high court divorce approved

Case of triple talaq: ટ્રિપલ તલાક મામલે એક અધિકારીને કોર્ટે એક વર્ષની સજા ફટકારી- વાંચો શું છે મામલો?

Case of triple talaq: એક પુત્રીની માતાને તરછોડી ત્રણ વાર તલાક કહી અન્ય યુવતી સાથે લગ્ન કરનાર ક્લાસ વન અધિકારીને કોર્ટે સજા ફટકારતા કોર્ટ પરિસરમાં સન્નાટો

પાલનપુર, 04 મેઃ Case of triple talaq: બનાસકાંઠા જિલ્લામાં ટ્રિપલ તલાક મામલે એક અધિકારીને પાલનપુરની કોર્ટે એક વર્ષની સજા ફટકારી હોવાની ઘટના સામે આવી છે. એક પુત્રીની માતાને તરછોડી ત્રણ વાર તલાક કહી અન્ય યુવતી સાથે લગ્ન કરનાર ક્લાસ વન અધિકારીને કોર્ટે સજા ફટકારતા કોર્ટ પરિસરમાં સન્નાટો વ્યાપી ગયો હતો. કોર્ટે આરોપીને સજાની સાથે પાંચ હજાર રૂપિયાનો દંડ પણ ફટકાર્યો હતો.

ટ્રિપલ તલાકના કેસમાં સજા પડી હોય તેવો રાજ્યનો આ પ્રથમ કેસ છે.આ સમગ્ર કેસની વિગતો જોઈએ તો વડગામ તાલુકાના જૂનીનગરીના વતની સહેનાજબાનુના લગ્ન હેબતપુરના વતની સરફરાજખાન બિહારી સાથે થયા હતા. તેમના લગ્નજીવનથી શહેનાજબાનુને એક પુત્રીનો જન્મ થયો હતો. ત્યારબાદ સરફરાઝખાનને દાંતીવાડા સિપુ નિગમમાં ડેપ્યુટી એન્જિનિયર તરીકે નોકરી મળી હતી.

આ પણ વાંચોઃ Rain forecast with strong winds: દેશના વાતાવરણમાં આવી શકે છે પલટો, હવામાન વિભાગે ભારે પવન સાથે વરસાદની કરી આગાહી

નોકરી દરમિયાન તેની સાથે ઓફિસમાં કામ કરતી હિન્દુ યુવતી સાથે સરફરાજખાનને પ્રેમ થતા તેને લઈને નાસી ગયો હતો. તે સમયે પરિવારના સમજાવટથી સરફરાજખાને યુવતીને ભૂલી જશે તેમ કહી મામલો થાળે પાડયો હતો. પરંતુ ત્યારબાદ પણ સરફરાઝખાને યુવતી સાથે સંબંધો રાખતા યુવતીને એક પુત્રનો જન્મ થયો હતો. જેથી તેની પત્નીએ વિરોધ કરતા સરફરાઝખાને તેને ગડદાપાટુનો મારમારી ત્રણવાર તલાક બોલી ઘરમાંથી કાઢી મુકી હતી.

પત્નીએ પાલનપુર પશ્ચિમ પોલીસ સ્ટેશનમાં મુસ્લિમ પ્રોટેક્શન ઓફ એકટ મુજબની ફરિયાદ નોંધાવી હતી. જે સમગ્ર કેસ પાલનપુરની બીજી એડિશનલ કોર્ટમાં ચાલી જતા જજ બી.એસ દરજીએ તમામ બાબતો અને સરકારી વકીલની દલીલોને ધ્યાને લેતા અને કેશની ગંભીરતા જોતા આરોપી સરફરાઝ ખાન બિહારીને એક વર્ષની સજા ફટકારી છે. ટ્રિપલ તલાકના કાયદા બાદ ગુજરાતમાં કોઈને સજા પડી હોય તેવો રાજ્યનો આ પ્રથમ કિસ્સો છે.

આ પણ વાંચોઃ Repo Rate increase: રિઝર્વ બેંકે કેશ ફ્લોને કાબૂમાં લેવા માટે રેપો રેટમાં 0.40 ટકાનો વધારો કર્યો, હોમ લોન થશે મોંઘી

Gujarati banner 01