RBI governer e1675837633929

Repo Rate increase: રિઝર્વ બેંકે કેશ ફ્લોને કાબૂમાં લેવા માટે રેપો રેટમાં 0.40 ટકાનો વધારો કર્યો, હોમ લોન થશે મોંઘી

Repo Rate increase: રિઝર્વ બેંકે 0.40 ટકાનો વધારો કર્યા બાદ હવે રેપો રેટ વધીને 4.40 ટકા થયો

નવી દિલ્હી, 04 મેઃRepo Rate increase: રિઝર્વ બેંકે કેશ ફ્લોને કાબૂમાં લેવા માટે રેપો રેટમાં 0.40 ટકાનો વધારો કરી દીધો છે. રિઝર્વ બેંકના ગવર્નર શક્તિકાંત દાસે આજે બપોરે બે વાગ્યે એક પ્રેસ કોન્ફરન્સને સંબોધતા રેપો રેટમાં વધારાની જાહેરાત કરી હતી.

રિઝર્વ બેંકે 0.40 ટકાનો વધારો કર્યા બાદ હવે રેપો રેટ વધીને 4.40 ટકા થયો છે. ઉલ્લેખનીય છે કે, છેલ્લા કેટલાક સમયથી તમામ બેંક્સ FD પર વ્યાજ વધારી રહી છે અને કેટલીક બેંકે તો લોનના વ્યાજ વધારી પણ દીધા છે. તાજેતરમાં જ HDFCએ પણ હોમ લોનનું વ્યાજ 0.05 ટકા વધાર્યું હતું.

આ પણ વાંચોઃ Rain forecast with strong winds: દેશના વાતાવરણમાં આવી શકે છે પલટો, હવામાન વિભાગે ભારે પવન સાથે વરસાદની કરી આગાહી

આ પણ વાંચોઃ Madras High Court Summons Dhanush: ધનુષ પર આક્ષેપ, કપલે પોતાનો દીકરો કહી દર મહિને 65 હજારનું વળતર માગ્યું- વાંચો શું છે મામલો?

Gujarati banner 01