Shankaracharya swami swaroopanand saraswati passes away: દ્વારકા તથા શારદા પીઠના શંકરાચાર્ય સ્વરૂપાનંદ સરસ્વતીનું નિધન

Shankaracharya swami swaroopanand saraswati passes away: 1982માં ગુજરાતના દ્વારકા શારદા પીઠ અને બદ્રીનાથમાં જ્યોતિર મઠના શંકરાચાર્ય બન્યા હતા

દ્વારકા, 11 સપ્ટેમ્બરઃ Shankaracharya swami swaroopanand saraswati passes away: દ્વારકા તથા શારદા પીઠના શંકરાચાર્ય સ્વામી સ્વરૂપાનંદ સરસ્વતીનું રવિવારે નિધ થયું છે. તેઓ 99 વર્ષના હતા. તેમણે મધ્યપ્રદેશના નરસિંહપુરમાં અંતિમ શ્વાસ લીધા છે. સ્વરૂપાનંદને હિન્દુઓના સૌથી મોટા ધર્મગુરૂ માનવામાં આવતા હતા. જાણકારી પ્રમાણે તેમણે પોતાના આશ્રમમાં બપોરે 3 કલાકે અંતિમ શ્વાસ લીધા 

ઉલ્લેખનીય છે કે, દેશની આઝાદી માટે શંકરાચાર્ય સ્વરૂપાનંદે અંગ્રેજોનો પણ સામનો કર્યો હતો. તેમનું બાળપણનું નામ પોથીરામ હતું. તેમણે કાશીમાં કરપાત્રી મહારાજ પાસે ધર્મનું શિક્ષણ લીધુ હતું. 1942માં ભારત છોડો આંદોલનમાં તેમણે ભાગ લીદો હતો. આ માટે તેમણે બે વખત જેલમાં પણ જવું પડ્યું હતું. 1989માં તેમને શંકરાચાર્યનું બિરૂદ મળ્યું હતું. 

આ પણ વાંચોઃ RBI Cancelled Bank License: RBIએ આ બેંકનું લાયસન્સ કર્યુ રદ, આ તારીખ બાદ નહીં ઉપાડી શકાય પૈસા

આ પણ વાંચોઃ UV krishnam raju passes away: સાઉથના જાણિતા એક્ટર અને પૂર્વ કેન્દ્રીય મંત્રી યૂ.વી. કૃષ્ણમ રાજૂનું નિધન- PM મોદીએ આપી શ્રદ્ધાંજલિ

Gujarati banner 01