bank

RBI Cancelled Bank License: RBIએ આ બેંકનું લાયસન્સ કર્યુ રદ, આ તારીખ બાદ નહીં ઉપાડી શકાય પૈસા

RBI Cancelled Bank License: આરબીઆઇના આ નિર્ણય બાદ 22 સપ્ટેમ્બર એટલે કે આ મહિનાથી આ બેંક બંધ થઈ જશે

નવી દિલ્હી, 11 સપ્ટેમ્બરઃ RBI Cancelled Bank License: આરબીઆઇ તરફથી બેંક માટે ઘણા પ્રકારના નિર્દેશ જાહેર કરવામાં આવે છે. જેનું તમામ બેંકે પાલન કરવાનું હોય છે. સાથે જ આરબીઆઇ જ બેંકો માટે તમામ પ્રકારના દિશાનિર્દેશ તૈયાર કરે છે.

22 સપ્ટેમ્બરથી બંધ થઈ જશે બેંક
તમને જણાવી દઈએ કે, આરબીઆઇ દ્વારા અત્યાર સુધી ઘણી બેંકો અને નાણાકીય સંસ્થાઓના લાઈસન્સ કેન્સલ કરવામાં આવ્યા છે. ત્યારે હવે રિઝર્વ બેંકે વધુ એક બેંકનું લાઈસન્સ કેન્સલ કરવાનો નિર્ણય કર્યો છે. આરબીઆઇના આ નિર્ણય બાદ 22 સપ્ટેમ્બર એટલે કે આ મહિનાથી આ બેંક બંધ થઈ જશે.

આરબીઆઇએ કેન્સલ કર્યું લાઈસન્સ
આરબીઆઇએ ઓગસ્ટમાં પુણે સ્થિત રૂપી સસહકારી બેંક લિમિટેડનું લાઈસન્સ કેન્સલ કરવાનો નિર્ણય કર્યો હતો. જણાવી દઈએ કે, આરબીઆઅના નિર્ણય બાદ 22 સપ્ટેમ્બરથી આ બેંકની બેંકિંગ સેવાઓ બંધ થઈ જશે, જે પણ ગ્રાહકોના પૈસા આ બેંકમાં છે તે તમામ માટે આ જરૂરી સમાચાર છે.

આ પણ વાંચોઃ UV krishnam raju passes away: સાઉથના જાણિતા એક્ટર અને પૂર્વ કેન્દ્રીય મંત્રી યૂ.વી. કૃષ્ણમ રાજૂનું નિધન- PM મોદીએ આપી શ્રદ્ધાંજલિ

આ પણ વાંચોઃ Jio 5G SIM card home delivery: જિયો યુઝર્સ માટે સારા સમાચાર, હોમ ડિલીવરી દ્વારા મેળવી શકો છો 5જી સિમ કાર્ડ

Gujarati banner 01