Money Pension

PM gyaanveer yojana fact check: સરકાર આપશે યુવાઓને દર મહિને 3400 રૂપિયા- જાણો શું છે હકીકત

PM gyaanveer yojana fact check: વાયરલ થઈ રહેલા મેસેજમાં દાવો કરાઈ રહ્યો છે કે પ્રધાનમંત્રી જ્ઞાનવીર યોજનામાં રજિસ્ટ્રેશન કરાવવા પર યુવાઓને દર મહિને 3400 રૂપિયા આપવામાં આવશે.

નવી દિલ્હી, 08 સપ્ટેમ્બરઃ PM gyaanveer yojana fact check: સરકાર દ્વારા દરેક વયના લોકો માટે અલગ અલગ યોજના લાગુ કરવામાં આવી રહી છે. તેવામાં અનેક યોજનાઓમાં સબસિડી અને ભથ્થાનું પ્લાનિંગ પણ હોય છે. હવે મોદી સરકારની પ્રધાનમંત્રી જ્ઞાનવીર યોજના હેઠળ યુવાઓને દર મહિને 3400 રૂપિયા મળવાની વાત થઈ રહી છે. 

તાજેતરમાં જ સોશિયલ મીડિયા પર વાયરલ થઈ રહેલા મેસેજમાં દાવો કરાઈ રહ્યો છે કે પ્રધાનમંત્રી જ્ઞાનવીર યોજનામાં રજિસ્ટ્રેશન કરાવવા પર યુવાઓને દર મહિને 3400 રૂપિયા આપવામાં આવશે. આ પ્રકારની કોઈ પણ યોજનામાં રજિસ્ટ્રેશન કરાવતા પહેલા તેની પૂરતી જાણકારી હોવી જરૂરી છે. આવો જાણો આ અંગે વિસ્તૃત રીતે…

વાયરલ મેસેજ
સોશિયલ મીડિયા પર વાયરલ થઈ રહેલા મેસેજમાં દાવો કરાઈ રહ્યો છે કે સરકાર તરફથી યુવાઓને દર મહિને 3400 રૂપિયાની સહાયતા કરવામાં આવશે. આ માટે પ્રધાનમંત્રી જ્ઞાનવીર યોજનામાં રજિસ્ટ્રેશન કરાવવું જરૂરી છે. મેસેજ કરનારા વ્યક્તિએ એવો દાવો પણ કર્યો છે કે તે યોજના હેઠળ 3400 રૂપિયા મળ્યા છે.

આ પણ વાંચોઃ Best Financial Management Report: શ્રેષ્ઠ નાણાંકીય વ્યવસ્થાપન માટે નીતિ આયોગના રિપોર્ટમાં ગુજરાત સમગ્ર દેશમાં અગ્રેસર

આ છે હકીકત
સરકારી એજન્સી પ્રેસ ઈન્ફોર્મેશન બ્યૂરો (PIB) એ વાયરલ મેસેજનું ફેક્ટ ચેક(PIB FactCheck) જણાવતા કહ્યું છે કે આ મેસેજ સંપૂર્ણ રીતે ફેક છે. પીઆઈબી તરફથી એવી એડવાઈઝરી પણ બહાર પડાઈ છે કે આ પ્રકારના કોઈ પણ મેસેજના ચક્કરમાં ફસાઈને તમારી કોઈ પણ પ્રકારની જાણકારી શેર કરવી નહીં. 

પીઆઈબી તરફથી એવું પણ કહેવાયું છે કે લોકોને ઠગવા માટે સરકારી યોજનાઓથી હળતા ભળતા નામથી આવી ફેક યોજનાઓના નામ રાખવામાં આવે છે. આ પ્રકારના નામ જોઈને લોકો તેમાં ફસાઈ જાય છે. આ લોકો સરકારી નોકરીના નામ પર ફેક લિંક શેર કરે છે. જેને ક્લિક કરતા જ વ્યક્તિના બેંક એકાઉન્ટમાંથી પૈસા ઉપડી જાય છે. 

આ પણ વાંચોઃ Acharya devvrat controversial statement: રાજ્યપાલ આચાર્ય દેવવ્રતનું વિવાદિત નિવેદનથી હિન્દુઓ રોષે ભરાયા- વાંચો એવુ તો શું કહ્યું હિન્દુ ધર્મ વિશે

Gujarati banner 01