UV krishnam raju passes away

UV krishnam raju passes away: સાઉથના જાણિતા એક્ટર અને પૂર્વ કેન્દ્રીય મંત્રી યૂ.વી. કૃષ્ણમ રાજૂનું નિધન- PM મોદીએ આપી શ્રદ્ધાંજલિ

UV krishnam raju passes away: નેતા અને અભિનેતા યૂવી કૃષ્ણમ્ રાજુ એક્ટર પ્રભાસના કાકા છે, તેમની છેલ્લી ફિલ્મ ભત્રીજા સાથે રાધે શ્યામ હતી.

નવી દિલ્હી, 11 સપ્ટેમ્બરઃUV krishnam raju passes away: સાઉથના જાણિતા એક્ટર, પૂર્વ કેન્દ્રીય મંત્રી યૂ.વી. કૃષ્ણમ રાજૂનું નિધન થઇ ગયું છે. કૃષ્ણ રાજૂને ટોલીવુડમાં રેબલ સ્ટાર પણ કહેવામાં આવતા હતા. 82 વર્ષના દિવંગત એક્ટરે રવિવારે સવારે 3:45 મિનિટે અંતિમ શ્વાસ લીધા.

પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદીએ પીઢ તેલુગુ સિનેમેટિક વ્યક્તિત્વ યુવી કૃષ્ણમ રાજુ ગારુના નિધન પર ઊંડો શોક વ્યક્ત કર્યો છે.પ્રધાનમંત્રીએ ટ્વીટ કરીને લખ્યું છે કે “યુવી કૃષ્ણમ રાજુ ગારુના નિધનથી દુઃખી છું. આવનારી પેઢીઓ તેમની સિનેમેટિક દીપ્તિ અને સર્જનાત્મકતાને યાદ કરશે. તેઓ સમુદાય સેવામાં પણ અગ્રેસર હતા અને રાજકીય નેતા તરીકેની છાપ ઊભી કરી હતી. તેમના પરિવાર અને પ્રશંસકો પ્રત્યે સંવેદના. ઓમ શાંતિ.”

આ પણ વાંચોઃ Jio 5G SIM card home delivery: જિયો યુઝર્સ માટે સારા સમાચાર, હોમ ડિલીવરી દ્વારા મેળવી શકો છો 5જી સિમ કાર્ડ

ઉલ્લેખનીય છે કે, કૃષ્ણમ રાજૂનો જન્મ 20 જાન્યુઆરી 1940 ના રોજ થયો હતો. કેરિયરની શરૂઆતમાં કૃષ્ણમ રાજૂ પત્રકાર હતા. ટોલીવુડમાં વર્ષ 1966 માં આવેલી ફિલ્મ ચિલાકા ગોરનિકાથી તેમણે એક્ટિંગમાં ડેબ્યૂ કર્યું હતું. આ ફિલ્મને સાઉથની પ્રતિષ્ઠિત નંદી એવોર્ડ પણ મળ્યો હતો. ત્યારબાદ તે એનટી રામા રાવની સાથે પૌરાણિક ફિલ્મ શ્રી કૃષ્ણાવતરમમાં જોવા મળ્યા હતા. તેમણે સાઉથ ફિલ્મોના બે દિગ્ગજ એક્ટર એનટી રામા રાવ અને અક્કિનેની નાગશ્વર રાવ સાથે ઘણી ફિલ્મોમાં કામ કર્યું હતું.

70 અને 80 ના દાયકામાં કૃષ્ણમ રાજૂઈ ઘણી મોટી બ્લોકબસ્ટર ફિલ્મોમાં કામ કર્યું પોતાના લગભગ 50 વર્ષના કેરિયરમાં કૃષ્ણમ રાજૂએ લગભગ 183 ફિલ્મોમાં કામ કર્યું હતું. કૃષ્ણમ રાજૂ છેલ્લે પોતાના ભત્રીજા પ્રભાસ અને પૂજા હેગડેની ફિલ્મ રાધે શ્યામમાં જોવા મળ્યા હતા. 

આ પણ વાંચોઃ ArrestJubinNautiyal: ટ્વિટર પર સિંગર જુબિન નૌટિયાલની ધરપકડ કરવાની માંગ, જાણો શું છે મામલો?

Gujarati banner 01