New Jio prepaid plan: જીયોએ 30 દિવસની વેલિડિટીવાળો નવો પ્લાન કર્યો લોન્ચ, ડેટા અને કોલિંગનો ફાયદો

New Jio prepaid plan: 259 રૂપિયાના પ્રીપેડ પ્લાન સિવાય કંપનીએ 555 રૂપિયાનો પ્રીપેડ પ્લાન પણ રજૂ કર્યો

નવી દિલ્હી, 29 માર્ચઃ New Jio prepaid plan: ભારતની સૌથી મોટી ટેલિકોમ કંપની જિયોએ વધુ એક શાનદાર પ્લાન લોન્ચ કર્યો છે. કંપનીનો આ પ્લાન 259 રૂપિયાનો છે. આ કંપનીનો કેલેન્ડર મંથ વેલિડિટી પ્લાન છે. ખાસ વાત છે કે આ પ્લાન એક મહિનો એટલે કે પૂરી 30 દિવસની વેલિડિટી સાથે આવે છે. પ્લાનમાં યૂઝર્સને ભરપૂર ડેટા અને અનલિમિટેડ કોલિંગ જેવી સુવિધાઓનો લાભ મળે છે. 

Jio 259 Rupees prepaid plan
રિલાયન્સ જિયોનો આ પ્લાન ગ્રાહકોને દરરોજ 1.5 જીબી ડેટા ઓફર કરે છે. પ્લાનમાં તમને 30 દિવસની વેલિડિટી મળે છે. આ રીતે કુલ 45 જીબી ડેટા આપવામાં આવે છે. તેમાં અનલિમિટેડ કોલિંગ અને દરરોજ 100 એસએમએસનો લાભ આપવામાં આવી રહ્યો છે. આ સિવાય જિયો એપ્સનું ફ્રી સબ્સક્રિપ્શન આપવામાં આવી રહ્યું છે. 

જો કોઈ યૂઝર્સ 5 માર્ચે નવા 259 રૂપિયાના માસિક પ્લાનની સાથે રિચાર્જ કરાવે છે તો ત્યારબાદ રિચાર્જની આગામી તારીખ 5 એપ્રિલ પછી 5 મે અને પછી 5 જૂન હશે. તમે ઈચ્છો તો બાકી જિયો પ્રીપેડ પ્લાનની જેમ 259 રૂપિયાના પ્લાનને એકવારમાં ઘણા રિચાર્જ કરી શકો છો. તેનાથી વર્તમાનમાં એક્ટિવ પ્લાન બાદ નવા મહિનામાં તે ઓટોમેટિક એક્ટિવેટ થઈ જશે. તેનાથી તમને વારંવાર રિચાર્જ કરાવવામાંથી મુક્તિ મળશે. 

આ પણ વાંચોઃ Weekly panchang: 3 એપ્રિલ સુધી દરરોજ કોઈ વ્રત કે પર્વ- વાંચો, ખરીદી માટે ચાર ખાસ શુભ મુહૂર્ત વિશે

555 રૂપિયાનો નવો પ્લાન
259 રૂપિયાના પ્રીપેડ પ્લાન સિવાય કંપનીએ 555 રૂપિયાનો પ્રીપેડ પ્લાન પણ રજૂ કર્યો છે. આ પ્લાનમાં યૂઝર્સને 55 દિવસ માટે 55 જીબી ડેટા આપવામાં આવે છે. એટલે કે આ માત્ર ડેટા પ્લાન છે, જેમાં ગ્રાહકને કોલિંગ અને એસએમએસનો લાભ મળશે નહીં. પ્લાનની સાથે Disney+ Hotstar Mobile નું ઓવર-ધ-ટોપ (ઓટીટી) સબ્સક્રિપ્શન પણ મળશે.

નોંધનીય છે કે, તમામ ટેલિકોમ કંપનીઓ હવે 1 મહિનાના નામ પર 28 દિવસના પ્રીપેડ પ્લાન ઓફર કરે છે. તેના પર ટ્રાઈએ ચિંતા વ્યક્ત કરતા કંપનીઓ માટે દિશાનિર્દેશ જાહેર કર્યા હતા. દૂરસંચાર નિયામક ટ્રાઈએ જાન્યુઆરીમાં કહ્યું હતું કે દૂરસંચાર કંપનીઓને 30 દિવસની વેલિડિટીવાળા ઓછામાં ઓછા એક પ્લાન વાઉચર, એક સ્પેશિયલ ટેરિફ વાઉચર અને એક કોમ્બો વાઉચરની રજૂઆત કરવી પડશે. 

આ પણ વાંચોઃ New GST Rules: 1 એપ્રિલથી જીએસટીમાં લાગૂ થશે નવી સિસ્ટમ, વાંચો નવા નિયમો વિશે

Gujarati banner 01
દેશ કી અવાજના તમામ સમાચાર ફેસબુક પર મેળવવા માટે લાઈક કરો.