાકીય વર્ષની શરૂઆત સાથે ઘણા મોટા ફેરફાર, આર્થિક વ્યવહારને પણ થશે અસર

દેશ કી આવજના સમાચાર ફેસબુક પર મેળવવા માટે ફેસબુક પેજ લાઈક કરો