Farmer 1582671601

PM Kisan Yojana: PM કિસાન યોજનાનો લાભ લેવા માટે ઘરેબેઠા આ રીતે રજિસ્ટ્રેશન કરો- વાંચો સંપૂર્ણ વિગત

PM Kisan Yojana: આ યોજના અંતર્ગત અત્યાર સુધી 11 કરોડ ખેડૂતોને લાભ થયો છે અને કેન્દ્રએ 1.35 લાખ કરોડથી વધારે રૂપિયા ખેડૂતોના બેંક ખાતામાં ટ્રાન્સફર કર્યા

કામની વાત, 16 જુલાઇઃ PM Kisan Yojana: સરકારે PM કિસાન યોજના અંતર્ગત અત્યાર સુધી 11 કરોડથી વધારે ખેડૂતોના બેંક ખાતામાં સીધા 1.35 લાખ કરોડ રૂપિયાથી વધારે રકમ ટ્રાન્સફર કરી છે. સરકારે રાજ્યોને તમામ પાત્ર ખેડૂતોને આ મુખ્ય કાર્યક્રમનો લાભ મળે તે સુનિશ્ચિત કરવા જણાવ્યું છે. જો તમે પણ હજી સુધી સરકારી આ યોજનાનો લાભ નથી લીધો તો આ રીતે રજિસ્ટ્રેશન કરાવો.

આ યોજના(PM Kisan Yojana) અંતર્ગત અત્યાર સુધી 11 કરોડ ખેડૂતોને લાભ થયો છે અને કેન્દ્રએ 1.35 લાખ કરોડથી વધારે રૂપિયા ખેડૂતોના બેંક ખાતામાં ટ્રાન્સફર કર્યા છે. આ સ્કિમ અંતર્ગત દર વર્ષે મોદી સરકાર ખેડૂતોને 6000 રૂપિયા 2000 હજારના ત્રણ હપ્તામાં આપે છે. તેના અંતર્ગત દર વર્ષે પહેલો હપ્તો 1 એપ્રિલથી 31 જુલાઈ, બીજો હપ્તો 1 ઓગસ્ટથી 30 નવેમ્બર અને ત્રીજો હપ્તો એક ડિસેમ્બરથી 31 માર્ચની વચ્ચે આવે છે.

આ સ્કિમમાં રજિસ્ટ્રેશન કરાવવું સરળ છે. તમે ઓનલાઈન ઘરેબેઠા આ પ્રોસેસ પૂરી કરી શકો છો. તે સિવાય તમે પંચાયત સચિવ અથવા પટવારી અથવા સ્થાનિક સામાન્ય સેવા કેન્દ્ર દ્વારા આ યોજના(PM Kisan Yojana) માટે અપ્લાય કરી શકો છો. તે સિવાય તમે જાતે પણ આ યોજના માટે રજિસ્ટ્રેશન કરાવી શકો છો.

આ રીતે રજિસ્ટ્રેશન કરાવી શકો છો

  • સૌથી પહેલા તમારે PM Kisanની ઓફિશિયલ વેબસાઈટ પર જવું.
  • હવે Farmers Corner પર જવું.
  • અહીં તમારે ‘New Farmer Registration’ વિકલ્પ પર ક્લિક કરવું પડશે.
  • ત્યારબાદ આધાર નંબર એન્ટર કરવો પડશે.
  • તેની સાથે કેપ્ચા કોડ નાખીને રાજ્યને પસંદ કરવું પડશે અને પ્રોસેસ આગળ વધારો.
  • આ ફોર્મમાં તમારે તમારી બધી પર્સનલ જાણકારી ભરવી પડશે.
  • તે સાથે બેંક અકાઉન્ટની માહિતી અને ખેતી સાથે સંબંધિત જાણકારી ભરવી પડશે.
  • ત્યારબાદ તમે ફોર્મ સબમિટ કરી શકો છો.

નોંધનીય છે કે, 2019માં શરૂ થયેલી આ યોજનામાં છેલ્લા ઘણા સમયમાં ઘણી સમસ્યા જોવા મળી છે, જેને સરકારે સુધારવાનો નિર્ણય કર્યો છે. સરકારે આ યોજનામાં પારદર્શિતા લાવવા માટે આ પગલું ભર્યું છે. કિસાન સન્માન નિધિ યોજનામાં નવું રજિસ્ટ્રેશન કરાવનાર ખેડૂતોને હવે અરજી ફોર્મમાં પોતાની જમીનનો પ્લોટ નંબર પણ જણાવવો પડશે. જો કે, નવા નિયમો યોજના સાથે સંકળાયેલા જૂના લાભાર્થીઓને અસર કરશે નહીં.

Whatsapp Join Banner Guj

આ પણ વાંચોઃ Heavy rains forecast: છેલ્લા 24 કલાકમાં ગુજરાતના આ તાલુકમાં વરસાદ અને અગામી બે દિવસ ભારે વરસાદની આગાહી..!