PM Kisan Tractor Yojana

PM Kisan Tractor Yojana: હેઠળ મળી શકે છે ટ્રેક્ટરની ખરીદી પર આટલા ટકાની સબસિડી, વાંચો કેવી રીતે મળશે લાભ!

PM Kisan Tractor Yojana: કેન્દ્ર સરકારે ખેડૂતો માટે ટ્રેક્ટરની ખરીદી કરવા માટે પણ સબસિડીની શરૂઆત કરી છે. આ યોજનાનું નામ પીએમ કિસાન ટ્રેક્ટર યોજના છે

નવી દિલ્હી, 19 જુલાઇઃ PM Kisan Tractor Yojana: ખેડૂતોને ટ્રેક્ટર ખરીદવા માટે કેન્દ્ર સરકાર PM KISAN TRACTOR યોજના હેઠળ સબસિડી આપે છે. જેના પગલે કોઈ પણ કંપનીનું ટ્રેક્ટર ખેડૂતો અડધી કિંમતે ખરીદી શકે છે. મોદી સરકાર ખેડૂતોની આવક વધારવા માટે પ્રયત્નો કરી રહી છે.

ખેડૂતોને આર્થિક મદદ કરવા માટે અનેક યોજના(PM Kisan Tractor Yojana) શરૂ કરી છે. ખેડૂતોને ખેતી કરવા માટે કેટલાક પ્રકારના મશીનોની જરૂર પણ પડતી હોય છે. તેવામાં હવે કેન્દ્ર સરકારે ખેડૂતો માટે ટ્રેક્ટરની ખરીદી કરવા માટે પણ સબસિડીની શરૂઆત કરી છે. આ યોજનાનું નામ પીએમ કિસાન ટ્રેક્ટર યોજના છે.

ખેડૂતો માટે ટ્રેક્ટર ખૂબ જ ઉપયોગી અને મહત્વનું સાધન છે પણ ભારતમાં કેટલાક ખેડૂતો એવા છે. જે આર્થિક તંગીના કારણે ટ્રેક્ટર નથી ખરીદી શકતા. એવી પરિસ્થિતીમાં ખેડૂતો ટ્રેક્ટર ભાડે લે છે. અથવા તો પછી બળદથી ખેતી કરે છે. તેવામાં સરકાર આવા ખેડૂતો માટે યોજના લઈને આવી છે. PM KISAN TRACTOR યોજના હેઠળ ખેડૂતો અડધી કિંમતે ટ્રેક્ટર મેળવી શકે છે.

ખેડૂતોને ટ્રેક્ટર ખરીદવા માટે કેન્દ્ર સરકાર PM KISAN TRACTOR યોજનાથી સબસિડી આપે છે. જેમાં, ખેડૂતો કોઈપણ ટ્રેક્ટર અડધી કિંમતમાં તેની ખરીદી કરી શકે છે. બાકીના અડધા પૈસા સરકાર સબસિડી તરીકે આપે છે. આની સાથે કેટલીક રાજ્ય સરકાર પણ 20થી 50 ટકાની સબસિડી ટ્રેક્ટરની ખરીદી પર આપે છે.

સરકાર 1 ટ્રેક્ટરની ખરીદી પર જ સબસિડી આપશે. જેના માટે ખેડૂતોએ આધાર કાર્ડ, જમીનના કાગળ, બેન્કની ડિટેલ, પાસપોર્ટ સાઈઝ ફોટો, જેવા મહત્વના દસ્તાવેજો આપવા પડશે. આ યોજના અંતર્ગત ખેડૂતો કોઈપણ નજીકના CSC સેન્ટર પર જઈને ઑનલાઈન અપલાઈ કરી શકે છે. 

Whatsapp Join Banner Guj

આ પણ વાંચોઃ Parliament monsoon session 2021: આજથી સંસદનું ચોમાસુ સત્ર શરુ, વિપક્ષ પણ આ મુદ્દાને લઇને સરકારને ઘેરવા તૈયાર- વાંચો વિગત