coronavirus testing

RT-PCR Test: રાજ્ય બહાર અથવા તો વિદેશથી શહેરમાં પરત ફરતા લોકો માટે ખાસ, બન્ને ડોઝ લીધા હશે તો પણ RT-PCRનો ટેસ્ટ કરાવો પડશે

RT-PCR Test: વેકસીનના બંને ડોઝ લીધા હોય તેમ છતાં તેવા મુસાફરોએ પણ RT-PCR ટેસ્ટનો રિપોર્ટ બતાવવો પડશે

સુરત, 27 ઓક્ટોબરઃRT-PCR Test: દિવાળીના પર્વને ધ્યાનમાં રાખી સુરત મહાનગરપાલિકાનું આરોગ્ય વિભાગ કોરોનાના સંક્રમણને અટકાવવા સજ્જ બન્યું છે. રાજ્ય બહાર અથવા તો વિદેશથી સુરત પરત ફરતા લોકોને એન્ટ્રી પોઇન્ટ પર RT-PCR રિપોર્ટ બતાવવા ફરમાન કરવામાં આવ્યું છે

આ માટે શહેરના ચારથી વધુ પોઇન્ટ ઉપરાંત રેલવે સ્ટેશન, બસ સ્ટેશન અનેં એરપોર્ટ પર આવતા મુસાફરોએ RT-PCR રિપોર્ટ બતાવવા અંગે અપીલ કરવામાં આવી છે

આ પણ વાંચોઃ Gujarat police aandolan: પોલીસકર્મીઓનું ગ્રેડ-પે આંદોલન હાલ પુરતું મોકૂફ, વાંચો શું છે મામલો?

વેકસીનના બંને ડોઝ લીધા હોય તેમ છતાં તેવા  મુસાફરોએ પણ RT-PCR ટેસ્ટનો રિપોર્ટ બતાવવો પડશે. દિવાળીના દિવસો નજીક છે. ત્યારે લોકો બહારગામ કે દેશ- વિદેશમાં હરવા ફરવા માટે જતા હોય છે. આવા સંજોગોમાં સુરત પરત ફરતાં મુસાફરોમાં કોરોનાનું સંક્રમણ વધવાની શક્યતા રહેલી છે.

જે શક્યતાઓને ધ્યાનમાં રાખી મહાનગરપાલિકાએ RT-PCR રિપોર્ટ ફરજીયાત કર્યા છે. સુરત એરપોર્ટ પર હાલ દરરોજ બે હજારથી વધુ મુસાફરો આવી રહ્યા છે. જે લોકોનું પણ ક્યુ આર કોડ ના આધારે તપાસ કરવામાં આવી રહી છે

Whatsapp Join Banner Guj