Jamnagar Rajput Samaj

Jamnagar Rajput Samaj: જામનગર રાજપૂત સમાજના વિવિધ ક્ષેત્રે ચૂંટાયેલા પ્રતિનિધિઓનો સન્માન સમારોહ યોજાયો

અહેવાલ: જગત રાવલ
જામનગર, ૧૦ જુલાઈ
: Jamnagar Rajput Samaj: જામનગર અને દ્વારકા જિલ્લાના સ્થાનિક સ્વરાજ્યની ચૂંટણીમાં તથા વિવિધ સંસ્થામાં ચૂંટાયેલા જનપ્રતિનિધિઓને અન્ન અને નાગરિક પુરવઠા રાજ્યમંત્રી ધર્મેન્દ્રસિંહ જાડેજાના હસ્તે સન્માનિત કરાયા હતા. જામનગરની છ અગ્રગણ્ય સંસ્થાઓ જામનગર જિલ્લા રાજપૂત સેવા સમાજ, જામનગર જિલ્લા રાજપૂત સમાજ સમૂહ લગ્ન સમિતિ, અખિલ ભારતીય ક્ષત્રિય મહાસભા-ગુજરાત પ્રદેશ, અખિલ ગુજરાત રાજપૂત યુવા સંઘ-જામનગર, જામનગર શહેર-જિલ્લા રાજપૂત યુવા સંઘ અને ગજકેસરી ફાઉન્ડેશન અંતર્ગત ક્ષત્રિય યુવા સંગઠન-જામનગર દ્વારા આ સંપૂર્ણ કાર્યક્રમનું આયોજન કરવામાં આવેલ હતું.

આ પણ વાંચો…Sangeeta bijlani: સલમાન ખાનની એક્સ ગર્લફ્રેન્ડને 25 વર્ષ બાદ કામ કરવાની ઇચ્છા થઇ- વાંચો વિગત

આ તકે મંત્રી જાડેજાએ વિશ્વ કોરોના મુક્ત થાય તેવી પ્રભુને પ્રાર્થનાસહ દરેક સમાજને સાથે લઈ રાષ્ટ્રની સેવા કરવાની આ જનપ્રતિનિધિ ઓને તક મળી છે તેમ જણાવી (Jamnagar Rajput Samaj) સમાજની, રાજ્યની અને રાષ્ટ્રની પ્રગતિમાં આ પ્રતિનિધિઓનું યોગદાન રહે તેવી અભ્યર્થના વ્યક્ત કરી હતી. આ કાર્યક્રમમાં ૬૪ પ્રતિનિધિઓનું સન્માન કરવામાં આવ્યું હતું.

Whatsapp Join Banner Guj

આ સમારોહમાં રાજપૂત સમાજના (Jamnagar Rajput Samaj) અગ્રણીઓ પી. એસ. જાડેજા, બ્રિજરાજસિંહ જાડેજા, સરદારસિંહ જાડેજા, પ્રદ્યુમ્નસિંહ જાડેજા, બિપેન્દ્રસિંહ જાડેજા, ધર્મેન્દ્રસિંહ ઝાલા, દિલીપસિંહ ચુડાસમા, પ્રવિણસિંહ ઝાલા, દિગુભા જાડેજા, યુવરાજસિંહ જાડેજા, ગવુભા ડાડા, સી.આર.જાડેજા, લખધીરસિંહ જાડેજા, ભરતસિંહ તથા સમાજના લોકો બહોળી સંખ્યામાં ઉપસ્થિત રહ્યા હતા.