Madras High Court Summons Actor Dhanush

Madras High Court Summons Dhanush: ધનુષ પર આક્ષેપ, કપલે પોતાનો દીકરો કહી દર મહિને 65 હજારનું વળતર માગ્યું- વાંચો શું છે મામલો?

Madras High Court Summons Dhanush: કિથરેસન તથા પત્ની મીનાક્ષીએ દાવો કર્યો હતો કે ધનુષ તેમનો દીકરો છે

મનોરંજન ડેસ્ક, 04 મેઃ Madras High Court Summons Dhanush: સાઉથના સુપરસ્ટાર ધનુષને મદ્રાસ હાઇકોર્ટે સમન્સ પાઠવ્યું છે. કિથરેસન તથા પત્ની મીનાક્ષીએ દાવો કર્યો હતો કે ધનુષ તેમનો દીકરો છે. આ કેસ કેટલાંક વર્ષોથી ચાલે છે. આ કેસના સંદર્ભમાં હાઇકોર્ટે સમન્સ મોકલ્યું છે.

કથિરેસને કોર્ટમાં દાવો કર્યો હતો કે એક્ટરે પિતૃત્વના ખોટા દસ્તાવેજો જમા કરાવ્યા હતા. કિથરેસને પોલીસ તપાસની માગણી કરી છે. ચર્ચા છે કે ધનુષના અસલી પિતા હોવાનો દાવો કરતાં કિથરેસને કોર્ટમાં અપીલ કરી હતી કે 2020ના આદેશને રદબાતલ કરવામાં આવે. કોર્ટે 2020માં પોતાના આદેશમાં કહ્યું હતું કે પિતૃત્વ દસ્તાવેજો ખોટા છે, તેવી વાત કોઈ સહાયક દસ્તાવેજો સાબિત કરતા નથી.

આ પણ વાંચોઃ Ban on pre-wedding photoshoots: રાજ્યના આ સમાજે પ્રીવેડિંગ ફોટોશુટ સહિત અનેક બાબતો પર મૂક્યો પ્રતિબંધ- વાંચો વિગત

મીડિયા રિપોર્ટ્સમાં અનુસાર, મદુરાઈ કોર્ટની બેંચે કથિરેસનની અરજી રદ્દ કરી હતી. ત્યારબાદ મદ્રાસ હાઇકોર્ટે આ કેસમાં ધનુષ વિરુદ્ધ નોટિસ ઇશ્યૂ કરી હતી. કથિરેસન તથા મીનાક્ષીએ દાવો કર્યો હતો કે ધનુષ તેમનો ત્રીજો દીકરો છે. તે પોતાનું ઘર છોડીને ફિલ્મ ઇન્ડસ્ટ્રીમાં પોતાની કરિયર બનાવવા માટે ચેન્નઈ જતો રહ્યો હતો.

કપિલે ધનુષ પાસેથી મહિને 65 હજારના વળતરની માગણી કરી આક્ષેપ મૂક્યો હતો કે તે તેના માતા-પિતા હતા. આ કેસ કેટલાંક વર્ષોથી કોર્ટમાં ચાલે છે. ધનુષે આ કપલના આક્ષેપોનો કોર્ટમાં ઇનકાર કર્યો હતો.

આ પણ વાંચોઃ AK Jadeja dies: લતીફ ગેંગનો સફાયો કરનાર અમદાવાદ પૂર્વ રેન્જ IG એ.કે જાડેજાનું નિધન

Gujarati banner 01