Rules Change From 1st April

Rules Change From 1st April: 1લી એપ્રિલે નવા નાણાકીય વર્ષની શરૂઆત સાથે ઘણા મોટા ફેરફાર, આર્થિક વ્યવહારને પણ થશે અસર

Rules Change From 1st April: યસ બેંકના ક્રેડિટ કાર્ડના નિયમોમાં 1 એપ્રિલ 2024 થી ફેરફાર જોવા મળશે

whatsapp banner

બિઝનેસ ડેસ્ક, 26 માર્ચઃ Rules Change From 1st April: માર્ચ મહિનો પૂર્ણ થવામાં ગણતરીના જ દિવસો બાકી છે. 1લી એપ્રિલે નવા નાણાકીય વર્ષની શરૂઆત સાથે ઘણા મોટા ફેરફાર જોવા મળશે જે સીધી તમારા રોજિંદા આર્થિક વ્યવહારને અસર કરશે.

NPS એકાઉન્ટમાં લોગ ઇન કરવા હવે તમારે ટુ ફેક્ટર વેરિફિકેશન કરવું પડશે. સાયબર ફ્રોડ અને ખાતાધારકોને છેતરપિંડીથી બચાવવા લોગીન સિસ્ટમને વધુ સિક્યોર બનાવવામાં આવી છે. બદલાયેલ નિયમ 1 એપ્રિલ 2024 થી લાગુ પડશે.

આ પણ વાંચોઃ Bjp Announced 5 Candidates Name :ગુજરાત વિધાનસભાની પેટા ચૂંટણી માટે ભાજપે આ પાંચ ઉમેદવારના નામ કર્યા જાહેર- વાંચો વિગત

SBI ક્રેડિટ કાર્ડ નિયમોમાં પણ બદલાવ જોવા મળશે. હવે ભાડાની ચુકવણી પર મળતા રિવોર્ડ પોઈન્ટ 1લી એપ્રિલથી મળશે નહીં. આ ઉપરાંત ઘણી સુવિધાઓ અંગે પણ SBI એ ફેરફાર કરવાનો નિર્ણય લીધો છે.

યસ બેંકના ક્રેડિટ કાર્ડના નિયમોમાં 1 એપ્રિલ 2024 થી ફેરફાર જોવા મળશે. હવે ગ્રાહકોને નાણાકીય વર્ષના એક ક્વાર્ટરમાં ઓછામાં ઓછા રૂપિયા 10,000 ખર્ચવા પર ડોમેસ્ટિક એરપોર્ટ લાઉન્જમાં મફત પ્રવેશ મળશે. આ નિયમ ICICI બેંકના ક્રેડિટકાર્ડ ધારકોને 35000 રૂપિયાના ખર્ચની મર્યાદા પર લાગુ પડશે.

OLA મની વૉલેટના નિયમોમાં ફેરફાર જોવા મળશે. OLA એ તેના ગ્રાહકોને SMS મોકલીને કહ્યું છે કે પ્રીપેડ પેમેન્ટ ઇન્સ્ટ્રુમેન્ટ)વોલેટ સેવાની મર્યાદા વધારીને રૂપિયા 10,000 સુધી કરવામાં આવી રહી છે.

આ પણ વાંચોઃ Virat Kohli Video Call: વિરાટ કોહલીએ પંજાબ કિંગ્સને હરાવ્યા બાદ મેદાન પરથી જ અનુષ્કા શર્માને કર્યો વીડિયો કોલ- જુઓ વાયરલ વીડિયો

દેશ કી આવજના સમાચાર ફેસબુક પર મેળવવા માટે ફેસબુક પેજ લાઈક કરો